તારા પ્રેમમાં પાગલ
જો પાગલ એટલે ગાંડા, બરાબર ....આ ભજન તમે બધાએ સાંભળ્યુ હશે.?..........ગાંડા થયા વિના ગોવિંદ પમાય ના,નરસૈયો ગાંડો થયો જુઓ મીરાં મસ્તાનીભકિતના મારગમાં ડગલું ભરાય ના ,ગાંડા થયા વિના ગોવિંદ પમાય ના..........કોઈને હ્રદયના ઊંડાણથી પ્રેમ કરવો, અપેક્ષાઓનું ઈચ્છાઓનું કોઈ બંધન ન હોવુ ., આવો ઉત્કૃષ્ટ પ્રેમ ઈશ્વર પણ ઈચ્છે છે. ભક્ત વત્સલ ભગવાન પ્રેમ કરનાર ભક્તની મદદ કરવા દોડી જાયછે.મીરાંબાઈ ની વાત 'તારી રાહમા' મેં કરી હતી.આજે નરસિંહ મહેતાને યાદ કરીએ. તળાજા ગામ ભાવનગરના વતની નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ હતા. ખુબ ભકિત ભાવથી ભરેલું જીવન અને હ્રદય પણ....તેમનો જન્મ ૧૪૧૪માં થયો હતો..તેમનાં પિતા કૃષ્ણદાસ અને માતા દયાકોર નરસિંહને નાની ઉંમરમાં જ છોડીને અનંતયાત્રાએ ચાલી નીકળેલ. એમનું પાલન પોષણ એમના દાદી જયગૌરીએ કરેલ.આઠ વરસની ઉંમર સુધી તો બોલી નહોતા શકતા.ઈ.સ. ૧૪૨૯માંતેઓના માણેકબાઈ સાથે લગ્ન થયા .મોટાભાઈ બંસીધર સાથે જુનાગઢમાં રહેતા હતા.નરસિંહ મહેતા એકવાર ઘરમાં પિતાનું શ્રાધ્ધ હતું .તેઓ ઘી લેવા દુકાને જાય છે અને ત્યાં જ ચાર- પાંચ કલાક ભજન કીર્તન કરવા બેસી જાય છે. તેઓ ઘરે આવીને જુએ તો બ્રાહ્મણો જમીને ચાલ્યા ગયા હોય છે. તેઓ ભાભીના મ્હેણાથી ઘર છોડીને ગોપીનાથ મહાદેવના મંદિરે જાય છે, ત્યાં શિવ ભગવાન પ્રસન્ન થઈ ને વૃંદાવન ગોકુળના દર્શન કરાવે છે. તેઓ રાધાકૃષ્ણ રાસના દર્શન સમયે એટલા ઓતપ્રોત થઈ જાય છે કે મશાલ પૂરી થયા પછી હાથ સળગવા લાગે છે, તોપણ ખબર પડતી નથી. એ પછી તેઓ અનન્ય ભક્ત બની જાય છે. ઘણાં પદની રચના કરે છે.તેઓને એકવાર નહી અનેકવાર ભગવાન મદદ કરવા આવે છે.તેઓ કુંવરબાઈનું મામેરુ લઈ ને જાય ત્યાં વેવાણ ઉકળતું પાણી આપે છે . નરસિંહજી ઠંડુ પાણી માગે તો આપવાની બદલે મલ્હાર રાગ ગાઈને વરસાવી લો,એવું મહેણું મારે છે. ભગવાન વરસાદ તો વરસાવે છે,મામેરુ પણ એવુ ભરે છે કે જોનાર બધા દંગ રહી જાય છે.ભગવાન કૃષ્ણ શામળશા શેઠનો વેશ નરસિંહ મહેતાના ગીત માં કરેલ વર્ણન જેવો જ દ્વારકામાં લે છે અને યાત્રાળુ પાસેથી હુંડી સાતસો રૃપિયાની સ્વીકારે છે. દીકરાના લગ્નમાં જાન જોડે ત્યારે જાનમાં કૃષ્ણ ભગવાને મોકલેલ જાનૈયા... એમનું જીવન સંઘર્ષ થી ભરપુર હતુ.હરિજન ને ત્યા ભજન કીર્તન કરવા ગયા તો નાત બહાર મૂક્યા.તેઓ નાત જાતમાં માનતા નહી .