વાર્તાકાર સ્પર્ધા- જાગતું સ્વપ્ન
મારું નામ અવની. મમ્મીનું ભજન એ જ મારું એલાર્મ. તરત જ ઊઠી, નાહીને તૈયાર થઈ. હું ફટાફટ કોલેજ જવા નીકળી. કે તરત જ મમ્મી બોલ્યા બેટા, સવારે થોડું વહેલું ઉઠી જવાય. રોજ- રોજ નાસ્તો કર્યા વગર ન જવાય. મેં પણ મોડું થતું હતું એટલે એક સેન્ડવીચ લઈ લીધી. રિક્ષા આવી ગઈ હતી, એટલે હું મમ્મીને આવજો કહીને નીકળી ગઈ. અવનીના મમ્મી મનમાં વિચારે છે કે હમણાં ભણવા માટે કોલેજ જવાવાળી અવની આજે નોકરી કરતી થઈ ગઈ. અવનીએ એમ.એસ.સી., એમ. એડ.નો અભ્યાસ પૂર્ણ કરેલ. અવની કોલેજ જવા નીકળી ગઈ. આજે પણ લગ્નની વાત ન થઈ. કોલેજ પહોંચી પહેલો પિરિયડ લીધા પછી બીજા પિરિયડની તૈયારી કરું ત્યાં તો રમેશભાઈ મને એવું કહીને નીકળી ગયા કે તમને પુસ્તકાલયમાં બોલાવે છે. હું પુસ્તકાલયમાં ગઈ. ઘણાંબધાં વિદ્યાર્થીઓને વાંચતા જોઈ રાજી થઈ. ત્યાંના ગ્રંથપાલે મારું અભિવાદન કર્યું. સમય ન હોવાથી મેં પુછ્યુ, બે તાસ પછી આવું ? એમણે હા પાડી. હું ફરી તાસ લેવા માટે વર્ગખંડ બાજુ જવા નીકળી. ત્યાં તો પાછળ કંઈક હલતું હોય એવો ભાસ થયો. ઉતાવળ હોવાથી બહું ધ્યાન ન દીધું. બીજો તાસ લેવા જતી વખતે બગીચામાં નજર કરી તો છોકરાઓ અને છોકરીઓ બેઠા હતા. મને મારી કોલેજ યાદ આવી ગઈ. હું તાસ પૂરો થયા પછી ઓફિસમાં બેઠી હતી. ચા પીધી, ને તરત જ ત્રીજો તાસ. પછી નાસ્તાનો સમય. થોડી વારમાં નાસ્તો પતાવી પુસ્તકાલય તરફ ગઈ. ત્યાં ગ્રંથપાલની મદદથી થોડાં પુસ્તકો વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરી અને વર્ગમાં લઈ જવા આજુબાજુ નજર દોડાવી. ફરી પાછો એ જ પુર્વાભાસ કે કંઈક હલે છે. ત્યાં તો મારી જોડે જ નોકરી કરતી અંજુ રમેશભાઈને (પટાવાળા) લઈને આવી. બે વર્ગનો સાથે પ્રોજેક્ટ કરવાનો હતો. ઇન્સ્પેક્શન સમયે વટ પાડી દેવા અમે બંને ખુબ જ ઉત્સાહિત હતા. બધાં પુસ્તકો લઈ અમે ઓફિસ જતા હતા, ત્યાં તો અંજુએ કહ્યું કે તારે તાસ અત્યારે નથી તો તું અહીં બેસ. મને તો ભાવતું હતું ને વૈદે કીધું, એ જ મળી ગયું. ગ્રંથપાલ પણ રાજી થઈને ચક્કર મારવા બહાર ગયા. હું એક પુસ્તક લઈને વાંચવા બેસી ગઈ. થોડી વાર થઈ હશે ને વળી કંઈક હલતું દેખાયું. નાસ્તાનો સમય હોવાથી પુસ્તકાલયમાં મારા સિવાય કોઈ ન હતું. હું હલતી જગ્યાએ ગઈ, નીચે પેટાળમાંથી કંઈક સંવેદના અનુભવી. આછું કંપન અનુભવવાથી બાજુના કબાટ પર હાથ મુક્યો કે ટેકો .... .....