ઢીંગલી બા (વાર્તાકાર સ્પર્ધા)

18 ઓકટોબર 2021By Vandana Patel
ઢીંગલી બા (વાર્તાકાર સ્પર્ધા) એકવાર એક હોટલમાં એક યુગલની હત્યા થઈ જાય છે.  કંઈક તો કારણ હશે જ. તપાસ કરવા માટે પોલિસ પહેલાં હોટલ અને પછી આ યુગલનાં ઘરે પહોંચી જાય છે.  ઘર નહીં બંગલો હતો. બેઠા ઘાટનો ગોળ લાડવા જેવો, સપાટ થાળી જેવી લીલીછમ લોનની વચોવચ. પોલીસને બંગલો ગમી જાય છે. કદાચ હરાજી થાય તો પણ હું લઈ શકવાનો નથી. એમ મનોમન બોલી હસતાં -હસતાં ઈન્સ્પેક્ટર રોહન  બંગલાની અંદર જાય છે. ઘણીબધી તપાસ અને નોકરોની  પૂછપરછ કર્યા બાદ પણ કોઈ  જ કારણ હાથ આવતું નથી.           થોડા દિવસ પછી જે હોટલમાં હત્યા થઈ હતી, ત્યાં ઈન્સ્પેક્ટર રોહન ફરીથી જાય છે. આ વખતે કબાટ ખોલે છે,  ટેબલનાં ખાના જુએ છે. ઝીણવટભરી નજરને એક ફોટો દેખાય છે. લઈ લે છે. બાથરૂમ વગેરે જોઈ તપાસીને બહાર નીકળે છે.  દરવાજો બંધ કરવા જાય છે, ત્યાં જ સામે અરીસામાં......એક ઢીંગલી દેખાય છે. ઢીંગલી કબાટ ઉપર ચડાવેલી હોય છે. હોટલનાં મેનેજરને પુછતાં ખબર પડે છે કે ઘણાં સમય પહેલાં કોઈ  ભૂલી ગયું હતું. ઈન્સ્પેક્ટર  રોહનને લાગ્યુ કે ઢીંગલીને આમ અભેરાઈએ રાખી છે, એના કરતા તો સાથે લઈ જાવ. ઈન્સ્પેક્ટર રોહન ઢીંગલીને ફોરેન્સિક લેબમાં મોકલે છે. હું અહી સારી રીતે( પોલિસ સ્ટેશનમાં) આરામથી વિચારી શકીશ, એવું વિચારી  ચા નાસ્તાનો ઓર્ડર આપે છે.        થોડીવાર પછી બંગલાની દેખરેખ રાખનાર રામુકાકા  પોલીસ સ્ટેશન આવે છે. ઈન્સ્પેક્ટર રોહન રામુકાકાને આવેલા જોઈ ખુશ થાય છે કે બધાં પોતાની ફરજ આવી રીતે નિભાવે તો દેશમાં કેસ ફટાફટ ઉકેલી શકાય. બંગલાના માલિક જીવતા ન હોય ત્યારે આવો સહકાર આપવો ખરેખર સરાહનીય  છે.રામૂકાકા: સાહેબ, આપે મને બોલાવ્યો.ઈન્સ્પેક્ટર  રોહન:હા, કાકા તમે ફોટાનું આલ્બમ લાવ્યા છો ને?રામુકાકા: હા, હા. રામૂકાકા આલ્બમ ઈન્સ્પેક્ટર રોહનને આપે છે. ઈન્સ્પેક્ટર રોહન જોવાનું શરુ કરે છે. મૃતક યુગલનાં ફોટા જોઈ વિચારે છે કે યુગલ એકબીજા સાથે ખુશ હશે. અચાનક એક ફોટો જોઈને વિચલિત થઈ જાય  છે. તરત રામુકાકાને  પુછે છે કે આ કોનો ફોટો છે? રામુકાકા: આ તો શેઠના દિકરી છે. આઠ  વરસના ઢીંગલી બા સ્વર્ગ સિધાવી ગયા. ત્યાં તો બીજા આલ્બમમાં એ જ ઢીંગલીના ફોટા શેઠ-શેઠાણી જોડે જુએ  છે.ધારીને જોતા ખબર પડી કે......શેઠાણી બીજા છે.રામુકાકા  : આ અમારા દયાળું પ્રેમાળ સારા શેઠાણી અને ઢીંગલી બા ના મમ્મી છે. તેમના અવસાન પછી શેઠે  બીજા લગ્ન કર્યા. બીજા શેઠાણી બહું માથાભારે અને ઢીંગલી બા ને તો સાચવે જ નહીં. શેઠને ગુસ્સો પણ આવે કે ઢીંગલી બા ની સાચવણ માટે જ તો બીજા લગ્ન કર્યા હતા.                   એકવાર ત્રણેય ફરવા ગયા ને ઢીંગલી બા અને શેઠનું રહસ્યમય મૃત્યુ થયું. પણ બીજા કોઈ ઠગ શેઠ બનીને, પ્લાસ્ટિક સર્જરીની  કમાલથી શેઠાણી જોડે બંગલામાં પાછા આવી ગયા, એટલે કોઈને શંકા ન ગઈ. ઢીંગલી બા મામાની ઘરે છે એવી જાણ અમને બધા નોકરોને કરી.            આટલું સાંભળ્યા પછી ઈન્સ્પેક્ટર રોહન ઊભા થઈ એક આંટો મારે છે. *******************      ત્યાં તો ઢીંગલીને લઈ ને હવાલદાર અંદર આવે છે. તેનાં હાથમાં રિપોર્ટ હોય છે. ઢીંગલીને જોતા જ રામુકાકા રડી પડે છે. રડતાં રડતાં  ઢીંગલી બા ની ઢીંગલી .......