મોરપંખ

31 ઓગસ્ટ 2021By Vandana Patel
મોરપંખ મોરપંખવાળો કાનુડોરોજ આવે, સપનામાં આવે, કાન્હો  મને રે,મસ્તક સોહે મોરપંખ, દેખાય મને રે.ગમશે તને, ગમશે તને, ગમશે તને રે,ઘર છે મારું ગોકુળ જેવું  ગમશે તને રે.આવજે કાના, આવજે કાના, આવજે કાના રે,માખણ મિસરી ની મટુકી  , ફોડજે  કાના રે.રમજે કાના, રમજે કાના, રમજે કાના રે,અમ ગોપીઓ સંગ રાસ, રચાવજે કાના રે.વહેલો આવજે, જલ્દી આવજે, પહેલો આવજે રે,આંખડી મારી મીંચાઈ ત્યારે દર્શન આપજે રે.અરજ સુણજે, ધ્યાનમાં લેજે , વ્હાલા કાના રે,હાથ પકડી વૃંદાવન લઈ જાજે,  ગમશે મને રે.--- મારી રચના કાનુડાને  સમર્પિત. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!