વાવાઝોડું (યશગાથા ગુજરાતની)

07 મે 2022By Vandana Patel
વાવાઝોડું (યશગાથા ગુજરાતની) સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, હાલાર, ઝાલાવાડ, ગીર, ઘેડ વગેરે વગેરે પ્રદેશ પરથી પંકાતા ગુજરાતના જુદા જુદા વિસ્તાર છે. ગોંડલ બાપુના પ્રદેશનો એક છોકરો અને હાલારની એક છોકરી બંને વડીલોના આશીર્વાદથી લગ્નગ્રંથિથી જોડાયા. આ છોકરાનું નામ  અજય અને છોકરીનું નામ અમી.                                અજય અને અમી નોકરીના હિસાબે વેરાવળમાં રહેતા હતાં. આ વાત ઓગણીસો છન્નુમાં બની ગઈ. બંનેનો સંસાર સુખરૂપ ચાલતો હતો. લગ્નને છ માસ થયા, ને ચોમાસુ બેઠું. જુનાગઢ, વેરાવળ, કોડીનાર વગેરે પંથકમાં વરસાદ મન મૂકીને વરસ્યો. વેરાવળમાં સર્વત્ર પાણી ભરાઈ ગયું, ને ઉતરી પણ ગયું. અજય અને અમી ચોમાસાની મજા માણતા, અગાશીમાં વરસાદમાં પલળતાં હતાં, ત્યાં તો વીજળીના કડાકા ભડાકા ચાલુથઈ ગયા. બંને ફટાફટ નીચે આવ્યા. અમીએ રસોઈ બનાવી લીધી. અમીને થયુ કે લાઈટ ગમે ત્યારે જતી રહેશે. વેરાવળમાં હેલી તો સામાન્ય ગણાય. હેલી એટલે એક શનિવારે વરસાદ ચાલુ થાય તો બીજા શનિવારે વરસાદ બંધ થાય.            અજય અને અમી ઉપરના માળે રહેતાં હતાં. મકાનમાલિક નીચે રહેતાં હતાં. મકાનમાલિક માસી, દીકરી પ્રભા, બે દીકરા અને એક વહુ જોડે રહેતા હતાં. નાનો દીકરો અને દીકરી કુંવારા હતાં.          એકવાર ધોધમાર વરસાદ અને વાવાઝોડું એકસાથે ત્રાટક્યા. વાવાઝોડું શાંત થઈ ગયું, પણ વરસાદના કારણે રસ્તા બંધ થઈ ગયા હતાં. જ્યારે વાહનવ્યવહાર ચાલુ થયો ત્યારે ખબર પડી કેવાવાઝોડાએ તોતિંગ વૃક્ષો પાડી નાખ્યા હતાં. આ તો જાણે એક ઝલક હતી, થોડા સમય પછી પાછો એવો જ વરસાદ ચાલુ થઈ ગયો. અમી વહેલી સવારે ચાર વાગ્યે ટિફિન બનાવવા જાગી ગઈ. અજય સુતો હતો. અમીને અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો હતો. આ અવાજે અજય પણ ઊભો થઈ ગયો હતો. બંનેએ જોયુ તો અંદરથી બંધ કરેલો દરવાજો ખુલી ગયો હતો. અમી રસોઈ કરતાં આવી હોવાથી પાછી રસોઈઘરમાં ઘુસી ગઈ. અમી ચા-નાસ્તો અને ટિફિન બનાવી રુમમાં આવી. અજય ચા-નાસ્તો કરી, ટિફિન લઈને નોકરીએ જતો રહ્યો. નોકરી એટલે નોકરી, રજા વગર ઘરે ન બેસી રહેવાય. અજય નોકરી પૂરી કરીને ઘરે આવતાં જ અઠવાડિક રજા આવતી હોવાથી બંને ગામડે ચાલ્યા ગયા હતા.           અમી વરસાદ વધતા ચિંતાતુર હતી કે વરસાદ અટકવાનું નામ લેતો ન હતો. વેરાવળમાં સર્વત્ર પાણી જ પાણી. વેરાવળમાં હોડીઓ ચાલુ થઈ ગઈ હતી. બટેટા ત્રીસ રુપિયે એક કિલોગ્રામ અને દૂધ ચાલીસ કે પચાસ રુપિયે એક લીટર થઈ ગયુ હતું. ભાવવધારો અધધ...હતો. સામાન્ય ભાવ બટેટાના પાંચ રુ. અને દૂધના આઠ રુ. હતા. બધા ખુબ ખુબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતાં.          નીચાણવાળાં વિસ્તારમાં પાણી ઉતરવાનું નામ લેતાં ન હતાં.અમીના મકાનમાલિક જે નીચે રહેતા હતા, એ ઘરમાં ચાર ચાર ફૂટપાણી ભરાઈ ગયા હતાં. ઘઉં ભરેલી કોઠી તરતી હતી. માસીના ઘરે  સનમાઈકાના ભીંતકબાટ ફૂલી ગયા હતાં.          