અન્નદાતા
પહેલો અન્નદાતા ખેડૂત વર્ગ જ ગણાય.ખૂબ કરે મહેનત, સહન કરે ટાઢ ને તાપ,વરસાદ ને કાચું સોનું માનીને નીચોવી નાખે જાત,પોતાના પરિવાર ની સાથે સાથે સમગ્ર જગતનો તાત. પરંતુ એક ના અનેક કરી આપે છે ભગવાન. તો એમ ને કેમ વિસરાય?બીજુ સ્વરૂપ યાદ આવે જનની ,આપણે માતાને પગે લાગીએ ત્યારે કહેશે કે પહેલાં ભગવાન ને પગે લાગ.જનની જાત જાતના ભોજન બનાવે,વડીલોને બાળકોને પ્રેમથી જમાડે,પતિને પરમેશ્વર માનીને પીરસે, સાક્ષાત અન્નપૂર્ણા નો અવતાર. ડેલીએ થી ન કોઈ ભુખ્યું જાય,તરસ્યાં ને પાણી પાય,સાધુ-સંત આશિષ દેતા જાય,જનની નું કોઈ મૂલ ન થાય .જનની ની રચના કરનાર ભગવાન ક્યારેય પોતાના પ્રશંસકોની સંખ્યા વધારવાની કોશિષ નથી કરતાં કે અપેક્ષા પણ નથી રાખતાંકે આપણે પાંચ મિનિટ કાઢીને તેમની સમીપ બેસીએ.હા, જો સમીપ બેસીને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તો દિવસભર નો થાક તો ઉતરી જ જશે,પરંતુ ખુશી , આવક અને શાંતિ પણ અઢળક મળશે. તો આમાં ભંડાર ભરેલાં રહેશે એ સંકેત તો તમે સમજી જ ગયા હશો. આ બધામાં મુખ્ય છે ધરતીમાતા.એક બીજને અનેકમાં ફેરવે. ભગવદ્ કૃપા રૂપી યોગ્ય ઠંડી તાપ અને વરસાદ ની મદદથી દરેક પાકને અનુકૂળતા બક્ષે.ન કોઈ વળતર લે , ન કોઈ પૂજા અર્ચનાની આશ,ખેડુ હળ ચલાવે , પાડે હૈયામાં (ધરતીના) ચાસ, ન કોઈ આહ કે ન કોઈ ચીસન રાખે કોઈથી કોઈ 'દી રીસ.નોકરિયાત વર્ગ માટે એના માલિક પણ અન્નદાતા જ કહેવાય. પરંતુ મનુષ્ય ક્યારેય પોતાના હોદાનું અભિમાન ન કરે મદદરૂપ થવાને ઈશ્વર કૃપા સમજે તો સમગ્ર વિશ્વ નો અન્નદાતા ત્રુઠ્યા વગર ન રહે. જય શ્રી ભગવાન. જય શ્રી જગતનો તાત. જનનીનો જય જયકાર. જય ધરતીમાંજય માં અન્નપૂર્ણા.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)