બાગ

08 સપ્ટેમ્બર 2021By Vandana Patel
બાગ બાગસાંજ પડે ને બાળકો દોડી જાય,વહેલી સવારે લોકો ચાલવાને જાય,રાત્રે કુટુંબ જોડે બેસવાને જાય, એ તો અમારો ઘર પાસેનો બાગ.હિંચકા ,લપસણી, ઉંચક -નીચક,ભૂલકાઓની લટાર હર વીક,મોડી રાતે પણ ન લાગે બીક, એ તો અમારા શહેરનો બાગ.મોર કરે કળા, ચકલી ,કબૂતર ,કોયલ ને કાગ,જોવા મળે સૌ પંખી , એ અમારો મનગમતો બાગ.ફૂલોની જાજમ, કરે હૃદયને તૃપ્ત,હરિયાળી ને પર્ણ લત્તા , કરે આંખને ઠંડક,ફરવાને વિશાળ ઉપવન, એ તો દૂબઈનો બાગ.ધર્મ ને શ્રધ્ધા છે ઘરનાં મૂળ,આનંદ ને આદર છે ઘરનો મોભ, પ્રેમ, ને સંપ છે રેતી- સિમેન્ટ,જોડે પરસ્પર, લાગણીથી, એ જ સાચો જીવન બાગ.હેતનું ખાતર, વિશ્વાસ નું પાણી, મહેકી ઉઠે બાગ,વડીલોનો તડકો, શૈશવની માટી ચહેકી ઊઠે બાગ. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!