આઈપીએલ - જીવન

14 ઓગસ્ટ 2024By Vandana Patel
આઈપીએલ - જીવન આ વિષય જ રમતનો... પણ અત્યારે મને ભગવાનની કહેલી વાત યાદ આવેછે.....   તમને જાણીને નવાઈ  લાગશે કે  આ રમતની વાતમાં વળી ભગવાન  ???? હા, મને તો વિષય વાંચીને તરત યાદ આવી ગયુ કે આપણું આયુષ્ય વીસ વરસથી પચ્ચીસ વરસનું જ નક્કી થતુ હતુ. આ એંસી કે નેવુ કેમ થયું.?  તો ચાલો જોઇએ કેમ  ,કેવી રીતે , ક્યાં શું  થયુ......????       એકવાર ભગવાને ગધેડાને, કૂતરાને, વાંદરાને અને માણસને  પોતાની પાસે બોલાવ્યા. ચારેય ને પૃથ્વી પર મોકલવાની વાત કરી. ભગવાને પહેલાં ગધેડાને કહ્યુ કે તને ત્રીસ વરસનું આયુષ્ય આપુ છુ. ભાર વહન કરજે. માનવજાતને મદદ કરજે. ગધેડાએ ના પાડી કે હે !પ્રભુ, ફક્ત વજન જ ઉપાડવો હોય તો દસ વરસ જ આયુષ્ય આપો. વીસ વરસ પાછા લઈ  લો.ભગવાને હા પાડી વીસ વરસ પાછા લઈ લીધા.પછી કૂતરાને કહ્યુ કે તને ત્રીસ વરસનું આયુષ્ય આપુ છું. બટકું રોટલો માનવ આપે એ ખાજે અને એનાં ઘરની ચોકી કરજે. કુતરાએ ના પાડી કે બટકું  રોટલા માટે દસ વરસ જ બરાબર છે.વીસ વરસ પાછા લઈ  લો. ભગવાને હા પાડી, વીસ વરસ પાછા લઈ લીધા.પછી વાંદરાને બોલાવીને કહ્યુ કે  તારે ત્રીસ વરસ ઠેકડા મારવાના.એક ડાળ થી બીજી ડાળ કુદવાનું. જા મજા થી પૃથ્વી પર બાળકોનું મનોરંજન કરજે.વાંદરાએ  ના પાડી .પ્રભુ! મને પણ દસ વરસ આપો ,વીસ વરસ પાછા લઈ  લો. ભગવાને હા પાડી... હવે માણસને કહ્યુ કે વીસ થી પચ્ચીસ વરસ સુખેથી જીવજે. જા પૃથ્વી પર આનંદ કરજે.માણસ કહે હે પ્રભુ! આટલા વરસમાં શુ થાય ? તમે આ બધા પાસેથી વીસ -વીસ વરસ લીધા છે એ મને આપી દો. ભગવાન  હસવા માંડ્યા. ભગવાને માણસને બધાના વીસ  વીસ  વરસ   આપ્યા.   હવે   જુઓ પૃથ્વી પર  .....  માણસ સારી રીતે વીસ પચ્ચીસ વરસ જ જીવે છે. લગ્ન થાય એટલે જવાબદારીઓ અને કમાવાની લ્હાયમાં ગધેડાની જેમ વીસ વરસ ભાર વહન કરે છે.નિવૃત થાય એટલે કૂતરાની જેમ દીકરાના ઘરની ચોકી કરે.દીકરો ને વહુ એની રીતે બહાર જાય ત્યારે ઘર સાચવવામાં બીજા વીસ વરસ જાય છે. હવે વૃધ્ધ થાય પછી  એક દીકરા ના ઘરેથી બીજા દીકરાના ઘરે જાય એટલે કે એક ડાળથી બીજી ડાળ..અને બાળકોનું મનોરંજન કરવાનું એટલેકે પૌત્ર પૌત્રીને રમાડવાના, ઘોડો બનવાનું વગેરે..છેલ્લા વીસ વરસ પસાર થઈ જાય. ભગવાન નું તેડું આવી જાય.         આ તો ઉદાહરણ માત્ર છે. કોઈની લાગણીઓ ને ઠેસ પહોંચી હોય તો માફ કરશો. .......આપણાં  આત્માનાં કલ્યાણ  માટે  સત્કાર્ય અને કરુણાં  રુપે  બે રન, જરુરતમંદને સહાયતા અને ઉદારતા રુપે ચાર રન,  દાન રુપે છ રન મેળવતા રહીએ. ભગવાને આઈપીએલ જેટલું આયુષ્ય આપ્યું છે એમ માની  ધર્મ કર્મ સત્યને અનુસારતા રહીએ....     ઘર સાચવવા અને પૌત્ર પૌત્રીને મોટા કરવામાં સંસ્કાર નો વારસો આપીશું.એ ઘરના કાર્ય છે. એ કરવામાં કોઈ નાનમ નથી........ 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)