પાછલો જન્મ

24 નવેમ્બર 2021By Vandana Patel
પાછલો જન્મ રામાયણના પ્રસંગ (૧) કૈકેયીનો શ્રાપ - ચૌદ વર્ષનો વનવાસ.કૈકયી પસ્તાવારુપે શ્રીરામ પાસેથી વચન લે છે કે આગલા જન્મે હું જ તારી માતા બનું. શ્રીરામ હા પાડે છે.(૨) વાલીને શ્રીરામનું તીર લાગે છે.વાલી: તમે ભગવાન છો. હું નસીબદાર કે મને તમારા હાથે મોત મળ્યું. પણ આપણા બંનેની તો કોઈ દુશ્મનાવટ નથી.આગલા જન્મમાં હું તમને તીર મારીશ. મારા પુત્ર અંગદને તમારી શરણમાં લો.શ્રીરામ હા પાડે છે.કૃષ્ણાવતાર-(૧) કૈકયી એ જ દેવકી :- ચૌદ વરસે શ્રીકૃષ્ણ કારાગૃહથી માતા પિતા અને નાનાજી ને છોડાવે છે. ચૌદ વર્ષ નો હિસાબ બરાબર.....(૨)શ્રીકૃષ્ણ ભગવાન ભાલકા તીર્થ (પ્રભાસપાટણ) માં પીપળાના વૃક્ષ નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય છે. થોડું લંબાવી મૃત્યુની રાહ જોઈ રહ્યા. સોનાની દ્વારકા દરિયામાં ગર્ત થઈ ગઈ. માનવ કાર્ય પૂર્ણ થતા અંતિમ ઘડીની પ્રતિક્ષા કરતા હતા.પાછલા જન્મ નાં વાલી અને આ જન્મના શિકારીનું તીર ભગવાન શ્રીકૃષ્ણના પગના તળિયે વાગ્યું. બલરામ બેઠા બેઠા સમાધિમાં લીન.....ને શેષનાગ દરિયામાં અંતરધ્યાન થઈ ગયા. *********** ભગવાને મનુષ્ય જન્મ ધારણ કર્યો એટલે કર્મ કરવા અને ચુકવવા જ પડે. દ્રોપદીએ એક વાર ભગવાન શ્રીકૃષ્ણની આંગળીએ કંઈક વાગી જતા બાંધેલ પાટારુપે સાડીના લીરાના તાંતણામાંથી હસ્તિનાપુર રાજસભામાં એટલાં ચીર પૂર્યા કે દુઃશાસન ખેંચતા ખેંચતા થાકી ગયો.*********************આમ, પાછલો જન્મ જે કર્મ ઉદયમાં લાવે સુખ, દુઃખ, ખુશી, આનંદ, હતાશા વગેરે ભોગવવા કે ચુકવવા પડે. ક્યારેક આપણને સારું ફળ પણ આપી જાય.....જેમકે નોકરી સારી, વહુ સારી, નોકરચાકર સારા, સગાંસંબંધીઓનો સહકાર સારો ...... આજ્ઞાંકિત બાળકો......પડોશી સારા.....વગેરે વગેરે.... 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)