ભીલોના રાજા - પુંજા

29 સપ્ટેમ્બર 2021By Vandana Patel
ભીલોના રાજા - પુંજા બે યુવાન હૈયા પ્રણયમાં તરબોળ, વરસાદમાં ભીંજાયેલ, અનેક આશાઓના મિનારા રચે છે.છુટા પડતી વખતે આંસુ વહાવે છે. છાનામાનાં બિલ્લી પગે સંતાઈ ને પોતાના રૂમમાં જાયછે એ દીકરો હોય કે દીકરી પોતાને વિજેતા માને છે. પોતાના પ્રેમની જીત માને છે.જે કાર્ય ને (મળવા જવું) છુપાવવું પડે એની કદી જીત કે હાર હોય???? અરે! મા ભરનીંદરમાં હોય, ઉદરમાં સળવળાટ થાય ને તોય માતા સજાગ હોય છે ..તો તમે કોઈ ને મળીને આવો ત્યારે તમારા આનંદ ને કે દુઃખને નહી ઓળખી ગઈ  હોય?ભણતરની જરુર નથી એને લાગણીની ભાષા આવડે છે. મન ના ભાવ અનુભવે છે. પોતાનું બાળક ઘોડિયામાં હોય કે બેસ્ટ યુવા બિઝનેસમેન ઓફ વર્લ્ડ હોય ..માતાને ખબર છે કે કયા સમયે ચા-કોફી કે એકાંત જોઈએ છે. ઓફિસમાં પટાવાળા ને કહેવું પડે ચા લાવજે, હમણાં કોઈ ના કોલ ન આપતો કે કોઈ ને અંદર ન આવવા દેતો.......ઘરે માતા સામેથી કહેશે જા ફ્રેશ થઈ જાય.ચા લાવું છું. મહેમાન અચાનક આવશે ને તો માતા કહી દેશે હજી આવ્યો જ છે ને .. નહી આવ તો ચાલશે.અમે બેઠા છીએ. અને ખરેખર જીવે ત્યાં સુધી ચહેરાના ભાવ જોઈને કહી દે એ માતાને તમારા પ્રેમની જાણ નહીં થાય? વિશ્વાસ  રાખો.કહી દો.સમાજની બીક ઉડાડતાં તમને આવડવી જોઈએ. નાનપણમાં કંઈ કેટલી વસ્તુઓમાં, પરીક્ષામાં  ઘણી વાર બીક ઉડાડી હશે . આજે તમે એ કાર્ય કરો. 'મા' ની મમતા આજે પણ અભણ જ છે અને રહેશે...ઘોડિયામાં સુતા ત્યારે ચહેરા પર માખી બેસે એ પણ ઉડાડી નહોતા શકતા ત્યારે માતા રસોડેથી આવતી...નાની માખી ઉડાડવા જરુર પડતી. અત્યારે તમને તમારા જીવનમાં મોટો નિર્ણય  લેવાનો છે ત્યારે પ્રેમ છુપાવવો  પડે એ જીત તો ન કહેવાય. પણ તમે નિર્ણય લઈ શકતા નથી કે ઘરમાં કેમ કહેવું ,ક્યારે કહેવું. અને ઘરમાં વાત કરવામાં ડર!! સંકોચ!! કેમ ખોટુ કર્યુ છે કંઈ?   અરે ! સામેથી માતા કંઈ પુછતી નથી, કારણકે તમે છુપાવ્યું એવી શરમનો અનુભવ કરાવવા માગતી નથી. એટલે રાહ જુએ છે. તમે  કયારે કહેશો....એમની ધીરજને અનુભવની બારાખડી આવડે છે. બાકી વહેમમાં ક્યારેય ન રહેતા કે હું રાત્રે ક્યારે આવ્યો એ ખબર નથી. માતા જાણીજોઈને કહેશે લે , મને તો નીંદર આવી ગઈ 'તી , તું ક્યારે આવ્યો? જે જવાબ દેવામાં ગેં ગેં ફે ફે થાય ને તોય કહી દે પીકચરમાં હતો. ભાઈબંધ  જોડે તડાકા મારતો હતો.કે કોઈ ડોલી મોલીને મળવા ગ્યો'તો.... તમારી લગ્ન ન કરવાની ચીડ પણ ઓળખે છે અને હવે કોઈ પસંદ આવી છે એની પણ ખબર પડી જ જાય છે. તો  હવે પ્રેમ ની જીત ને સીમિત  ન રાખો..