વિતેલો સમય

14 સપ્ટેમ્બર 2021By Vandana Patel
વિતેલો સમય વિતેલો સમય            આ શબ્દ  જ ભૂતકાલીન  સમયની યાદ અપાવી દે છે. માતા- પિતા, ભાઈ -બહેન ,શાળા ,કોલેજ, મિત્રો વગેરે નજર સમક્ષ તાદર્શ થઈ જાય છે.  જો સવાર હોય તો સૂરજના કિરણોની જેમ સ્મરણ  સોનેરી થઈને ચમકી ઉઠે.જો સાંજ પડે ને આવે યાદ તો સલુણી ખૂશીઓથી ભરી દે  , અને જો ચાંદની રાતે આવે તો રાતની ઠંડક નયનોમાં ભીનાશ આપી દે છે ક્યાંય જવાનુ મન ન થાય.પણ આ વિતેલો સમય ફૂરસદના  સમયે નહી આવે. બસ પેલો  "લુચ્ચો વરસાદ" પાઠ ન આવતો?  પાંચમા ધોરણમાં કે છઠ્ઠા ધોરણમાં. તમને યાદ છે? જો આવી ગયો ને યાદ વિતેલો સમય.......       વિતેલો સમય ક્યારેક વર્તમાન હતો. વર્તમાનથી ક્યારેય  ભાગવું નહીં. કાર્યોથી તો  બિલકુલ  નહીં. પોતાના બાળકો માટે ઉતમ ઉદાહરણ માતા પિતા જ હોવા જોઈએ. નહીંતર ફલાણા ના દીકરાએ....... અને એની અસર  એટલી અમીટ અને ધારદાર  નહી હોય..બાળક સાથે વિતેલ સમયમાં આપણે જે જે ભૂલ કરી છે એની નિખાલસતાથી  ચર્ચા કરવી. જેથી એ ભૂલોનું પુનરાવર્તન ન થાય.એમના ઉત્સાહ, આશા ,આકાંક્ષા, નવી વિચારસરણીને આપણા અનુભવની ઢાલ અવશ્ય  આપવી .           સારી નરસી યાદો આપણને વિતેલ સમયની ભેટ છે. એ ભેટ સમાજને અને દેશને પણ મળેલ છે. એટલે જ  ગામોગામ ને શહેરોમાં સમાજ- વાડીના નામ આપણે આપેલ દાનની રકમથી આપણાં વડવાઓના નામથી રખાય છે.  બધા એવોર્ડના નામ,એરપોર્ટના નામ , સ્ટેડિયમ ના નામ, રસ્તા -માર્ગ ના નામ, આવા ઘણાં બધા નામ વિતેલ સમયના પેટાળમાંથી જ ઊભરે છે.  વિશ્વયુદ્ધ- ૨  વખતે જામનગર જિલ્લાના રાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોતાના જોખમે પોલેન્ડનાં સ્ત્રીઓ અને  બાળકોને આશ્રય  આપ્યો હતો.            સમય જતા બધા પોલેન્ડ પાછા ફર્યા.. બાલાચડીથી ભણેલ બાળક રાષ્ટ્રપતિ બન્યો. વિતેલ સમયની યાદમાં એ રાષ્ટ્રપતિએ  શપથ સમયે જામસાહેબ  રાજાને યાદ કર્યા હતા. ત્યાં આજે પણ રાષ્ટ્રપતિ શપથવિધિમાં  જામસાહેબ  દિગ્વિજયસિંહજીનું  નામ આદરથી લેવાય છે.પોલેન્ડના રસ્તાનું કહો કે માર્ગ નું નામ તેમના નામથી આજે પણ છે.             વિતેલો સમય આપણાં ગુજરાતને અનેરું  ગૌરવ , સન્માન આપી ગયો. શપથવિધિના પરિપત્રમાં નામ સામેલ થવું એટલે એ સાહસ કેવડું મોટું કહેવાય !!!!! મુંબઈથી વહાણમાં જામનગરના બંદરે ઊતરવાનો પરવાનો જામસાહેબ દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજાજી એ આપેલો.પોલેન્ડની સ્ત્રીઓને રક્ષણ મળ્યું. એમનાં બાળકો માટે ખાસ  જામનગરમાં ઈંગ્લિશ મીડિયમ શાળા બાલાચડીની સ્થાપના કરી. .આશ્રય ની સાથે સાથે  રક્ષણ અને શિક્ષણનો અદ્ભૂત  સમન્વય. ઉતમ ઉદાહરણ પુરુ પાડયુ.એમની ઉદારતા, હિંમત ,સાહસ ,સૂજબૂજ ને સો સો સલામ.            વિતેલો સમય સોના ચાંદીના સિક્કાની જેમ આપણી  યાદોરુપી મખમલી શાલમાં વીંટીને રાખીએ.  જ્યારે પણ શાલ ઓઢશું, વિતેલો સમય આપોઆપ  આપણને વીંટળાઈ જશે. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)