દિલનો રસ્તો - વિદર્ભ
પ્રેમ જેનાથી થાય એને જ પામવો એ પ્રેમની પરાકાષ્ઠા કહેવાય.....એક તરફી પ્રેમ વિશે બધાએ સાંભળ્યુ છે. પરંતુ કોઈએ એવું સાંભળ્યું છે કે હું તમારી રાહ જોઈશ. મને પરણવા આવજો. કોઈ દિવસ એકબીજાને જોયા ન હોય, મળ્યા ન હોય, ફોન પણ નહી તો ...દિલને રસ્તે જવું કેમ.???? તો ચાલો અલૌકિક પ્રેમના દર્શન કરીએ . દિલનો રસ્તોકયાંથી ક્યાં સુધી લઈ જશે.? દ્વારકાના રાજા રણછોડ પાસે કોઈ વિદ્વાન બ્રાહ્મણદેવે આવીને એકાંત માગ્યું. શ્રીકૃષ્ણને તો આશ્ચર્ય થયું. નમ્રતાપૂર્વક નમસ્કાર કરીને બેસવા માટે આસન આપ્યું.આગંતુક બ્રાહ્મણદેવ પણ નમ્રતાપૂર્વક નમસ્કાર કર્યા. કૃષ્ણે ઉતમ ફળફળાદિ તથા જલપાનની વ્યવસ્થા કરાવી. પછી આવવાનું પ્રયોજન પુછ્યું. બ્રાહ્મણદેવ બોલ્યા કે હું વિદર્ભ દેશનો રહેવાસી. રાજા ભીષ્મકના પુત્રી અને અમારાં રાજકુમારીનો સંદેશ લાવ્યો છું. પ્રેમ નો પ્રથમ પત્ર તમને લખ્યો છે. મને સાક્ષી રાખ્યો છે. રાજકુમારી તમારા સિવાય કોઈ સાથે લગ્ન નહી કરે. તમે શાંતિથી વાંચી લો. મને રજા આપો .હું નીકુળું. કૃષ્ણએ આશ્ચર્યથી પુછયુ જવાબ લઈને નહી જાવ.? બ્રાહ્મણદેવે ના પાડીને કહ્યુ, કે અમારી રાજકુમારીને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. બ્રાહ્મણદેવના ગયા પછી શ્રીકૃષ્ણે પ્રેમપત્ર વાંચ્યો. આપણે તો અધીર બધિર થઈ ને દરવાજા બંધ કરી દઈએ.પ્રેમ એવો હિલોળે ચઢે કે યા..હુ..ચાહે કોઈ મુજે....ના , પણ અહીં તો કૃષ્ણ ગંભીર થઈ ગયા. ખૂબ વિચાર્યા પછી પત્ર વાંચવાનું ચાલુ કર્યુ. હે ત્રિભુવનસુંદર! તમારા ગુણોને જે સાંભળે એના કાનોથી હ્રદયમાં પ્રવેશ કરે છે. એક એક અંગોના તાપ અને જન્મ -જન્મની જવાળા શાંત કરી દે છે. તમારા રૂપ સૌંદર્યને નેત્રોવાળા જે જીવોના નેત્રો માટે ધર્મ , અર્થ , કામ ,મોક્ષ આ ચારેય પુરુષાર્થ ના ફળ તથા સ્વાર્થ પરમાર્થ બધુ જ છે. એ શ્રવણ કરીને હે! અચ્યુત, મારું ચિત્ત લજ્જા અને શરમ બધું છોડીને તમારામાં પ્રવેશ કરે છે. હેશ્યામસુંદર! તમારે જે દ્રષ્ટિએ જોવું હોય...કુળ ,શીલ ,સ્વભાવ ,સૌંદર્ય ,વિદ્યા,,અવસ્થા ,ધન, ધાન્ય, આ બધામાં તમે અદ્વિતીય છો. આ પૃથ્વી પરનાં બધા મનુષ્ય તમને જોઈને શાંતિનો અનુભવ કરે છે.આનંદિત થાય છે. તમે પુરુષોમાં આભૂષણ છો. .શ્રેષ્ઠ છો. હવે તમે જ કહો એવી કઈ કુલવતી મહાગુણવંતી , ધૈર્યવતી કન્યા હશે કે જે વિવાહયોગ્ય હોય એ સમય આવ્યે તમારું વરણ (પસંદગી) ન કરે? એટલા માટે મેં તમને પતિ રૂપે વરણ કર્યા છે. હું તમને આત્મસમર્પણ કરી ચુકી છું. તમે અંતર્યામી છો. મારા હ્રદયની વાત તમારાથી ગુપ્ત નથી. તમે અહીં આવીને મને પત્નીસ્વરૂપે સ્વીકાર કરો. હે કમલનયન! પ્રાણવલ્લભ! હું તમારા જેવા વીરને સમર્પિત થઈ ચુકી છું. હું તમારી