૧) ચાતક વરસાદની રાહ જુએ ને વરસાદ આવે તો એ  ચાતકના પ્રેમની જીત છે. ૨)  ઢેલને મનાવવા મોર નૃત્ય કરે , એ બેયના પ્રેમ ની જીત છે. ૩) ગુરુજીએ લક્ષ્ય આપ્યુ ને પક્ષીની આંખ વીંધી એ ગુરુ-શિષ્યના પ્રેમ ની જીત છે.૪)  બંધ છીપમાં મોતી પાકે એ કુદરતની જીત છે.૫) બાળક નામ રોશન કરે ત્યાં માતાપિતાના સંસ્કાર અને પ્રેમની જીત છે.૬) સત્યવાનનાં પ્રાણ યમરાજ પાસેથી પાછા લાવવા  એ સાવિત્રીના બુદ્ધિમત્તા સાથે પ્રેમની જીત હતી.૭) રાણી કર્ણાવતીની રાખડીની  લાજ હુમાયુ  રાખે એ ભાઈ-બહેનનાં પ્રેમની જીત હતી .૮) રાણા પ્રતાપ જ્યારે ભીલોની વસ્તીમાં મળવાં જાય છે ત્યારે અકબરનો ખાસ માણસ પણ ત્યાં મળવા આવ્યો હોય છે. કારણકે આ ભીલોનું રાજ્ય મેવાડની સરહદની જંગલ વિસ્તારમાં હોવા છતાં સ્વતંત્ર હતું . અકબર અને રાણા ઉદયસિંહ( રાણા પ્રતાપ ના પિતાજી)યુધ્ધ કરે તોપણ આ ભીલ રાજ્યને એની અસર ન થાય. એ નિયમ હતો.  એટલે અકબર ભીલોના રાજા પુંજાને પોતાની બાજુ કરવા માગતા હતા. એનો માણસ અને પ્રતાપ સામસામે આવી ગયા. પ્રતાપ ત્યારે કિશોર  હતા. પુંજા રાજા એ બંનેને જમવા બેસાડ્યા. અકબરના માણસે મોં મચકોડયું. પ્રતાપ  શાંત રહ્યા.રાજાનો દીકરો  જમીન પર બેસી ગયો .હસતા મોઢે ઘાસની રોટલી પણ ખાધી.અકબર નો માણસ (નીચે બેસવું, સાદું જમણ )પોતાનું અપમાન સમજી ચાલ્યો ગયો. પ્રતાપે જમી લીધા પછી યુધ્ધમાં મદદ કરવા, સાથ સહકાર આપવા ,વિનંતી કરી.અત્યારે રાજકુમાર હોવા છતાં એક રાજા સાથે વાત કરી એવું સન્માન પુંજા રાજાને આપ્યું.દોસ્તનું સંબોધન કર્યુ.  દોસ્તી માટે અગ્નિ સામે પ્રતિજ્ઞા લીધી.શપથવિધિ પણ કહી શકાય ...પ્રતાપ જ્યારે રાજા બન્યા ત્યારે ચલણી સિક્કામાં રાજા પુંજાનો ફોટો એકબાજુ ને બીજીબાજુ રાજ્યની મહોર હતી..આટલું સન્માન મિત્રને આપ્યું. રાણા પ્રતાપ ભીલોના ભરપેટ વખાણ કરતાં.છાપામાર યુધ્ધકૌશલ ભીલોનું એક અદભૂત કૌશલ્ય હતું જેનાથી પ્રતાપ પ્રભાવિત થયા હતા.  યુધ્ધ હાર્યા પછી  ઘણાં વરસ જંગલમાં રહેવુ પડ્યુ ત્યારે પણ બંને સાથે હતા..ફરીથી સેના ઊભી કરી રાજ્યનો ઘણો ખરો વિસ્તાર  પાછો જીતી લીધો. રાણા પ્રતાપ સિંહ મર્યા ત્યાં સુધી બંનેએ મિત્રતા નિભાવી. .આમ, બંને મિત્રોના પ્રેમની જીત હતી.......     મારી કલમ નહી અટકે ,  પ્રેમની જીતનું  વર્ણન   કરતા,  કોઈ બોલે જરા, છે હટ કે, તો અટકું,બધાનો આભાર માનતા. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)