નારી- વૃંદા
નારી. ખરેખર આ શબ્દ જ પર્યાપ્ત છે. નારી ગુણોની ખાણ છે. માતા સીતા સાથે વનમાં જવા રામ તૈયાર જ હતા. રાજકાજ છોડવાની ના પાડનાર સીતાજી હતા. અહલ્યાબાઈ, અમૃતા શેરગીલ, પી ટી ઉષા, સરોજિની નાયડું, લક્ષ્મીબાઈ, ગીતા ફોગટનો કોણ નથી ઓળખતું? સતી અનસુયા, અરુંધતી, વૃંદા વગેરે ઘણાં ઘણાં સ્ત્રી પાત્રો અમર થઈ ગયા. આજે તમને વૃંદા વિશે થોડુંક જ કહીશ, કારણકે તમે બધા એના વિશે જાણો છો.વૃંદા રાક્ષસ જાલંધરના પત્ની હતા. એટલા પતિવ્રતા સ્ત્રી કે સતીના સત્ ના કારણે દેવો સાથેના યુધ્ધમાં જલંધરને મારવો અશક્ય હતો. બધા દેવો વિચાર કરે છે. ભગવાન વિષ્ણુ કંઈ રસ્તો ન નિકળતા ં જલંધર નું રુપ લઈને વૃંદા પાસે જાય છે. વૃંદા પોતાના સ્વામી જાણીને પગ પાણીથી પખાળે છે. અને આ બાજુ યુધ્ધના મેદાનમાં....... જલંધરનું માથું ધડથી અલગ થઇ જાય છે. વૃંદાને તરત જ ખબર પડી જાય છે ને ત્યારે જ જલંધર ના રુપમાં ઊભેલ વિષ્ણુ ભગવાન ને શ્રાપ આપે છે કે કોણ છે? મને મીંઢ થઈને છેતરનાર, મારા સતીત્વનો ભંગ કરનાર ,મારા પતિના મોતનું કારણ બનનાર અત્યારે જ કાળમીંઢ પત્થર થઈ જાવ. વિષ્ણુ ભગવાન કાળમીંઢ પત્થરમાં ફેરવાઈ ગયા. રુડાં રૂપાળાં વિષ્ણુ ભગવાન કાળમીંઢ પત્થર થયાના સમાચાર થી લક્ષ્મીમાતા દોડીને આવ્યા. પોતાના ભાભીને હાથ જોડીને વિષ્ણુ ભગવાન ને શ્રાપ માંથી મુકત કરવા આજીજી કરવા લાગ્યા. સમુદ્ર માંથી ઉત્પન્ન થયેલ લક્ષ્મી સમુદ્રના પુત્ર જલંધરની બહેન થાય. ક્રોધ શાંત થતા નંણદને સૌભાગ્ય પાછું આપે છે. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે આજના દિવસે હું તારી સાથે લગ્ન કરીશ. તારું સતીત્વ અખંડ છે, એની સાબિતી રુપે તું આજથી તુલસી રુપે પ્રખ્યાત થઈશ. તારા વગર મને ધરાવેલ ભોગ અપૂર્ણ ને અધુરો ગણાશે. તારા તુલસી રુપે નવા જન્મથી, તું પવિત્ર હોવાથી, મારી સાથે લગ્ન થી તું યુગો સુધી અમર રહેશે. તારા ક્યારામાં કાળો પત્થર એટલે શાલીગ્રામ તરીકે મારી પુજા થશે. આપણો સંબંધ પવિત્ર ગણાશે. એ દિવસ એટલે તુલસી વિવાહ. આમ, એક સ્ત્રીમાં એટલી શક્તિ છે કે દેવોને પણ શ્રાપ આપી શકે છે, તો બીજું શું ન કરી શકે? સમાજમાં ચાલતા દુષણો સામે આંખ લાલ કરી શકે છે. હે નારી! જ્યાં જરુર હોય ત્યાં તારા અનેક રુપ જેવા કે મમતા, દયા, પ્રેરણા, ઉદારતા, સહાયતા, સહકાર, ક્ષમા વગેરે દાખવ. બાકી આંખ લાલ રાખ, જેથી તારી શક્તિ જાગે છે, સુતી નથી, એનું ભાન વિશ્વ ને થાય. નારીશક્તિના ઉદાહરણ ઘણાં છે. નારી તું નવદુર્ગા નો અંશ ,સદા પૂજનીય છે. તારું મહત્વ તું જાતે ઓછું ન આંક. સદા પુરુષોને બાળકો ને હિંમત બતાવે છે, એનું માર્ગદર્શન કરે છે. મંદીમાં સપડાયેલ ધંધો હોય કે બીમાર વ્યક્તિ , એ બધાને તું નવજીવન આપે છે. નારી તું નારાયણી. તને શત્ શત્ પ્રણામ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)