બધા વૈશ્વણવોને ત્યાં ભજન કરવા જતા. પુત્રનું અવસાન થયું. પત્ની માણેકબાઈનુ મૃત્યુ થયુ તો "ભલુ થયુ ને ભાંગી જંજાળ" એમ કહીને ભક્તિમાં લાગી ગયા. બધા પ્રસંગો ક્રમવાર નથી પણ છે જરુર......વૈશ્વણવ જન તો તેને રે કહીએ ..આ ભજન નરસિંહ મહેતાએ રચેલ છે. પંદરમી સદીમાં ગુજરાતીમાં સૌ પ્રથમ રચના કરેલ હોવાથી આદિકવિ પણ કહેવાય છે. તેઓ દ્વારકાના દર્શને પ્રથમ વાર જતા હતા ત્યારે કરી હતી. જૂનાગઢમાં દામોદર કુંડ સવારમાં બ્રહમમુહર્તમાં ન્હાવા જાય ત્યારે રામગરી રાગમાં પદ ગાતા.તેઓ નાહીને નીકળે ત્યારે રસ્તામાં પ્રભાત રાગમાં પદ ગાતા -ગાતા ઘરે આવતા.પ્રભાત રાગથી પ્રભાતિયું કહેવાય છે. રા' માંડલિક અને મોહમ્મદ બેગડો એમના સમકાલીન હતા. અંત સમયે માંગરોળમાં પરબતદાસ અને રત્નાબાઈ સાથે હતા. નરસિંહ મહેતા ભજનમાં બેઠા હોય ત્યાં પાણી માગે છે ત્યારે રત્નાબાઈ પાણી આપતા હોય,એ એમને રુકમણીજી ઝારીમાંથી પાણી પાતા હોય એવો ભાસ થાય છે અને ઝારીનાં પદ ગાતા ગાતા પ્રાણ છોડે છે. .ઈ.સ.૧૪૮૧માં.એમને ઘણી કૃતિઓ પદો, ભજન રચેલ છે.આજની ઘડી રળિયામણી, કુંવરબાઈનું મામેરુ ,સત્યભામાનું રુસણુ, અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ, સુદામા ચરિત્ર, નાગદમન, વગેરે વગેરે ઘણી રચનાઓ પ્રત, ભજન જોવા મળે છે.હારસમે કૃતિની રચના કેવી રીતે થઈ? જાણો છો?.....તે સમયના રાજા રા' માંડલિક આ બધા પરચામાં માનતા નથી.કૃષ્ણ ભગવાન ના ચમત્કાર નો વિરોધ કરે છે.અને નરસિંહ મહેતા ને જેલમાં કેદ કર્યા અને કહ્યું કે જો દામોદર કુંડ ના મંદિરની મૂર્તિનો હાર તમારા ગળામાં આવે તો હું માનુ કે તમે સાચા ભક્ત છો.નરસિંહ મહેતાએ કેદાર રાગ ગાયો.....સં.પંદરબારોતરી સાતમને સોમવાર વૈશાખ અજવાળીએ,નરસિંહ ને આવ્યો હાર.......આ પ્રસંગનો 'હારસમે' કૃતિમાં ઉલ્લેખ છે. ખરેખર હાર ગળામાં પહેરાય ગયો હતો. રાજાના આવા વર્તનથી તેઓ દુઃખી થઈ માંગરોળ જતા રહ્યા હતા.૧૯૯૯ થી નરસિંહ એવોર્ડ ની શરુઆત થઈ. ગુજરાતી પાઠયપુસ્તકમાં ધો. ૬થીધો.૧૨માં એમની સર્જન કૃતિનો સમાવેશ કરવામાં આવ્યો છે........આમ નરસિંહ મહેતા ઉચ્ચ કોટિના ભક્ત હતા. એમને સાક્ષાત્કાર કૃષ્ણનો હંમેશા રહ્યો. કૃષ્ણ ભગવાનનો પ્રેમ હાજરાહજુર હતો. તેઓનું ખરા હ્રદયનું એક આંસુ કૃષ્ણને ધરતી પર ખેંચી લાવતું.આ હતી પાગલપણાની પરાકાષ્ઠા. કૃષ્ણ પણ તત્પર મદદ કરવા માટે.......આપણને મળશે આવો કૃષ્ણ પ્રેમ. ...!મળશે ,મળશે,જરુર મળશે,વ્હાલો કાનો રે.કૃષ્ણ ભગવાન દરેક પરચામાં જાણે કહે છે કે હું તારા પ્રેમ માં પાગલ છું. .........
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)