૩૧મી ડિસેમ્બરની પાર્ટી - ( સિનેમા સ્પર્ધા )

25 ડીસેમ્બર 2021By Vandana Patel
૩૧મી ડિસેમ્બરની પાર્ટી - ( સિનેમા સ્પર્ધા ) સ્થળ:- એક બંગલોઆ બંગલામાં એક સુખી-સંપન્ન કુટુંબ રહેતું હતું. આ કુટુંબમાં રાજનભાઈ પોતાના પત્ની રશ્મિબેન અને બાળકો સાથે રહેતા હતા. એમનો દીકરો શિવ બહારગામ ગયો હતો. રાજનભાઈ ઓફિસે અને રશ્મિબેન મંદિરે જવા નીકળી ગયા હતા.વહુ શિવાની અને દીકરી રાધિકા ઘરે હતા.ઘરની અંદર:- ડાઇનિંગ રૂમરાધિકા : ભાભી એ ભાભી......મારું ટિફિન ન બનાવતા.શિવાની: પણ રોજ રોજ બહારનું......રાધિકા:   કેન્ટીનમાં નાસ્તો કરવો એ મારો મોભો કહેવાય.            તમારી કોલેજમાં કેન્ટીન હોય તો ખબર પડે ને!          શિવાની:  સમજણ અને રિજલ્ટને મહત્વ આપો. નહી તો              પસ્તાવા સિવાય કંઈ હાથ નહીં લાગે.                રાધિકા: બસ, આવું અપશુકનિયાળ જ બોલજો. મારું સારું             જોઈ શકો તો ને......                                           રાધિકા પગ પછાડતી જતી રહે છે. શિવાની  રાધિકાનો રુમ વ્યવસ્થિત કરી નીચે આવે છે. રાધિકાના મોબાઇલમાં રીંગ વાગે છે. કયારની વાગતી હશે...રાધિકાનો રુમ ઉપર હોય છે એટલે ત્યાંથી નીચે આવતા શિવાનીને વાર લાગે છે. થોડીવાર પછી પાછી રીંગ આવતા શિવાની મોબાઈલ ઉઠાવે છે. હલ્લો બોલે એ પહેલા જ.... કોઈ છોકરો : હે બેબી... ઘરેથી નીકળી કે નહીં. જો                     આવતીકાલે સાંજે નવ વાગ્યે રોયલ ક્લબમાં                  જવાનું નક્કી કર્યું છે. ૩૧મી ડિસેમ્બરની પાર્ટી...                  રાત્રે મોડા જ ઘરે આવીશું.શાલિની કંઈ બોલે એ પહેલા જ ફોન કટ થઈ જાય છે. ... ..ત્યાં તો રાધિકા ધડાધડ ઘરની અંદર આવે છે. એક તો ગઈકાલે દોસ્તો જોડે રહેવાયું નહીં, ને મોબાઇલ ઘરે ભૂલાઈ ગયો હોવાથી અડધેથી પાછું આવવું પડયું. (રાધિકાના પપ્પાએ ગઈકાલે સાંજે રાધિકાને બહુ મોડુ થઈ ગયું હોવાથી ફોન કરી બોલાવી લીધી હતી.)શાલિનીના હાથમાં ફોન જોતા રાધિકા ખુબ ખુબ ગુસ્સામાં ન કહેવાનું કહી બેસે છે. તમે નાના શહેરની છોકરીઓનેએટલી પણ ખબર નથી પડતી કે કોઈના અંગત ફોન પણ હોય શકે. અંગત નું મહત્વ ખબર છે તમને.....શિવાની : તમે મારા અંગત છો એટલે જ ઉપાડ્યો હતો.                          રાધિકાના કોલેજ ગયા પછી શિવાની વિચારમાં પડી જાય છે.  આ છોકરો કે જે રાધિકાને બેબી કહીને બોલાવતો હતો. કોણ હશે એ?.... હું રાધિકાનું ધ્યાન રાખીશ તો જ મારા મમ્મી પપ્પાનું ગૌરવ જળવાશે. ભલે રાધિકા મારું અપમાન કરે, હું એને ધ્યાનમાં નહીં લઉં. . અત્યારે કોઈને કંઈ કહીશ તો કોઈ માનશે નહીં. શિવાની પોતાની જાત સાથે વાત કરી રસોઈમાં વ્યસ્ત થઈ જાય છે.**************                     ફોનની રીંગ વાગતી રહે છે.......શિવાની જુની યાદોમાંથી બહાર આવતા પોતાનો મોબાઈલ ઉઠાવે છે.રાધિકાનું નામ વાંચતા જ ખુશીથી ઉછળી પડે છે. સ્થળઃ- રાધિકાનું વિદેશનું ઘરશિવાની : હેલ્લો, જય શ્રીકૃષ્ણ રાધિકા..રાધિકા: હાય ભાભી, તમે તો એવા જ જુનવાણી રહ્યા.શિવાની: હમ્મમ.... તો શિવ ઓફિસેથી જમવા આવે ત્યારે             કહી દઉ ને કે ૩૧મી ડિસેમ્બરની પાર્ટીમાં....