ગુરુ- ચેલો.
એક સમયની વાત છે. જ્યારે શિષ્ય બધી વાત ગુરુજીની માનતા . દરેક આજ્ઞાનું શબ્દ શઃ પાલન કરતા. આવા એક સમયે ગુરુ શિષ્ય એક ગામથી બીજે ગામ પગપાળા પ્રવાસ કરતા રહેતા. ચોમાસાના ચાર મહિનાઓ એક જગ્યાએ સ્થિર થઈ ને રહેતા . કોઈ સાથે માયા મોહથી બંધાઈ ન જવાય એટલા માટે ગામની બહાર ઝૂંપડી બાંધીને રહેતા હતા. શિષ્ય ગામમાં ભિક્ષાટન માટે જતો.એક વખત ધોધમાર વરસાદ તુટી પડ્યો .સાંજના સમય હતો. ગુરુજીએ કહ્યુ કે સંધ્યાવંદન જાપ પુજા કરી ફળાહાર કરી લઈશું. પણ આ શિષ્ય જરા અવળો હતો. ભૂખ્યા ભજન ન થાય ગુરુજી. એમ કહી બપોરની લાવેલ ભિક્ષા આરોગવા બેસી ગયો. સાંજ થી રાત થવા લાગી. ગુરુજીએ શિષ્યને કહ્યુ કે જા દરવાજો બંધ જ છે ને ? જોઈ લે. .પવન વધારે ફૂંકાયો તો દરવાજો તુટી જશે. શિષ્યે જવાબ આપ્યો બંધ જ હશે , તો જ ભટકાવાનો અવાજ ન આવે ને ! અમથું જોવા જાવાનું. ત્યાં થોડી વાર થઈ ને ખખડવાનો અવાજ આવ્યો. ગુરુજીએ કહ્યુ કે જો તો જરા. શિષ્યે કહ્યુ કે ઉંદર હશે તમતમારે સુઈ જાવ.બુદ્ધિમાન શિષ્યે દીવો કર્યો હતો . બિલાડી ની પીઠ પર મુક્યો હતો. ત્યારે બિલાડી સુતી હતી. થોડી વાર થઈ, ગુરુજીને નીંદર નો'તી આવતી. ગુરુજીએ શિષ્ય ને કહ્યુ કે દીવો ઓલવી નાખ. અંધારુ થશે તો કદાચ ઊંઘ આવી જાય. બુદ્ધિમાન શિષ્યે કહ્યુ કે તમે આંખ બંધ કરી દો એટલે અંધારુ એની જાતે જ થઈ જશે. ગુરુજી તો અકળાઈ ગયા. આ શિષ્ય તો ચેલો પણ ન થઈ શકે. ચીંધ્યા કામ કરે એને કદાચ ચેલો કહેતા હશે. કામની સાથે જ્ઞાન મેળવે એ કદાચ શિષ્ય ની લાયકાત કહેવાતી હશે..ગુરુજીને લાગ્યુ કે આની સાથે રહીશ તો મારું કલ્યાણ પણ નહીં થાય. એટલે વિચારીને છેલ્લુ કામ ચીંધ્યુ. ગુરુજીએ શિષ્યને પાણી આપવાનું કહ્યુ .શિષ્ય આકુળ વ્યાકુળ થઈ ગયો. ગુરુજીને કહી દીધુ બિલાડી જાગી જશે તો દીવો ઓલવાઈ જશે. અવાજ કર્યા વગર આ એક કામ તમે જાતે કરી લો. આટલા ચીંધેલા કામ મેં કર્યા તો એક કામ તમે કરી લો. ગુરુજીએ શિષ્યને કહ્યુ કે અવાજ થાય કે ન થાય બિલાડીની પીઠ ગરમ થશે ત્યારે ઊભી થઈ ને ઠેકડો મારવાની જ .આવા અખતરા ન કરાય. ગુરુજી જાતે પાણી પીને સુવા જતા હતા ત્યાં તો બિલાડીને પીઠ પર ગરમ લાગવાથી ઊભી થઈ ને ભાગી. દીવો નીચે પડતા જ ઓલવાઈ ગયો હતો. ગુરુજીએ કહ્યુ કે આગ લાગી હોત તો ઝૂંપડી પણ સળગી જાત. જવાબ આપ્યા વગર જ એક ચેલો આવો પણ કે જે ઘસઘસાટ સુઈ ગયો. ગુરુજીએ નક્કી કરી લીધુ કે સવારે ચેલાને લીધા વગર જ પોતાની યાત્રા આગળ ધપાવશે. સવારે ચેલાને સુતો મૂકી ગુરુજીએ પોતાની યાત્રા આગળ વધારી. એક બિલાડી આવી પણ જે સેવા આપીને ચાલી ગઈ. એક અબોલ જીવ પીઠ પર ગરમ દીવો રાખી શકે એ પણ ઋણાંનુબંધ વગર શક્ય નથી.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)