કે તરત જ કબાટ ખસી ગયો. મારા માનવામાં જ નો‘તું આવતું કે આ શું થઈ રહ્યું છે?. નીચે જોયુ તો શેતરંજી સહેજ ખસી ગઈ હોવાથી કંઈક શંકાસ્પદ જણાયું. હું નીચે બેસવા ગઈ એ પહેલાં જ પેલી પોલી જગ્યામાં જઈ પડી.જાણે કોઈ મોટા લપસીયામાં લપસીને અંધારામાંથી અજવાળામાં આવી ગઈ. આંખો ચોળતાં -ચોળતાં ઊભી હતી ત્યાં તો એકદમ જ દિવ્ય પ્રકાશ રેલાઈ ગયો. કંઈ જ સમજમાં આવતું ન હતું. થોડી જ વારમાં જાણીતો શબ્દ કાને પડ્યો. દીકરી અવની, એટલું સાંભળતા તો રુંવાડા ઊભાં થઈ ગયા. સામેથી બા ને આવતા જોયા. ચમત્કાર થઈ ગયો. હું દોડીને બા ને વળગી પડી. ક્યાંય સુધી રડતી રહી. બા એટલે મારા દાદીએ મને રડવા દીધી. એમણે મને છાની રાખી કે તને મળવા જ ખાસ આવી છું. મારા મૃત્યુ સમયે તું ન હતી, એનો અફસોસ તું આજે પણ કરે છે. પુણ્ય તીથિએ યાદ કરજે. પણ વારંવાર યાદ કરે તો હું શાંતિથી ન જઈ શકું. ને આ જો મારી સાથે કોણ આવ્યું છે! હું હજી બા ને ભેટીને જ ઊભી હતી એટલે આગળ જોયું તો મારા નાનીમાં! હું અને નાનીમાં એકબીજા સામે જોઈ જ રહ્યા. બા નો ચહેરો બીજી બાજુ હતો. મારી પકડ ઢીલી થતાં બા મને નાના બાળકની જેમ દોરીને નાની પાસે લઈ ગયાં. હું નાનીને ભેટી પડી. હું બંનેને કહેવા લાગી કે તમે મને રોજ સપનામાં આવો છો, પણ શું કહેવા માંગો છો એ નથી સમજાતું. નાનીમાં એ કહ્યું કે અમને કોઈ દુ:ખ નથી. બસ તું અમને વારેઘડીએ યાદ કરે છે કે તું અમારા આખરી પ્રયાણ વખતે અમારી પાસે ન હતી. અમે એટલે જ સામેથી મળવા આવ્યાં. મેં પુછ્યું કે નાનીમાં, બધાં આત્મા જોડે વાત કરતાં કેમ ડરે છે? તો નાનીમાં કહેવા લાગ્યા કે એ તો કર્મ પર આધાર રાખે છે. તારા સમજદાર મમ્મી- પપ્પાની જેમ સેવા કરી હોય, પડયો બોલ જીલ્યો હોય, એને શું ડરવાનું? તમને બાળકોને તો અમારાં આશીર્વાદ જ હોય. જે દીકરા વહુ સેવા કરતાં ચુક્યાં હોય તે મૃત વ્યક્તિના આત્માથી નહીં, પોતાના અંતરઆત્માથી ડરતા હોય છે. અને બદનામ આત્મા થાય છે. પિતૃઓ ક્યારેય પોતાના સંતાનોને હેરાન ન કરે.અધૂરી આશા કે ઈચ્છા કયારેક ભટકાવે છે, પરંતુ આજે અમારા બંનેનો આત્મા સાચા અર્થમાં ગતિ કરશે. તારી રહી રહીને અમને મળવાની ઈચ્છા અમે પૂરી કરી. હવે તારો વારો છે. દાદીએ કહ્યું કે હું સાસરે આવી ત્યારે તારી આ નાની નાની જ હતી, પાંચીકા રમતી હતી. હું થોડું હસી. મારું નાનકડું સ્મિત જોઈને બંને મારા પર તુટી જ પડ્યા કે લગ્ન કરી લે. મેં છણકો કરતાં કહ્યું કે વળી પાછું એ જ ..... દાદી નાની આ વખતે સંપીને આવ્યા હતા. જીવતા હતા ત્યારે તો હું મનાવી લેતી અને આકાશ નું નામ પણ આપવું ન પડતું. પરંતું હવે બંને આત્મા હોવાથી બધું જાણતા