બે બરણીની વચ્ચેથી

04 નવેમ્બર 2021By Vandana Patel
બે બરણીની વચ્ચેથી એક નાનકડું ગામ. પહાડોમાં ગામ એટલે કુદરતી સૌંદર્યથી ભરપુર.  ખોબલે ખોબલે કુદરતે વેરેલો પ્રેમ. આવા ગામમાં બાળકો હસતા રમતા શાળાએ જાય. કુદરતના સાંનિધ્યમાં પોતાને સુરક્ષિત સમજે.          એક નાનકડું બાળક પહેલા ધોરણમાં ભણતું હતું. રોજ શાળાએ જતા એક નાનકડી દુકાન જુએ.  આગળ ગોઠવેલી બરણીમાં ખાટી મીઠી પીપરમેન્ટ જુએ. રોજ એનું મન લલચાય.     એક દિવસ હિંમત કરીને દુકાન આગળ ગયો. અંદરથી બેઠેલ વ્યક્તિએ પુછ્યુ કે કોણ છે? બાળક ડરીને દોડીને જતું રહ્યું. ચાર- પાંચ દિવસ આવું ચાલ્યું. આજે રવિવાર હોવાથી પેલું બાળક ન ગયું. આ દુકાનદારને થોડુક બેચેની જેવું થયુ કે કોણ હશે? શું લેવા આવ્યું હશે? સોમવારે પેલું બાળક પાછુંરોજની જેમ આગળના પાટિયા પકડીને ઊંચા પગ કરીને પીપરમેન્ટ જોતો હોય છે, ત્યાં જ બે બરણીની વચ્ચે ચાર પીપર દેખાય છે. આજે કોઈએ કંઈ પુછ્યુ નહીં કે કોણ છે?બાળક ખુબ મુંઝવણ અનુભવે છે. અંદરથી જ અવાજ આવે છે કે લઈ લે. બાળકે દુકાનદારને ક્યારેય જોયા ન હતા, એટલે ભગવાન આપે છે એમ માની પીપર  લઈ લીધી. હવે રોજનો ક્રમ થઈ  ગયો. ****************       પણ પાંચ-છ મહીનામાં જ આ પરિવાર ગામથી દુર મોટા શહેરમાં ચાલ્યો ગયો. દુકાનદાર બાળકને ખુબ જ યાદ કરતો અને વિચારતો કે નામ જાણ્યા વગર પણ કેવું  અજીબ ખેંચાણ!  જોડાણ હ્રદયથી હ્રદયનું. બાળક પ્રત્યે ખુબ પ્રેમ અનુભવે. આ બાજુ બાળક તો ભગવાન આપે છે એમ જ માનતો હતો. પણ મોટા થયા પછી સમજાય ગયું કે નાનકડી દુકાનમાં કેમ પુરુ થાય? મારે એમને કોણ છે? એ તો હવે કહેવું જ પડશે.*************           બાવીસ વર્ષ પછી......      બાળક હવે મોટો થઈ ગયો છે, અને દુકાનદાર વૃધ્ધ. પહેલા દુકાનદાર ઊભા થઈને પુછતા પણ દુકાનમાંથી  આ નાનું બાળક પાટિયાથી નીચું હોવાથી દેખાતું નહી.  આજે આ બાળક ફરીથી પાટિયા નીચે આવી જાય છે. આજે એ સવાલથી ડરતો નથી, ભાગતો નથી. કોઈપણ સંબંધ વગર લાગણીથી જોડાયેલ સાથે એમ જ જોડાયેલ રહેવા માગતો હતો. ઓળખ આપી 'મેં આપ્યું' નો ભાવ બંનેની વચ્ચે લાવવા માગતો ન હતો. આજે અંદર ટેબલ પર બેઠાં બેઠાં જ વૃધ્ધ દુકાનદાર પુછે છે કે.......કોણ છે?       કોણ છે? સવાલના જવાબમાં નોટોનું બંડલ બે બરણી વચ્ચેથી સરકાવી દે છે. 'લઈ લો' શબ્દ સાંભળીને દુકાનદાર બહાર જુએ છે, પણ કોઈ દેખાતું નથી. ભગવાન હશે કે મદદકરીને જતા રહ્યા....... મોડે મોડે પેલું બાળક યાદ આવી જાય છે.આપવાની સરખી રીત બે બરણીની વચ્ચેથી........... ********************સવાલ એક જ -  કોણ છે? જવાબ- લઈ  લે. /લઈ  લો.વ્યક્તિઓ પણ એ જ.      બસ પરિસ્થિતિ ભિન્ન........ .  .  

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!