રાધિકા : અરે! તમે તો સ્માર્ટ થઈ ગયા ને બ્લેકમેલ કરતા પણ શીખી ગયા. પણ મને ખબર છે તમે કોઈને કંઈ નહીં કહો.શિવાની : હા, અમુક વાતો પર પડદો જ સારો..રાધિકા : ભાભી, હું ભારત આવું છું. પૂરા પાંચ વરસે.....શિવાની : સરસ, સરસ, એકલા જ આવો છો કે...વચ્ચેથી રાધિકા :  ના, તમારી ભાણી કે ભાણો પણ સાથે આવે છે. હું મમ્મી બનવાની છું. શિવાની : શું વાત કરો છો? ઓહ, મમ્મી તો ખુશીથી ગાંડા થઈ જશે. શિવ, શિવ તો કેટલા સમયથી આ સમાચારની રાહ જુએ છે. પપ્પાએ તો નક્કી કર્યું હતુ કે રાધુ આવશે કે તરત જનિવૃત્તિ જાહેર કરશે. હું તો ખુબ ખુબ ખુશ છું. તમે ટિકિટનાફોટો મોકલી દો. અમે એરપોર્ટ આવી જઈશું. રાધિકા : અરે! મારી વાત તો સાંભળો. મારા સાસુ સસરા પણ આવે છે. એટલે પહેલા અમે એ ઘરે જ જશું. પછી ત્યાંથી આવીશું. શિવાની: સારુ, સારુ. હું સ્વાગતની તૈયારી કરી લઉ. .રાધિકા : સારું ચાલો, બધાને સમાચાર આપી દેજો. હું ફોન રાખું. આવજો ...જય શ્રીકૃષ્ણ.શિવાની : જય શ્રીકૃષ્ણ.*********************શિવાની પાછી પાંચ વરસ પહેલાંની પાર્ટીની યાદમાં સરી જાય છે.ધડાધડ કરીને જતી રહેલી રાધિકા સાંજે કોલેજથી આવીનેશિવાની પર રીતસર વરસી પડે છે. તમારે મારી વાતમાં કંઈ માથું મારવાની જરુર નથી. હું મારું જોઈ લઈશ. તમારાસંસ્કારમાં પાર્ટી એટલે શું? ખબર પણ છે તમને? સંકુચિત મગજ હોય એને એવું જ દેખાય. આવતીકાલે હું પાર્ટીમાં જઈશ જ.               રાધિકા રુમમાં જતી રહી. શિવાની રડી પડે છે. શિવાની ઘરની આબરું માટે કંઈ બોલતી નથી. પાર્ટી ન કરીએ એટલે સભ્ય ન કહેવાય? પોતાનું ધ્યાન રાખવું એ સંકુચિત માનસ કહેવાય?- મનમાં બોલે છે. ઈશ્વરને પ્રાર્થના કરે છે કે યોગ્ય રસ્તો બતાવજો. આ ઘરની આબરું સાચવજો. મને એમાં નિમિત્ત બનાવશો તો મારું કર્તવ્ય હું નિભાવીશ.                         બીજા દિવસની રાત્રે  નવ વાગ્યે રાધિકા ઘરેથી પાર્ટીમાં જવા નીકળી જાય છે. મમ્મી પપ્પા કોઈની ઘરે સત્યનારાયણની પૂજામાં ગયા હતા. રાધિકાએ શિવાનીને કંઈ કહેવાની જરુર ન લાગતા નીકળી જાય છે.                      શિવાની દુઃખી થતા સોફામાં બેસી પડે છે.  . રોયલ ક્લબનું નામ તો ખબર જ હતી. શિવાની સાડા અગિયાર વાગ્યે ક્લબ પહોંચે છે.સ્થળ:- રોયલ કલબ                               શિવાનીની નજર  ક્લબમાં પ્રવેશતા બહુ જ ઘોઘાંટ અને શોરબકોરની વચ્ચે રાધિકાને શોધે છે.  શિવાનીની કરડાકીભરી નજરનો સામનો કરવો મુશ્કેલ હોવાથી આગળ જવાની જગ્યા તરત થઈ જાય છે. સમગ્ર હોલમાં નજર ફેરવ્યા પછી ઉપર નજર કરે છે. ત્યાં રુમમાં હિલચાલ જણાતા ફટાફટ ઉપરના માળ તરફ આગળ વધે છે.                  