વસવસો
રીના માતાપિતાનું એકમાત્ર સંતાન. માતાપિતાએ ખૂબ લાડકોડમાં ઉછેર કર્યો હતો. રીનાને ભણવામાં રસ જ ન હતો. માતા-પિતાની ઈચ્છા હતી, એટલે રીના ભણતી હતી. રીનાએ માંડ-માંડ બાર ધોરણ પાસ કરીને કોલેજમાં પ્રવેશ લીધો હતો. કોલેજમાં અભ્યાસને મહત્વ આપી કારકિર્દી બનાવવા માટે તનતોડ મહેનત કરે, એવા વિદ્યાર્થીઓની સાથે છેલબટાઉ વિદ્યાર્થીઓ પણ હતા જ. એક રાકેશ નામે છોકરો, જે આ કોલેજમાં રીના સાથે ભણતો હતો. રાકેશે રીનાને મોટી મોટી વાતો કરી રંગીન સપનાં બતાવ્યાં.રાકેશના કહેવાથી રીમા મોડલીંગ ક્ષેત્રે આગળ વધી. રાકેશે રીનાને અભિનેત્રી બનવાના ઊંચા સપના બતાવ્યા. રીના ભણવાનું અધૂરું છોડી રાકેશ સાથે મુંબઈ ગઈ. રીનાએ અનેક ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યું. રીનાને એકેય ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ન મળી. રીનાની જીંદગીના મહત્વના વર્ષો પાણીના રેલાની જેમ ચાલ્યા ગયા. રીનાએ પોતાની ભૂમિકા સુપેરે ભજવી હતી. ફિલ્મની સમીક્ષા થઈ ત્યારે જાણવા મળ્યું કે રીના માતાની ભૂમિકામાં જાજરમાન લાગતી હતી. રીનાની પ્રતિક્ષાનો અંત આવી ગયો કે હવે પોતે કયારેય મુખ્ય નાયિકાના પાત્રમાં જોવા નહીં મળે.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)