ઉતરાયણ- લતાના અબોલા (આગાશીની પાળીએથી સ્પર્ધા )
આપણે ગયા અંકમાં જોયું કે રમા લતાને ખૂબ યાદ કરતી હતી. રમાએ એક રિક્ષા ડ્રાઈવરના કુટુંબને ઉતરાયણનો આનંદ આપ્યો હતો. હવે જોઈએ લતાની સ્થિતિ શું છે આ બાજુ લતા શું કરે છે? લતા પોતાના ઘરના મકાનમાં આરામથી જિંદગી પસાર કરે છે, પણ આજે ઉતરાયણના દિવસે પોતાનું મન ઉચાટમાં હોય એવું લાગ્યા કરતું હતું. લતાને ગયા વર્ષની ઉતરાયણ યાદ આવી ગઈ. રમાને ખરીદી માટે બહાર જવું હતું. રમા લતાને કહેતી ગઈ હતી કે મારે આવતા મોડું થાય તો બાળકોને જમાડી દેજે. લતાએ હા પાડી એટલે રમા નિશ્ચિંત થઈ ખરીદી માટે નીકળી ગઈ. લતા પણ ઘરકામમાં પડી ગઈ. થોડીવારમાં લતાને ફોન આવ્યો કે કીટી પાર્ટી ચાલુ છે તું કેમ ના આવી? લતાએ કહ્યું કે બાજુમાં રહેતા રમાબહેન ખરીદીમાં ગયા છે, બાળકો સ્કૂલે ગયા છે, એ આવશે એટલે મારે એમને જમાડવાની જવાબદારી છે. હું નહીં આવું. ત્યાં તો એની સહેલીએ કહ્યું કે બપોરે એક વાગ્યે તું નીકળી જજે. તું આરામથી સમયસર પહોંચી જઈશ. તું ઝડપથી આવી જા. લતાએ વિચાર્યું કે હા સાચી વાત છે, હું બે કલાક માટે જઈ આવું. લતા પણ ફટાફટ તાળું મારીને નીકળી ગઈ. કીટી પાર્ટી પૂરી કરીને એક વાગ્યે જ ઘરે આવવા માટે નીકળી ગઈ. રસ્તામાં એક અકસ્માતના હિસાબે ટ્રાફિક જામ થઇ ગયો હતો. તે સમયસર ઘરે ન પહોંચી શકી. રમાબેન ઘરે આવ્યા ત્યારે બાળકો ઘરની બહાર બેઠાં બેઠાં રાહ જોઈ રહ્યા હતા. બાળકોને આવી રીતે બેઠેલા જોઈ રમાબેનને ગુસ્સો આવ્યો. લતા ઘરે આવતા જ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. બીજે દિવસે ઉત્તરાયણ હોવા છતાં અગાશીમાં પણબંનેના અબોલા ચાલુ રહ્યા હતા. લતાને ખુબ અફસોસ થતો હતો. આવી નાનકડી વાતનું ઝઘડાએ લઇ લીધો હતો લતાને હવે રહી રહીને પસ્તાવો પણ થતો હતો તેણે વિચાર્યું કે આ વાતને તો એક વર્ષ થઈ ગયું હવે પકડી રાખવાથી શુ ફાયદો? ત્યાં મારા વગર રમાને પણ ગમતું નહી હોય મારું નવું એડ્રેસ તો એની પાસે ક્યાંથી હોય! મેં આપ્યું જ નથી તો.... ***********વર્તમાનમાં આજે ઉતરાયણના દિવસે..... લતાને બપોર તો માંડ થયું. બપોર પછી રમાને મળવા જવાનું નક્કી કર્યુ ત્યારે મનમાં શાંતિ થઈ. પોતાના પતિને બધી વાત કરી. લતા પોતાના પરિવારજનો સાથે બપોરે ત્રણેક વાગ્યે જુના ઘરે આવવા માટે નીકળી ગઈ. ઘર પાસે હોર્નનો અવાજ સાંભળી રમાના બાળકો દોડ્યા. લતા માસી.... લતા માસી.. ની કાર. રમાએ રસોડામાં અવાજ સાંભળ્યો તેને પણ આનંદ સાથે આશ્ચર્ય થયું કે લતા મને મળવા આવી. રમા ખૂબ ખુશ થઈને ફળિયામાં આવી ગઈ. લતા અને રમા ભેટી પડ્યા. બંનેની આંખમાંથી અશ્રુઓનો ધોધ વહી રહ્યો. તહેવારના દિવસે બધી ફરિયાદો દૂર થઈ ગઈ. રમાએ કહ્યુ કે મારે પણ તારી સ્થિતિ સમજવી જોઈતી હતી. ટ્રાફિક જામમાં તું પણ શું કરી શકે! હવે સાચી ઉત્તરાયણની શરૂઆત થઈ. બધા અગાસીમાં પહોંચી ગયા. ત્યાં તો ફરી કારનો અવાજ આવ્યો. બધા અગાસીની પાળીએથી જોવા લાગ્યા રમેશભાઈના બેન અને સાળો આવી પહોંચ્યા હતા. આનંદ આનંદ થઈ રહ્યો. આમ ઉતરાયણનો દિવસ રમા માટે એક બાળકને પતંગ ફીરકી, બાળકીને ઢીંગલી અપાવ્યાનો આનંદ અને સહેલીના અબોલાનો અંત લઈને આવ્યો.સમાપ્ત.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)