ગુલાબ જેવો પ્રેમ- વ્હાલમ્ સ્પર્ધા
હું હંમેશા મારામાં જ ખોવાયેલી રહું. મારી સખી કાવ્યા મને કહે કે કયાં છો તું? મેં કહ્યુ કે તારી બાજુમાં તો બેઠી છું. કાવ્યા કહેવા લાગી કે તનથી તો અહીં છો પણ મનથી ક્યાં ભમે છે? મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. મેં મારા વિચારોને ખંખેરીને કહ્યુ કે બોલ, તારી વાત મારે સાંભળવી છે. ચાલ, ક્યાંક ફરી આવીએ. હું અને કાવ્યા મારા ઘરેથી નીકળી પડ્યા. અમે બંને પિસ્તાળીસ તો કયારનાય પાર કરી દીધા હતા. અમે બંને મુંબઈમાં જ રહીએ. વાત કરવા માટે જુહુ ચોપાટી સૌથીસરસ જગ્યા. પહેલી વાત તો એ કે દરિયો અમને બંને સખીનેખુબ વ્હાલો. બીજી વાત એ કે મોજાંનો અવાજ એટલો આવે, આપણી વાતો કોઈ સાંભળે પણ નહીં. આમ તો આજના યુગમાં કોઈને ક્યાં રસ છે બીજાની વાતોમાં....... કાવ્યા બે કોન લાવીને મારી બાજુમાં બેઠી. એનો ચોકલેટ કોન ને મારો વેનીલા. મેં કહ્યું આમ અચાનક શું થયું.? તું ઉદાસ દેખાય છે. કાવ્યાએ કહ્યું કે હા સખી, તને મારી બધી અંગત વાત ખબર છે. મને આનંદ સાથે આશ્ચર્ય થયું. મેં કહ્યુ કે યાર, તું પણ ગજબ છે. બોલ. કાવ્યાએ પુછ્યું કે તને અમિત યાદ છે? મેં મારી યાદશક્તિ પર જોર આપ્યું. મેં કહ્યુ કે કાવ્યા એ વાતને કેટલા વર્ષ થઈ ગયા, આજે અચાનક .....કાવ્યા : હા સખી, આ ફેબ્રુઆરીમાં મને યાદ આવી જ જાય છે.એ પંદર વરસની મારી ઉંમર. એ ઉંમર જ લાગણીની કે ઢળી જવાય. પ્રેમનો મહિનો અને એમાંય સપનાની વાતો. ભલે એ સફેદ ઘોડા પર બેસીને આવવાનો ન હતો, પણ વાત જ કંઈક એવી બની ગઈ કે લગ્નમાં એ મુલાકાત....હું : મને ખબર છે કાવ્યા. તું અને અમિત એક લગ્નમાં એકબીજાને સામસામે આવી ગ્યા'તા. એકબીજાથી અજાણ્યા હોવાથી વાત કરવાનો તો પ્રશ્ન જ નથી આવતો. કાવ્યા : હા, એ પછી અમે એકબીજાને જોયા પણ નથી. પહેલી વાર એકબીજાને જોયા ને છેલ્લીવાર. વાતચીતનો સેતુ તો બાંધ્યો જ ન હતો. હું: એવી રીતે તો ઘણાં લોકો ઐકબીજાને મળતા હોય છે. કોણ કોને યાદ રાખે છે ? તારી લાગણી આજે આટલા વરસ પછી કેમ જાગે છે........?કાવ્યા : એ પછી અમે એક વાર અમારા બંનેના સગાને ત્યાં મળ્યા હતા. અમિતની ઉંમર લગ્નલાયક જ હતી. મેં કહી દીધુ કે હું હજી અગિયારમાં ધોરણમાં જ છું. એ સમજી ગયો કે મારી ઉંમર લગ્નની નથી. મેં પણ મારા મમ્મી- પપ્પાની ઈચ્છાનો જ આગ્રહ રાખ્યો હતો. મારી ઉંમર ભલે નાની હતી, પણ હું બુદ્ધિમાન હતી, ખુબ આગળનું વિચારી શકતી હતી. મારા મમ્મી કહ્યુ કે તારા પપ્પાની ઈચ્છા.... ત્યારે મને થયું કે મારો જન્મ થતાં જ મારા લગ્નનાં સપનાં મારા મમ્મી- પપ્પાએ જોયા હશે. મારી વિદાય, મારુ શિક્ષણ વગેરેના તેમનાં સપના હું ચકનાચુર ન કરી શકું. મારા મમ્મી-પપ્પાના સપના પર હું મારા પ્રેમનો મહેલ બાંધીશ (તેમની ઈચ્છાઓ વિરુદ્ધ) તોય છેલ્લે કાટમાળ જ હાથ આવશે. આજે હું મમ્મી છું, મને પણ મારી દીકરીના લગ્નનું એક સપનું છે. હું છોકરી હતી ત્યારે થતું કે મમ્મી શું લગ્નની જ વાત,કરતા હશે! મને ઘણીવાર ચીડ પણ થતી. લગ્ન વગર કંઈ અટકી જાય છે? પણ જ્યારે મેં મારી પરીને જન્મ આપ્યો, તેને હાથમાં લીધી, ઘરે આવી, પારણામાં સુવડાવી ને ઝબકારો થયો કે પરી ના લગ્નમાં હું .......