છું. જેમ સિંહ શિયાળ ને અડી લે તેમ શિશુપાલ મારો સ્પર્શ ન કરે, મેં જો જન્મોજન્મ દુર દુર સુધી કુવા તળાવ ખોદાવ્યા હોય, ઈષ્ટ,યજ્ઞાદિ કાર્ય કર્યા હોય હોમહવન કર્યા હોય, દાન, નિયમ, તપ, ધર્મ તથા દેવતા બ્રાહ્મણ તથા ગુરુ વગેરેની ની પુજા દ્વારા ભગવાન પરમેશ્વરની આરાધના કરી હોય, તેઓ મારા પર પ્રસન્ન હોય તો ભગવાન શ્રીકૃષ્ણ આવીને મારુ પાણીગ્રહણ કરો. શિશુપાલ કે અન્ય કોઈ પુરુષ મને અડી ન શકે. પ્રભુ તમે અજીત છો. જે દિવસે મારા વિવાહ થવાના હોય તેના એક દિવસ પહેલાં અમારી રાજધાનીમાં ગુપ્ત વેશે આવી જજો.મારું પાણિગ્રહણ કરજો. તમને થશે કે હું તો અંતઃપુરમાં હોઈશ.મારા ભાઈઓને માર્યા વગર કેવી રીતે સંભવ થશે? તો એનો રસ્તો એ છે કે અમારા કુળમાં નિયમ છે કે વિવાહના એક દિવસ પહેલાં કુળદેવીની દર્શન કરવા જવુ પડે. નગરની બહાર ગિરજાદેવીના મંદિરે જવાનું હોય. હે કમલનયન! ઉમાપતિ શંકરના સમાન , મોટા મોટા મહાપુરુષ તમારા ચરણધૂલમાં સ્નાન કરવા ઈચ્છે છે. જો હું આ પ્રસાદ નહીં મેળવી શકું તો વ્રત દ્વારા શરીર સૂકવીને પ્રાણ ત્યાગ કરી દઈશ. ભલે ઘણાં જન્મ લેવા પડે પણ ક્યારેક તો તમારી કૃપા અવશ્ય થશે.... -- વિદર્ભ રાજકુમારી, જે મનથી તમને જ વરેલી, રુકમિણી. આ પત્ર વાંચતા તમો બધાને અનુભવ થયો હશે કે રુકમણીજીએ કાલાવાલામાં કેટલાં બધા જુદા- જુદા નામ કૃષ્ણના લીધા છે.એ જ તારણહાર છે. સર્વસ્વ છે. બંનેએ ક્યારેય એકબીજાને જોયા નથી, મળ્યા નથી. એટલે અહીં રૂપનો સવાલ જ નથી .ઉત્કૃષ્ટ પ્રેમના દર્શન જ થાય છે.એક બાજુ શિશુપાલ કૃષ્ણ નાં સગા ફોઈનાં દીકરા થાય. બીજી બાજુએ મદદનો પોકાર.... શ્રીકૃષ્ણ ને હ્રદય થી બોલાવે જે કોઈ સર્વ કાર્ય પડતાં મુકી હાજર થઈ જાય.. દ્રૌપદી એ ચીરહરણ સમયે ખરાં હ્રદયથી યાદ કર્યા હતા, ને લાજ બચાવી. સભામાં હાજર ભીષ્મ,દ્રોણાચાર્ય ધૃતરાષ્ટ્ર વગેરેની મદદ માગી, કંઈ જ ન વળ્યુ ત્યારે દ્રૌપદીએ હે ગોવિંદ! નો પોકાર કર્યો હતો. આમ, જે યાદ કરે એને મદદ કરવા તત્પર. રુક્મણીના વિવાહના એક દિવસ પહેલાં જઈ મંદિરમાં મળે છે. ત્યાંથી જવા માટે રથ રુકમણી જ ચલાવે છે. શ્રીકૃષ્ણ શંખનાદ કરીને ઘોષણા કરે છે કે હું રુકમણીને અપહરણ કરીને નહી પણ મારી સાથે લઈ જાઉં છું. બલરામજી આવ્યા. શંખનાદનો અવાજ ઓળખીને રુકમણીના ભાઈ રુકમી, અને શિશુપાલ પણ આવ્યા. યુદ્ધ થયુ. શ્રીકૃષ્ણ- બલરામ જીત્યા. માધુપુર માં શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ થયા. રુકમણીનો સંદેશ (પ્રેમ પત્ર) શ્રીકૃષ્ણનાં દિલનો રસ્તો બતાવે છે. કહેવાય છે કે દુનિયાનો પહેલો પ્રેમ પત્ર હતો.આપણે પણ શ્રીકૃષ્ણ ના દિલમાં સ્થાન મેળવવું હોય તો આ ભક્તિ માર્ગ નો રસ્તો ઉતમ છે.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)