અજય અને અમી થોડો સમય ગામડે જતા રહ્યા હતા. એ સમયે ફોન ન હોવાથી અજયના ફુઆને ખબર ન હતી. એ ચિંતામાં હતા. અજયના ફુઆ કેશોદથી વેરાવળ લોટ, શાકભાજી, દૂધ, દહીં, વગેરે આપવા આવ્યા હતાં. અજયના ફઈ પણ જીદ કરીને સાથે આવ્યા કે છોકરાઓને જોઈ લઉં.            મકાનમાલિક માસીએ કહ્યુ કે એ બંને તો નથી. અજયના ફુઆએ કહ્યુ કે "તમે આ બધું રાખી લો, અમારે કંઈ પાછુ લઈ જવું નથી."  ફઈએ પણ કહ્યુ હતું કે "તમારા છોકરાઓ પણ અજય જેવડાં જ છે ને! "   ફઈ-ફુઆ બધી ખાદ્યસામગ્રી આપીને પરતકેશોદ જતાં રહ્યાં.                          જ્યારે અમી ગામડેથી વેરાવળ આવી, ત્યારે મકાનમાલિક માસીએ વાત કરી કે "તમારા ફઈજી કેશોદથી આવ્યા હતા." માસીએ અજય અને અમીનો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ મુશ્કેલીના સમયમાં ફુઆ તેઓને દેવદૂત લાગ્યા હતા.બહુ કડક છાપ ધરાવતા માસી અજય અને અમી પ્રત્યે પ્રેમભાવથીરહેવા લાગ્યા હતા. એ પછીના પાંચમા મહીને અજયે નોકરીને કારણે વેરાવળ છોડી દીધું. માસીએ ખૂબ પ્રેમથી કહ્યુ હતું કે "તમારા જેવા માણસો હવે ભાડૂઆત તરીકે નહીં મળે"             આ વાતને છવ્વીસ વર્ષોના વ્હાણા વહી ગયા. આજે પણ અજય અને અમીને આ દુર્ઘટનાની યાદ એવી ને એવી જ તાજી છે. આ ઘટના બધાને કદાચ સામાન્ય લાગે, પરંતુ સામાન્ય પ્રજાજનોએ જે હાલાકીનો સામનો કર્યો હતો, જે વેઠ્યું હતું, એનો શબ્દોમાં ચિતાર નહીં મળે. રાજકીય ક્ષેત્રે કે વિશ્વ નોંધ લે એવી ઘટના નથી, પણ ગુજરાતની એક અસામાન્ય અને વિસ્મરણીય ઘટના જરુરથી કહી શકાય.          આ વાવાઝોડું અઢાર જુલાઈ, ઓગણીસો છન્નુના રોજ દીવમાં ચક્રવાત આવ્યું હતું, જેમાં ફૂંકાતા પવનની ઝડપ એકસો અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ ચક્રવાતની અસર ગુજરાતના ઓગણીસ જિલ્લાઓમાં થઈ હતી, એમાં તેત્રીસ લોકોના મોત થયા હતા, જ્યારે એક હજાર નવસો ચોસઠ  મકાનો તુટી પડ્યા હતા. આ ચક્રવાતના કારણે અંદાજિત ૧૮૦૩.૫૨ લાખ રુપિયાનું નુકશાન થયું હતું.                    અજયે વીસ મે, ઓગણીસો નવ્વાણુંનું વાવાઝોડું પણ જોયું હતું. અજય જામનગરમાં આ વાવાઝોડાનો સાક્ષી બન્યો હતો..અમી ગામડે હતી, પણ જીવ ચપટીમાં હતો. અજય બસમાં હતો, જ્યારે એ વાવાઝોડું આવ્યું હતું. અજયે કહ્યુ હતું કે "એક જગ્યાએ ઊભી રહેલી બસમાં પણ જો જરા હલન-ચલન થાય તો બસ પલટી મારી જવાની પુરી શક્યતાઓ હતી."                  આ વાવાઝોડામાં ફુંકાતા પવનની ઝડપ એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ ચક્રવાતને કારણે કચ્છ અને જામનગર જિલ્લાના ચારસો ત્રેપન લોકોના મોત થયા હતા, જ્યારે આ ચક્રવાતને કારણે અંદાજીત એંસી કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું. એ સમયે નવી-નવી આવેલ તેલ રિફાઈનરીઓમાં ઘણું નુકશાન થયું હતું. માણસોએ પતરાં ઉડતાં જોયા હતાં, અને માણસોના ગળાં કપાતા પણ જોયા હતાં. સંપત્તિનું નુકશાન જાહેર કર્યું, પણ કચ્છમાં કંપનીઓના અને જામનગર રિફાઈનરીઓમાં મૃત માણસોનો સાચો આંકડો જાણવા જ ન મળે એ સ્વાભાવિક છે.            આપણને નુકસાનના આંકડા નાના લાગે, પણ વર્ષોની સંખ્યા જોવી જોઈએ કે કેટલાં વરસો પહેલાં બની ગયું.-- સંપૂર્ણ સત્યઘટના. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!