જાણે અજાણે મા- બાપ પચ્ચીસ વરસથી જે સપના ગૂંથે છે એને ભાંગવાનો બાળકોને કોઈ હક નથી. જો કે આજના યુગમાં મા-બાપ બાળકોની ખુશીમાં જ પોતાની ખુશી જોતા શીખી ગયા છે. હું : કાવ્યા, મારો પ્રિત આવતીકાલે સોનિયાને લઈને ઘરે આવવાનો છે. કાવ્યા : આ તો ખુબ ખુબ ખુશીની વાત છે. હું : પ્રિતની ઉંમરથી ઘણી નાની છોકરી છે.કાવ્યા : તો તું બંને ને સમજાવવા માટે મારી વાત કહી જોજે. હું : સારું . કહી જોઈશ...કાવ્યા, તારો પ્રેમ મનથી હતો. ગુલાબ જેવો પ્રેમ એકતરફી હતો. અમિતના લગ્ન તો આપણે બારમાં ધોરણમાં હતા, ત્યારે જ થઈ ગયા હતા. એને રાહ ન જોઈ ને?કાવ્યા : ના, મને પાછળથી ખબર પડી કે એને કોઈ પૈસાદાર કુટુંબ ની છોકરી જોડે લગ્ન કરવા હતા.હું : ખરેખર તારી સમજદારી વખાણવાલાયક છે. તું ભલે ઉંમરમાં નાની હતી, પણ તારું મગજ, તારી બુધ્ધિ જીતી ગઈ. હ્રદયની વાત અલગ જ હોય છે. ગુલાબ જેવો પ્રેમ લાગતો હોય, દેખાતો હોય, પણ ઢળતી ઉંમરે જે સાથી સાથ નિભાવે એ જ સાચો પ્રેમ છે. કાવ્યા : હા હો. અત્યારે પણ કાવ્ય એવો જ પ્રેમ કરે છે જેવો લગ્ન થયા ત્યારે કરતો હતો. અમારો પ્રેમ ગુલાબ જેવો જ છે. સુગંધિત તરો તાજા.હું : કાવ્યા, પુરુષ અને સ્ત્રી ગમે તેવા સુખી હોય....પણ પહેલા પ્રેમ ને તો યાદ કરી જ લે. તારી વાર્તા પ્રેરણાત્મક છે. ક્યારેય આંધળુકિયું ન કરવું જોઈએ. મા- બાપ જે વિચારી શકે એ પંદર- સોળ વરસે કિશોર કે કિશોરી ન વિચારી શકે. કહેવાય છે કે પુરુષ ક્યારેય પહેલા પ્રેમ ને પરણી શકતો નથી અને સ્ત્રી ક્યારેય પહેલા પ્રેમને ભૂલી શકતી નથી. કાવ્યા : હા, છતાં બંને મનથી અને તનથી પોતાના પરિવારને સંપૂર્ણપણે સમર્પિત હોય જ છે.બંને ખડખડાટ હસી પડે છે. ઘરે આવવા નિકળે છે.************કાવ્યાનું ઘર.કાવ્યા : અરે! કાવ્ય, તું આજે વહેલી આવો ગયો ! કાવ્ય : તારી ઈચ્છા હતી ને કે હું તને ગુલાબ આપું ? કાવ્યા : એ તો લગ્ન ની શરુઆતમાં ....હવે તો બાળકોની ઉંમર છે..કાવ્ય : ના હો. એવુ નથી. કાવ્યા : તો કેવું છે મારા રાજા..કાવ્ય : (ગોઠણ પર બેસીને કાવ્યાને ગુલાબ આપતા) હું તને ખુબ ખુબ પ્રેમ કરું છું. મને અને મારા ઘરને જે રીતે સાચવી રાખ્યું છે, એ બદલ ખુબ ખુબ ગૌરવ અનુભવું છું.કાવ્યા : (શરમાતાં શરમાતાં કાવ્યને ઊભો કરે છે) તમે પણ.....કાવ્ય : હાય, હાય, જો તો ખરી, કેવી ગુલાબ જેવી લાલ લાલ થઈ ગઈ.કાવ્યા : હું તું અને બીજુ આ આપણો ગુલાબ જેવો પ્રેમ..... ત્યાં તો હું મારા પરિવાર જોડે કાવ્યાની સામે ઊભી હતી. એ બંને શરમાઈ ગયા. કાવ્યા મને વળગી પડી. મને કાનમાં કહે કે હવે અમિતની રહી સહી યાદ પણ કાવ્યના પ્રેમમાં ધોવાઈ ગઈ.કાવ્ય : કાવ્યા, અહીં આવ. કાવ્યા : હા, વ્હાલમ્ હું અને તું બીજુ શું જોઈએ.......કાવ્ય : હા વ્હાલી, હું અને તું બીજુ વચ્ચે કોઈ નહીં......બસ આપણો પ્રેમ, પ્રેમની સફર...પ્રિત: (મજાક માં) આ સફર નું આગલું સ્ટેશન કયું, માસા?કાવ્ય : તારી સગાઈ.....બધા ખડખડાટ હસી પડે છે.સમાપ્ત.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)