પૂનમ

14 ઓગસ્ટ 2024By Vandana Patel
પૂનમ બાર માસની પૂનમ:- રુપેરી ઝલક.                   પૂનમના ચંદ્રનો પ્રકાશ શીતળ, શક્તિદાયક , આરોગ્યપ્રદ ,સ્ફૂર્તિદાયક ને રાત્રિ રૂપેરી દ્રશ્યમાન થાય છે. દરેક પૂનમનું વિશેષ મહત્વ છે. ચાંદનીની વર્ષા કરતો ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે. કોઈપણ પૂનમે સત્યનારાયણ કથા કરવી ઉતમ છે. કારતક સુદ પૂનમ-    દેવ દિવાળી. ગુરુ નાનક જયંતી.                               (મારી કૃતિ' દેવ -દિવાળી 'વાંચવી.)                                 માગશર સુદ પૂનમ- બહુચરાજીની મેળો.  કૈવલધુન. ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા. દર્શને જવું.પોષ સુદ પૂનમ-      પોષી શાકંભરી પૂનમ.                              અંબાજી પ્રાકટોત્સવ.રોટલા /રોટલીમાં કાણું કરી એ કાણામાંથી ચંદ્રના દર્શન કરી એકટાણું કરવું. આ પૂનમે બહેન ભાઈને પુછે કે પોષી પોષી પૂનમડી અગાસી રાંધ્યા અન્નભાઈની બેની રમે કે જમે? ભાઈ  જમે બોલે પછી એકટાણું કરે.મહા સુદ પૂનમ- માઘી પૂર્ણિમા. સ્નાન ,દાનનું ખુબ  મહત્વ. પ્રયાગરાજમાં ત્રિવેણીસંગમ પર સ્નાન કરવાથી દસ હજાર  અશ્વમેઘ યજ્ઞનું ફળ  મળે છે. ગંગા, નર્મદા, યમુના, વગેરે પવિત્ર નદીમાં સ્નાન ઉતમ. શક્ય ન હોય તો ઘરે  પાણીમાં આ પવિત્ર નદીનું જળ પધરાવી સ્નાન કરવું. આ દિવસે ગંગાસ્નાન કરવાથી બત્રીસ ગણું પુણ્ય મળતું હોવાના કારણે બતીસી પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે શક્ય હોય તો તીર્થ ભૂમિમાં વાસ કરવો. દાન કરવું. આ દિવસે જપ, ઈષ્ટદેવનું  સ્મરણ, સત્યનારાયણ કથા વગેરે ઉતમ છે.                     ફાગણ સુદ પૂનમ - હોળી.  હોલિકા-દહન.                               પ્રહલાદની વાર્તા  મારી 'તેજસ્વી-                                તારલાઓ' ધારાવાહિક માં વાંચવી.ચૈત્ર સુદ પૂનમ- હનુમાન જન્મોત્સવ. તેઓ ચિરંજીવ છે એટલે જયંતી શબ્દ ન વાપરવો. તેઓ કેસરી અને અંજનીના પુત્ર (વાયુદેવની કૃપાથી ) છે. બહુચરાજીનો મેળો.વૈશાખ સુદ પૂનમ - બુદ્ધ પૂર્ણિમા.જેઠ સુદ પૂનમ- વટ સાવિત્રી વ્રત. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સાવિત્રીમાતાનું સ્મરણ કરી અખંડ સૌભાગ્ય મેળવવા માટે વ્રત કરે છે.આ દિવસે વડની પૂજા કરવામાં આવે છે. કબીર જંયતી.અષાઢ સુદ પૂનમ - ગુરુપૂજન. ગુરુપૂર્ણિમા. કોકિલા વ્રત પ્રારંભ. ગૌરીવ્રતનુ જાગરણ.                                આ દિવસે ગુરુ વ્યાસનું સ્મરણ કરવું જોઈએ. આપણા ગુરુજનોનો આદર કરી સન્માન આપવું જોઈએ.જગદગુરુ શ્રીકૃષ્ણને વંદન કરવા જોઇએ.શ્રાવણ સુદ પુનમ -  રક્ષાબંધન. બ્રાહ્મણો જનોઈ બદલે છે.                              આ દિવસે દરિયાખેડું દરિયાની પૂજા અર્ચના કરે છે. નાળિયેર પાણીમાં પધરાવે છે. તેથી નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. બલિરાજા  બંધાયા રક્ષાથી, તેથી બળેવ પણ કહેવાય છે.ભાદરવા સુદ પૂનમ -  અંબાજી મેળો. કૈવલધુન.                               આ દિવસથી પિતૃ શ્રાધ્ધ ચાલું થાય.                                ભાગવત સપ્તાહ/ ગોત્રિરાત્રિ.આસો,સુદ પૂનમ - શરદપૂનમ. કોજાગરપૂર્ણિમા, ડાકોરનો                                મેળો.                           શરદપૂર્ણિમા ની રાતે દૂધ પૌંઆ, દૂધપાક કે ખીર  ચંદ્રને ધરાવવા. શ્રીકૃષ્ણે આ દિવસે મહારાસ રચાવ્યો હોવાથી આજે (વર્તમાન સમયમાં) પણ દાંડિયારાસનું આયોજન કરવામાં આવે છે. નદીકિનારે  જઈએ તો વધારે મજા આવે.નદીકિનારે નાળિયેરી રે.....શરદપૂનમની રાત રઢિયાળી.....એક માન્યતા અનુસાર આ રાતે લક્ષ્મીમાતા ફરવા નીકળેલ અને કોજાગર એમ પુછ્યું. કો જાગર એટલે કોણ જાગે છે.? આ રાત્રે એટલે જાગરણ નું પણ મહત્વ છે. જાગરણ કરવાથીલક્ષ્મીમાતાની કૃપા થાય છે. આમ, બાર મહીનાની પૂનમ ની ઝાંખી પૂર્ણ થઈ.બોલો, શ્રી કૃષ્ણ ભગવાન ની જય. ઓમ્ નમઃ ભગવતે વાસુદેવાય. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)