દીવો

14 ઓકટોબર 2021By Vandana Patel
દીવો કોડિયું નાનુ ભલે ને હું. આ શબ્દ  જ બતાવે છે કે સૂર્યાસ્ત પછી કોડિયું પોતાનું કામ કરવા તત્પર છે. એક નાનો દીવો  ઓરડાને પ્રકાશથી ભરી દે છે.એવી જ રીતે અજ્ઞાનરૂપી અંધકાર ને દૂર કરવા જ્ઞાન રુપી દીવો પ્રગટાવેલો રાખવો પડે.    આપણાં હિંદુ ધર્મ માં અખંડ જયોતનું મહત્વ આપણને ઘણું કહી જાય છે.    જ્ઞાન એટલે પુસ્તક નું જ્ઞાન , વ્યવહારિક જ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન .   જ્ઞાન આપણો ઉધ્ધાર  જ કરે છે.    અંધકાર માહેંથી  પ્રભુ , પ્રકાશ તરફ લઈ જા.આ પ્રાર્થના આપણે બધાએ સાંભળી છે, વાંચી છે.કોઈ ના આત્માની શાંતિ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ આત્માને આ જગતરૂપી અંધકારથી  દૂર તારી શરણમાં  આત્માના દિવ્ય પ્રકાશ તરફ લઈ  જા. એ જ ગતિ  સાચી છે.એ સમજવાની મતિ  જ સાચી છે.અજ્ઞાનરૂપી અંધકાર ઓગાળી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જવાની ક્રિયા એ આત્માની પરમાત્મા તરફ જવની ગતિ છે.           હે ઈશ્વર! અજ્ઞાન રુપી અંધકાર મનના કુવેથી ઉલેચી તારા અસ્તિત્ત્વમાં ઓગળી તારામાં પોતાની જાતને     અનુભવીએ. કેમ કે અમારા આત્મામાં રહેલ પરમાત્માને દૂર કરી દીધા પછી હવે ફરીથી એકડો ઘુંટીએ. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)