બોલીને નિસાસો નાખે છે. ઈન્સ્પેક્ટર તરત જ રિપોર્ટ ખોલે છે. કારણકે ફોટો એમાં જ હતો. ફોટો રામુકાકાને બતાવે છે. રામુકાકા ખુરશીમાંથી  ઊભા થઈ જાય છે. આ અમારા શેઠ નથી .*********ઈન્સ્પેક્ટર બધું સમજી જાય છે. અસલી શેઠ-શેઠાણી તો સ્વર્ગે સિધાવી ચુક્યા છે. અને આ ઢીંગલીના નવા મમ્મી પપ્પા નો ફોટો છે.પ્લાસ્ટિક સર્જરી પહેલાનો.        ઘણાં વરસે પાછા એ જ હોટલ , એ જ રુમ , ને ત્યાં ઢીંગલી બા ની ભૂલાઈ ગયેલી ઢીંગલી...............ઢીંગલી ઓળખી ગઈ.બાપ-દીકરીના  મારનારને....ત્યાં  ઢીંગલી બા નો આત્મા પણ ઢીંગલી ને કારણે આસપાસ જ હતો.   આટલાં વરસોમાં કોઈને નુકશાન ન પહોંચાડનાર ઢીંગલી બા બદલો લઈ લે છે. પોતાના દુશ્મનોને નજર સામે જોઈ એક ઢીંગલી બની જાય છે ભયાનક ઢીંગલી.************************           ઢીંગલીના ફ્રોકમાં ચિઠ્ઠી હતી કે મારા પપ્પા અને મને    મારનાર નવા શેઠ -શેઠાણીનો અંત કરી દઉં પછી મારી ઢીંગલીની દફન વિધિ જરુર કરજો.મારી ઢીંગલી કોઈ ને હેરાન નહીં કરે. ----ઢીંગલી બા.********************        હજી તો ઈન્સ્પેક્ટર રોહન રામુકાકાને પુછે છે કે શેઠના પરિવારમાં કોણ-કોણ છે? રામુકાકા જવાબ આપે એ પહેલાં જ એક વકીલ અંદર આવે છે. ઈન્સ્પેક્ટર રોહન પ્રશ્નાર્થ નજરથી જુએ છે. વકીલ પોતાનો પરિચય આપતા કહે છેકે સાહેબ,મારુ નામ જયદીપ વકીલ. હું શેઠનું વસિયતનામું લઈને આવ્યો છું.        જયદીપ વકીલ રામુકાકાને જય શ્રી કૃષ્ણ કહે છે. રામુકાકા પણ હસીને માથું નમાવે છે.           જયદીપ ઈન્સ્પેક્ટર રોહનને કહે છે કે આ  વસિયતનામું વાંચીને આપણે એ મુજબ કરવાનું છે. ત્યાં તો શેઠના મોટા ભાઈ અમેરિકાથી ભારત આવી સીધા પોલિસ  સ્ટેશન આવે છે. રામુકાકા દોડીને મોટા શેઠને પગે લાગવા જાય છે, ત્યાં તો મોટા શેઠ રોકી લે છે. બધાને એકસાથે કહે છે કે જુઓ, મરતાં પહેલા મારા નાના ભાઈએ વસિયતનામું બદલાવી નાખવાથી નવા ભાભી એનાં ઈરાદામાં સફળ રહ્યા નથી. મારા નાના ભાઈની ઈચ્છા ચાર્ટર્ડ વિમાનમાં રુપિયા ભરીને ઊડાડવાની હતી, પણ ઢીંગલીની ઈચ્છા સાંભળીને નિર્ણયમાં ફેરફાર કર્યો છે. જયદીપને વાંચવાનું કહે છે. જયદીપ: બેંકમાં રહેલ રકમથી એક શાળા ખોલવી. ઘરમાં રહેલ સોનું દાગીનો વેચી રોકડ રકમ અનાથાશ્રમમાં દાન આપવી. બંગલામાં ક્યાંથી અને કેવી રીતે બધી મિલ્કત ભેગી કરવી એ મોટાભાઈ જાણે છે. મારી ઢીંગલીએ બંગલો વેચીને બધા પૈસા હવામાં ઊડાડી દેવાની ના પાડી, તો એબંગલામાં કુલ સાત નોકરો અને રામુકાકાનો એમ બધાનો  પગાર ચાલું રહે તે માટે ત્યાં વૃધ્ધાશ્રમ ખોલવો. સાત નોકરોમાં એક માળી,  બે ચોકીદાર, બે રસોઈયા,બે બહેનોનો (સાફ-સફાઈ માટે) સમાવેશ થતો હતો.          મોટા ભાઈએ બંગલાના છુપા ખાનાં અને પટારામાંથીકરોડોની મિલ્કતના દસ્તાવેજ કાઢ્યાં. વૃધ્ધાશ્રમમાં ક્યારેય એક રૂપિયો દાનમાં લેવાની જરુર નહીં પડે. બધું જ સંચાલન રામુકાકાને સોંપી મોટા શેઠ અમેરિકા જતા રહે છે.                 છેલ્લે ...ઈન્સ્પેક્ટર રોહન રામુકાકાને પુછી જ લે છે કે કાકા,   આ બંગલો આશરે કેટલાનો હશે?જવાબમાં રામુકાકા હસી પડે છે. ......~ વંદના પટેલ(પ્લોટ નં --૪ (ચાર) અને પ્રતિલિપિએ આપેલ શબ્દ પરથી) 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!