વિકલ્પ
વિકલ્પ એટલે શું?વિકલ્પ એટલે પસંદગીનો અવકાશ બરાબર ને?વિકલ્પ એટલે આ કરો કે પેલું, આ વસ્તુ લો કે બીજી. વિકલ્પ દેખાય? - નરી આંખે જોવો પડે.કોઈનો અભિપ્રાય લેવાય.- હા પછીનો વિકલ્પ -- માનવું કે ન માનવું.?- પોતપોતાની મરજી.વિકલ્પ કોને ફળે- દુરંદેશી નજરને. હવે કરું વાત એક સમયની, સમય હતો મહાભારતનો , પાંડવો ઘણાં સંઘર્ષ પછી કહેવાય કે ઠરીઠામ થઈને ઈન્દ્રપ્રસ્થમાં રહેતા હતા. તક્ષક નાગના ચુંગલમાંથી આ પડતર જગ્યા છોડાવી આ નગર વસાવ્યું હતું. ત્યાં રાજસુય યજ્ઞમાં દુર્યોધને આ નગરની ભવ્યતા જોઈ. હસ્તિનાપુર આવ્યા પછી એ માયાવી મહેલ અને ઈન્દ્રપ્રસ્થ પડાવી લેવા ષડયંત્ર રચ્યું. ષડયંત્ર કેવું? મામા શકુનિ સાથે ચર્ચા કરી દ્યુત રમવાનું આમંત્રણ મોકલાવ્યું. આમંત્રણ હસ્તિનાપુરનું ઈન્દ્રપ્રસ્થને. ઈન્દ્રપ્રસ્થની રાજસભામાં વિદુર આમંત્રણ લઈને આવા છે. ત્યારના સમયની લોકવાયકા કે પ્રણાલી :- યુધ્ધ અને દ્યુતનું આમંત્રણ પાછુ ઠેલવું કે અસ્વીકાર કરવો શરમજનક કાર્ય કહેવાતું. એક રાજા શરમજનક કાર્ય કેવી રીતે કરી શકે? અમે કાયર થોડા છીએ. વિદુર ઘણું સમજાવે છે કે તમારી પાસે વિકલ્પ છે. તમે દ્યુત રમવાની ના પાડી દો. યુધિષ્ઠિર એક રાજા તરીકે વિચારે છે કે હું કાયર નથી. કૌરવો મારા ભાઈઓ જ છે ને ! મારા તાતશ્રી, પિતામહ વગેરે ત્યાં છે. મારું અહિત નહીં થાય. યુધિષ્ઠિર વિદુરકાકાને કહે છે કે તમે પણ ત્યાં જ હશો, તો પછી પીછેહઠનો વિકલ્પ પસંદ કરવાનું કામ કહો છો? વિદુર કહે છે કે ભવિષ્ય કોણે જોયુ છે. તમે લાક્ષાગૃહનો અનુભવ ભૂલી ગયા? દ્યુત રમવાનું સ્વીકારવું એટલે હાથે કરીને ખાઈમાં પડવું. આનો વિકલ્પ એ છે કે તમે પ્રેમથી આવો, આંટો મારી જાવ પણ દ્યુત રમવાનું રહેવા દો, એ ભૂલી જાવ. પરંતુ નિયતિને કંઈક ઓર જ મંજુર હતું. યુધિષ્ઠિર બીજો કોઈ વિકલ્પ વિચારતા નથી. શ્રીકૃષ્ણની સલાહ લેતા નથી. શ્રીકૃષ્ણને દ્યુત પસંદ જ નથી. ખબર નહિ કોણે જન્માષ્ટમી જોડે જુગાર જોડયો છે! જરુર હતી ત્યાં પાંડવોએ શ્રીકૃષ્ણની સલાહ લીધી નહીં. જીંદગીમાં ( દ્યુત રમી લીધા પછી અને પહેલા) શ્રીકૃષ્ણની સલાહ વગર એક ડગલું પણ નથી ભર્યું. એક અયોગ્ય વિકલ્પ -- તેર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ, યુધ્ધ, સ્વજનોનો નાશ, મૃત્યુ, ગ્લાનિ, શોક, દુઃખ અને વૈરાગ્યના પંથે પ્રયાણ........ દ્યુત ન રમ્યા હોત તો ચક્રવર્તી રાજા યુધિષ્ઠિર ઈન્દ્રપ્રસ્થમાં રાજ્ય કરતા જ હતા. સુખ શાંતિ વૈભવ તથા મયાસુરની માયાપુરી જેવો મહેલ...... વિદુરની દુરંદેશી નજર જે જોતી હતી તે ચક્રવર્તી રાજા યુધિષ્ઠિર જોઈ ન શકયા. એટલે જ વિકલ્પની પસંદગીમાં યોગ્ય નિર્ણય ન લેવાયો.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)