મીરાં - રાહમાં
રાહ જોવી આમ તો સામાન્ય શબ્દ. રોજની વાત કરુ તો ઘણાં બપોરે જમવા આવે કે ટિફિન લઈ જાય તો ચાર કે આઠ કલાક રાહ જોવાની. બહારગામ હોય તો અઠવાડિક, પખવાડિક રાહ જોવાની થાય એવુ બને. વિદેશ હોય તો કે એક -બે મહિને , કે વધારે સમયગાળો પણ રાહ જોવાની થાય. આમાં પતિ પત્ની, બાળકો, દાદા -દાદી બધાની રાહ જોવાતી હોય. પ્રેમી પંખીડા ને રાહ જોવી એટલે લેખક-કવિને લખવા માટે મળતો વિષય. સરહદે રહેલ સૈનિક ની રાહ માતા -પિતા, પત્ની ,બાળકો ,ભાઈ - બહેન જે આતુરતાથી જુએ છે,એની તોલે કોઈ ન આવે........કારણકે એ બધા રાહ તો જુએ જ છે કે આવે પરંતુ નિરંતર ડર અને માનસિક તૈયારી સાથે રાખીને જીવે છે કે તિરંગામાં લપેટાઈને ન આવે. સાથીની રાહમાં કોઈ જીંદગી પૂરી કરે એનું શ્રેષ્ઠ ઉદાહરણ મીરાંબાઈ. બધાને ખબર છે છતાં ટુંકમાં કહુ તો મીરાંબાઈ નાના હતા ત્યારે એની માતા માથું ઓળી આપતા હોય છે. મીરાં ને માથામાં તેલ નાખી ચોટલો વાળતાં વાળતાં ભાવિ જમાઈ વિશે વિચારે છે. ત્યાં શેરીમાં ઢોલ -નગારાંનો અવાજ આવે છે.મીરાંબાઈ માતાને પુછે છે કે આ શું છે? માતા કહે છે કે જાન આવી છે હવે લગ્ન થશે. મીરાં પાછુ પુછે છે કે મા ! મારા લગ્ન કોની સાથે કરશો? માતાને થયુ કે આ પાંચ- સાત વરસની છોકરીને શું સમજાવવું.? એટલે મંદિરમાં ગિરિધર ગોપાલ ની મૂર્તિ બતાવીને કહે છે કે આ તારા પતિ. મીરાંબાઈ મોટા થઈને સમજી જશે એવુ એમની માતા માનતા હતા. પરંતું મીરાંબાઈએ માતાનું વાક્ય પોતાના જીવન સાથે વણી લીધું. મીરાંબાઈ બાળપણથી અનન્ય ભક્તિના રંગે રંગાઈ ગયા. બાળપણથી જ ગિરિધર ની સેવા ભક્તિથી એટલા પ્રસન્ન હતા કે તેમને યુવાન વયે લગ્ન કરવાની જ ના પાડી દીધી હતી. પરંતુ માતા પિતાના અતિશય આગ્રહથી તેમને મેવાડના રાણા ભોજ સાથે પરણાવી દીધા. પરંતુ એમની ભક્તિને ગાંડપણ ગણી કોઈ સન્માન ન મળ્યું પતિનું અવસાન થયું. દિયરે ઝેરનો કટોરો મોકલ્યો. પ્રભુ ગિરિધરે ઝેરને અમૃત કરી દીધું. મીરાંબાઈ વૃંદાવન ગયા. ત્યાંથી દ્વારકા આવ્યા. નિર્દોષ મીરાંબાઈ ને મેવાડ છોડવું પડ્યું, તેના લીધે મેવાડમાં વરસાદ પડવો બંધ થઈ ગયો. ઘણાં વરસોના દુષ્કાળ પછી મેવાડથી મીરાંબાઈ ને તેડવા રાજ પરિવારના સભ્યો આવ્યા. મીરાંબાઈ મેવાડ પાછા જવું કે નહી એ પુછવા મંદિરના ગર્ભગૃહમાં ગયા. ગિરિધર ગોપાલની ભક્તિ કરવા લાગ્યા. મેં તમને પતિ માન્યા છે .તમે જ કહો સાથી તારી રાહમાં મારે શુ કરવાનું છે? ભગવાને હાથ લાંબા કર્યા ને મીરાંબાઈ મૂર્તિમાં સમાઈ ગયા. મીરાંબાઈએ સાચી રાહ જોઈ. સાથી તારી રાહમાં ને સાર્થક કર્યું. આટલી રાહ જોવાનું કાર્ય પ્રેમ, વિશ્વાસ ને ભક્તિથી સરળ અને શક્ય બન્યું.ઐસી લાગી લગન, મીરાં હો ગઈ મગન,વો તો ગલી ગલી હરિગુન ગાને લગી મીરાં રાની દિવાની કહાને લગી............ ઈશ્વર ને પ્રેમ કરી જીવન સાર્થક બનાવીએ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)