પંખીનો માળો
રૂપાળો માળો ખૂબ સુંદર, ખૂબ મજાનો, તણખલાનો માળો,કોઈ નકશીદાર ,કોઈ જાળીદાર , પ્યારો લાગે માળો.પાંદડા સીવી દરજીડો, બનાવે મનમોહક માળો,જીણી ગુંથણીવાળો , બે ખંડમાં સુગરીનો માળો. બચ્ચાં કરતાં કલશોર, કિકિયારીથી ગુંજી ઉઠે માળો,ખાવું, પીવું,રમવું ને ભમવું , લાગે જીવંત માળો. કેવો નિસ્વાર્થ પ્રેમ વરસાવે, ન કોઈ ગણતરી વાળો,ચણ આપે, ઊડતા શીખવે, પ્રેમ કેવળ કર્તવ્ય વાળો. બચ્ચાં પાંખો આવે ને ઊડી જાય, ખાલી થઈ જાય માળો,પંખીને પણ છે એની જાણ, તોય ફરી બનાવે માળો.ચિચિયારી થી શાંત , જાણે લાગે ભેંકાર માળો,તોય પંખીને મન વ્હાલો , એક રૂપાળો માળો.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)