રાજમહેલ

19 જુન 2023By Vandana Patel
રાજમહેલ શબ્દ- શૂન્યતા/ ભવ્યતા   પહેલાંના જમાનાની વાત છે,જયારે રાજાઓનું રાજ હતું. ધરમપુર ગામે વિક્રમસિંહ નામે રાજા રાજ્ય કરતાં હતાં. આ રાજાના વિવાહ ચંદનપુરનાં રાજકુમારી વિભાદેવી જોડે થયાં હતાં.             સમય જતાં ચંદનપુરમાં ભવ્ય લગ્ન પણ લેવાયા. રાજા વિક્રમસિંહના લગ્ન રાજકુમારી વિભા સાથે રંગેચંગે વિધિવત સંપન્ન થયાં. જાન ધરમપુર રાજ્યમાં પરત આવી. રાજમહેલમાં રાજા-રાણીનું ધામધૂમથી વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.ચારેકોર ઉમડતો આનંદ, ઉલ્લાસની છોળો, હાસ્ય કિલ્લોલ અને હરખની વધામણીઓને ઝીલતાં રાણી વિભાદેવી  મહેલની ભવ્યતાને નીરખી રહ્યાં. રાણી વિભાદેવી પોતાના પિયરનાં મહેલ કરતાં બેગણો મોટો મહેલ જોઈને અચંબિત થઈ ગયાં. મહેલનું નકશીકામ અને ઘુમ્મટની ભવ્યતાને મનભરીને જોઈ રહ્યાં હતાં.          રાજા વિક્રમસિંહે વિભાદેવીને પોતાના શયનકક્ષમાં આવવાનું નિમંત્રણ આપ્યું. રાણી વિભાદેવી શરમાતાં શરમાતં કક્ષમાં દાખલથયાં. રાજા વિક્રમસિંહે કહ્યું " પધારો મારા હ્રદયનાં રાણી, આ ઓરડામાં અને મારા હ્રદય સિંહાસને તમારું સ્વાગત છે." વિભાદેવી ખુશ ખુશ થઈ ગયાં. ******           રાજા સાથે પ્રેમમય લગ્નજીવન વિતાવતાં-વિતાવતાં વિભાદેવીને આ ભવ્ય રાજમહેલમાં બાર બાર વર્ષોનાં વા‘ણા વહી ગયાં. વિભાદેવીને કયારેક પ્રજાજનોનાં મેણાં યાદ આવી જતાં, આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગતી. પોતે રાજાનો વંશવેલો આગળ વધારવામાં મદદરૂપ થઈ શકતાં ન હતાં, એ વાતનું પારાવાર દુ:ખ અનુભવી રહ્યાં હતાં.        એક દિવસ અચાનક એક ભીલ યુવતી રાજમહેલમાં રાણીબાને મળવા આવી. એ ખૂબ ગભરાયેલી અને ડરેલી લાગતી હતી. ઘણીવાર સુધી બંનેએ વાતો કરી. બંનેની વાતચીત પૂરી થતાં થતાં એ ભીલ યુવતીની આંખોમાં ઉદાસી અને શૂન્યતા વ્યાપી ગઈ.        એ ભીલ યુવતી ભગ્ન હ્રદયે ત્યાંથી જંગલમાં જતી રહી. એ યુવતીનું નામ વીરા હતું. રાણીબાએ કડક શબ્દોમાં વીરાને સૂચના આપી હતી "વીરા, કાનોકાન કોઈને કંઈ ખબર ન પડવી જોઈએ."*******                નવ માસે રાણીબાએ કુંવરને જન્મ આપ્યો છે, એવો ઢંઢેરો પણ નગારાં પર દાંડી પીટીને અપાઈ ગયો. રાજા વિક્રમસિંહ ખૂબ ખૂબ ખુશ હતાં કે પોતાની પ્રિય રાણીથી રાજ્યને વારસદાર મળી ગયો. રાણી વિભાદેવી રાજકુમારના પાલન-પોષણમાં લાગી ગયાં. વિભાદેવીને કયારેક કયારેક રાજાને હકીકત કહી દેવાનું મન થઈ આવતું કે "આ આપણો પુત્ર નથી", પરંતુ વીરાની આંખોમાં વ્યાપેલી શૂન્યતા યાદ આવતાં જ રાણી વિભાદેવી અંદરથી ધ્રુજી ઉઠતાં. **********પાંચ વર્ષ પછી...        એક દિવસ રાજા વિક્રમસિંહ પુત્ર જોડે રમતા હતા,. રાજા પોતાના પુત્રમાં પોતાના જેવી જ વાગ્છટા અને રુઆબ જોઈને હરખાતા હતા, ત્યાં જ અચાનક પુત્રની તીરકામઠાંની રમતમાં વીરાની છાંટ જોવા મળી. રાજાજી અંદરથી ધ્રુજી ઉઠ્યાં. રાણી વિભાદેવી પોતાનાથી કેમ દૂર રહે છે, એ પણ સમજાઈ ગયું.             એક ઘરડાં દાસીની અનુભવી નજરે વિભાદેવીની આંખોની ધારદાર શૂન્યતા વીરાની આંખોની ઉદાસ શૂન્યતા કરતાં જરાય ઉતરતી ન હતી. એ દાસી વીરા અને વિભાદેવીનાં વાર્તાલાપ દરમ્યાન કક્ષ બહાર ઊભેલાં એકમાત્ર સાક્ષી હતાં.     એ ઘરડાં દાસીને આજે રાજાજીની ધ્રુજારી પળવારમાં સમજાઈ ગઈ. તેઓને રાજમહેલની ભવ્યતા ઝાંખી પડતી દેખાઈ, તેઓએ મહેલ છોડી દીધો.સમાપ્ત. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!