ઉપરના માળે રુમની નજીક જતા અંદરથી હે બેબી, હે બેબીનો અવાજ આવે છે. શિવાની અવાજ ઓળખી જાય છે. દરવાજો ખખડાવે છે. ચાર-પાંચ વાર ખખડાવ્યા પછી દરવાજો ખુલે છે. અંદરથી દરવાજોખોલનાર રોકી રિયા સમજીને બોલે છે કે રાધિકાને તો પૈસા માટે ફસાવી છે. હું તારો જ છું. તું જા. હું વિડિયો શૂટ કરીને આવું છું. રુમમાં વિડિયો ચાલુ હતો. રોકીના દરવાજે બોલાયેલા શબ્દ રેકોર્ડ થઈ જાય છે. રોકી દરવાજો બંધ કરવા જાય છે ત્યાં જ સાઇડમાં સંતાયેલી શિવાની અંદર ઘુસી જાય છે. દારુના નશામાં રહેલ રોકીને કરાટેથી બેભાન કરી દે છે. રોકી બેભાન થતા પહેલા શિવાનીને જીન્સ અને ટોપમાં જુએ છે. શિવાની રાધિકાના મોં પર પાણીનો જગ ઢોળે છે. રાધિકાથોડી સળવળે છે. શિવાની મહા મુસીબતે રાધિકાને ભાનમાં લાવે છે. રાધિકાનું પર્સ લઈ  રાધિકાનો હાથ પકડી બહાર લઈ જાય છે. કંઈક યાદ આવતા રાધિકાને રુમમાં જ દિવાલના ટેકે છોડે છે. આમ તેમ નજર ફેરવી બેડની સામેની બાજુએ જુએ છે. જે જોઈએ એ નજરમાં આવતા જ આંખોમાં ચમક આવી જાય છે. ફટાફટ એ વસ્તુને પર્સમાં મૂકે છે. રાધિકાનો હાથ પકડી રુમનો દરવાજો ખોલે છે. બંને ક્લબની બહાર આવે છે. શિવાની નિરાંતનો શ્વાસ લઈ રાધિકાને લઈને ઘરે આવે છે.                        ઘરે આવી શિવાની રાધિકાને એના રુમમાં સુવડાવી દે છે. પોતે પણ ત્યાં જ સુઈ જાય છે. નીચે થોડોકઅવાજ થાય છે. શિવાની સમજી જાય છે કે મમ્મી- પપ્પાઆવી ગયા. *******બીજે દિવસે સવારે:-                              રાધિકા : તમને ના પાડી હતી તોય તમે વચ્ચે પડ્યા. શિવાની : તમે એમ માનો છો કે રોકી તમને પ્રેમ કરે છે?                રોકી રિયાને પ્રેમ કરે છે. તમને તો પૈસા માટે                 ફસાવતા હતા. આ જુઓ. (જે વસ્તુ શોધીને પર્સ માં મૂકી હતી એ આ કેમેરો હતો.)          શિવાની ફટાફટ વિડીયો ચાલુ કરે છે. રોકીનો અવાજ સાંભળ્યો. રાધિકા પોતાને બેડ પર અને રુમમાં રોકીને જોઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. રાધિકા બધું સમજી જાય છે. ભાભીને ભેટી પડે છે. પોતાને બચાવવા માટે આભાર માને છે.રાધિકા: તમે તમારી સુઝબુઝથી મને ત્યાંથી છોડાવી લાવ્યા.              તમારામાં ધીરજ, કરાટે, કાર ડ્રાઇવ વગેરે ગુણો છે.              હું ક્યારેય જોઈ ન શકી. તમે આધુનિક જ છો.               મને રોકી દારુ પીવડાવી  ક્યારે રુમમાં લઈ ગયો                 એ ખબર જ ન રહી. દારુ પીવો અને રોકી જેવા                   દોસ્ત સાથે ડાન્સ ક્યારેય સ્ટેટસ ન કહેવાય -                   એ હું સમજી ગઈ.                                 શિવાની: તમે કોલેજ પુરી કરી વિદેશ માસ્ટર કરવા જજો.               ખુબ સારી રીતે અભ્યાસ પૂરો કરજો.               ભવિષ્યમાં જરુર પડે તો ભણતર જ કામ આવે.                 એ સાથે ગણતર પણ હોવું જોઈએ.રાધિકાની સગાઈ પપ્પાના મિત્રના દિકરા જોડે  કરવાનું નક્કી કર્યું. કોલેજ માર્ચ-એપ્રિલમાં પૂરી થઈ. એ પછી સગાઈ લગ્ન કરી રાધિકા વિદેશ ગઈ. ત્યાં રાધિકાએ માસ્ટર બે વરસમાં પુરુ કરી લીધું હતું. આજે પાંચ વરસે રાધિકા આવે છે એ યાદ આવતાં જ શિવાની ભૂતકાળમાંથી બહાર આવતાં હસી પડે છે.સમાપ્ત..[ મનમાં વિચારે, બોલે, ઈશ્વરને પ્રાર્થના વગેરે  વાક્યો પ્રેક્ષકોને સંભળાય એમ ફિલ્માવવાથી ઈફેક્ટ આવશે- માત્ર સજેશન ](જો વિદેશનું રાધિકાનું ઘર ન બતાવવું હોય તો ખાલી ફોન પર વાત ચીત બતાવી શકાય. બે સ્થળ એક બંગલો અને બીજુ સ્થળ ક્લબ-- તો પણ ચાલે. )મેઈન પાત્ર:- શિવાની, રાધિકા, રોકી 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!