હતાં. મને કહેવા લાગ્યા કે હું ઘરે જઈને આકાશની વાત કરું, નહીં તો સમીરને હા પાડી દઉં. બંનેના હઠાગ્રહ આગળ મેં નમતું મુક્યું. દાદી -નાનીની વાતથી હું શરમાઈ ગઈ. એટલી જ વારમાં મારા માથે બંને પ્રેમ નીતરતો હાથ વારાફરતી ફેરવવા લાગ્યાં. હું મારું બંનેને મળવાનું જાગતું સ્વપ્ન પુરું થતાં આંખો બંધ કરીને ઊભી રહી. દિવ્ય પ્રકાશ વિલીન થતાં હું આમતેમ જોવા લાગી. થોડીવારમાં જ સીડીના પગથિયાં દેખાયા. હું ચડીને બહાર આવી તો આગળનું મેદાન હતું. પુસ્તકાલયનો એક ગુપ્ત દરવાજો આ રસ્તે ખુલ્યો. એક રસ્તો આ પણ....******************************* હું પુસ્તકાલયના ગુપ્ત દરવાજામાં ગઈ હતી, એ વિચારોમાં જ ક્યારે ઘરે પહોંચી ગઈ, એ ખબર જ ન પડી. મેં ઘરમાં પ્રવેશતા જ જોયું તો મારા ઘરે સમીરનો પરિવાર હાજર હતો. મારું મન આશંકાથી ઘેરાયું. હું ઉપર મારા રૂમમાં ગઈ. દાદી અને નાની ના ફોટા સામે જોઈ રહી. જાણે હસતાં હતાં કે હું અબુધ કંઈ સમજી નથી. હા, ગમે એટલા મોટા થઈએ પણ એમનાં માટે તો આપણે હંમેશા નાના જ રહેવાના. હું તૈયાર થઈ નીચે આવી. ત્યાં જ મારા મમ્મી બોલ્યા કે તું સમીર માટે હા નથી પાડતી તો સમીરની બહેન જોડે તારા ભાઈનું નક્કી કરીએ છીએ. આવું સરસ ઘર થોડું જવા દેવાય? સમીરે કહ્યું કે મેં અવનીબેન માટે એક છોકરો જોયો છે. બધાં આશ્ચર્યથી જોઈ રહ્યા કે આટલી ઉદારતા ! આ મોટા મનના કારણે જ તેઓ દીકરી આપે છે આ ઘરમાં. અવનીના પપ્પા કંઈક કહે તે પહેલાં જ આકાશે પોતાનાં પરિવાર જોડે ઘરમાં પ્રવેશ કર્યો. સમીર એના ફોઈના દીકરા આકાશને ભેટી પડ્યો. ત્યાં તો અવનીનો ભાઈ અવનીને પુછે છે કે હવે તો લગ્ન માટે હા છે ને ? બધાં ખડખડાટ હસી પડે છે. અવની શરમાઈ ને ઉપર જતી રહે છે.*****************************થોડી વાર પછી ....... મમ્મી પપ્પાને પોતાના રુમમાં જોઈને અવની ઊભી થઈ જાય છે. અવની કોલેજમાં જે કંઈ બન્યું તે બધુ જ વિસ્તાર થી કહે છે. બંનેના મમ્મીની વાત હોવાથી અવનીના માતા-પિતા રડી પડે છે. બંને હાથ જોડી ફોટા પાસે જઈને પ્રણામ કરતા કહે છે કે અમે ગમે એટલાં મોટાં થઈએ તો પણ તમારાં છોરું જ રહેવાનાં. તમે અમારી ચિંતા મર્યા પછી પણ કરો છો, અને અમે ‘તમને ખબર ન પડે‘ એવું કહી દેતા પણ અચકાતા નથી. એ તો જયારે મા-બાપ ની જગ્યાએ આવીને ઊભા રહીએ ત્યારે ખબર પડે. અવનીના માથે હાથ ફેરવીને પપ્પા બોલ્યા કે તારું જાગતું સ્વપ્ન અમને બધાને ફળ્યું. ~ વંદના પટેલપ્લોટ નં -- ૬ (છ)
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)