હાઈવે

16 ડીસેમ્બર 2022By Vandana Patel
હાઈવે ડર ( લઘુવાર્તા)         ગાઢ અંધકાર, તમરાં ના અવાજ, મૂશળધાર વરસાદ, પવન પણ જાણે વરસાદ સાથે બાથ ભીડવાનું નક્કી કરી ચુક્યો હતો. કંઈ જ દેખાતું ન હતું. અમારી ગાડી હાઈવે પર આગળ વધી રહી હતી. હેડલાઈટનો પ્રકાશ માર્ગદર્શક બનીને સાથ આપી રહ્યો હતો. અમે હાઈવે પર હતા, ને ડર લાગતો હતો.સડક કે કાચો રસ્તો હોય તો શું થાય.?અચાનક વિજળી ચમકી અને પલવારમાં અજવાળું અંધારામાં ગરકાવ થઈ ગયું. કંઈ જ ન સમજાયું. મારા પતિ સમજી ચુક્યા હતા કે હું ડરી રહી છું. જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ મારા ધબકારાની ઝડપ પણ બમણી થતી જતી હતી. મેં પુછ્યું કે ક્યારે હવાઈમથક પહોંચશું? આદત મુજબ જવાબ આપી દીધો કે બસ, હવે હાઈવે પર ગાડી લઈ લઉ પછી વાર નહી લાગે. મારાથી બોલાઈ ગયું ... હેં.... અને એ ચમક્યા. વાત ને વાળતા હોય એવું મને લાગ્યું. મને કહેતા રહ્યા, સમજાવતા રહ્યા, પણ મારા કાને એટલું જ પડ્યુ કે પાંચ કિલોમીટર હાઈવેથી દૂર હતા. મારોજીવ ચપટીમાં આવી ગયો. મે પુછયુ કે આટલી વાર થોડી લાગે . હાઈવે તો નજીક જ છે. મારા પતિ હસવા લાગ્યા. આવા મૂશળધાર વરસાદમાં ગાડીની ઝડપ ક્યાં છે? કાચબા ગતિએ તો જઈએ છીએ. ત્યાં તો પત્થર આવતા ગાડી ત્રાંસી થતા રહી ગઈ. કંઈ દેખાતું ન હતું.હેડલાઈટનાં પ્રકાશમાં મારા પતિ એ ગાડી હાઈવે પર લઈ લીધી. મને કહે બસ હવે હાઈવે પર આવી ગયા.સુસવાટા સાથે પવન કાચની બારીમાં પછડાતો હતો અને વરસાદ પણ ભટકાઈ ને પાછો કાચ પર જ .ત્યાં તો વિજળી પાછી થઈ અને આ વખતે ઉપરાઉપર બે વાર થઈ. વીજળીના ચમકારામાં હળવેથી આંખ ખોલીને જોયુ તો રાડ ફાટી ગઈ.........એક લાંબા વાળવાળી , લાંબા નખવાળી અટ્ટહાસ્ય કરતી સ્ત્રી દેખાઈ.મારા પતિએ જોરદાર બ્રેક મારી. ખુબ જ ડર લાગતો હતો. હું પરસેવે રેબઝેબ......... મારા પતિએ મને પાણી આપતા કહયુ, ડર લાગે એવું સપનું જોયું? હું કંઈ ન બોલી. તે તૈયાર થવા લાગ્યા મને કહે કે ચાલ હવાઈમથક.......દિકરો આવે છે, લઈ આવીએ.હાઈવે પર લોંગ ડ્રાઈવ પણ થઈ જશે. હું મનમાં જ બબડી.... અત્યાર સુધી હાઈવે પર તો હતી. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!