...અને તમે મળ્યા.
આગળ શું થશે?-ગેરસમજ......ના, ના, તો તો સંબંધોમાં આંટી પડી જાય હો.- હું મનમાં વિચારતી હતી, ત્યાં જ તેઓ આવ્યા."તમારે તમારો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ, મારા સ્ત્રીત્વ પર આમ પ્રહાર કર્યે તમને શું મળશે?" મેં વ્યગ્રતા સાથે બેચેનીથી પુછ્યું.તેઓએ કહ્યું "આ કરુણ ઘટના મને પીગળાવી નહીં શકે સમજી ગઈ?""આ કંઈ સામાન્ય ઘટિત..." હજી હું આગળ બોલું, એ પહેલાં તેઓ બોલી ઉઠ્યા "તારે મન આ ઘટના અસામાન્ય હશે, મારે મન નથી. ધીરજ રાખ, આવતા વર્ષે બાળક આવી જશે. હા, આ વખતે મને દીકરો જ જોઈએ." તેઓના ભારપૂર્વક બોલાયેલા શબ્દો મને મારા હ્રદય પર હથોડાના પ્રહાર જેવા લાગ્યાં. મને ધક્કો માર્યો એ ભૂલ ન હતી? જાણીજોઈને આવું કુકર્મ કર્યું, પાછો કોઈ અફસોસ પણ વ્યક્ત કરતા નથી!આવું પુનરાવર્તન બીજી વખત થશે તો... હું વિચારોમાં ખોવાયેલી હતી. મેં કબાટ ખોલ્યો કે તરત મને મારા પપ્પાનો શર્ટ દેખાયો. અમે ત્રણ બહેનો- મારા પપ્પાએ કયારેય દીકરા દીકરીનો ભેદભાવ કર્યો ન હતો. હું પપ્પાના શર્ટને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. હું લાગણીશીલ બનીને કોઈ નિર્ણય લઈ શકું, એવી સ્થિતિમાં ન હતી.*******એક વખત એવું બન્યું કે મારે નાછુટકે એ ઘર છોડવું પડ્યું. હું પાતાળનો દરવાજો ખોલવા તૈયાર જ હતી કે મને કોઈએ બચાવી લીધી. મને બચાવનાર અજાણ્યા વ્યક્તિ તરફ મેં જોયું તો, એ વિનય હતો. વિનય સાથે આમ અચાનક ભેટો થઈ જશે, એવી કલ્પના પણ મેં ક્યાંથી કરી હોય!વિનયે કહ્યું "કોઈ સમસ્યાનું સમાધાન મૃત્યુ ક્યારેય ન હોય શકે."મને કોલેજકાળમા થયેલી અમારી પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ. હું વિનયને ભેટી પડી.મારા ચહેરા પર હાસ્ય જોઈને વિનય ખુશ થયો. અમે દસ વર્ષ પછી મળ્યા હતા.મેં મારી આપવીતી કહી સંભળાવી. તેણે મને કહ્યું "મારી પત્ની કાવ્યને જન્મ આપીને મૃત્યુ પામી હતી." તે મને પોતાની ઘરે લઈ ગયો.અમે ઘરે પહોંચ્યા ત્યારે ઘરનાં આંગણામાં એક નાનકડો નટખટ કાનુડો રમતો હતો. મને સ્વપ્ન જેવું લાગ્યું. વિનયે કહ્યું " મારા મમ્મી કાવ્યને ઘણીવાર આવી રીતે તૈયાર કરે છે." મને જોઈને કાવ્ય અચાનક બોલી ઉઠ્યો "મૈયા"વિનયે દાદીને બોલાવવાનું કહ્યું એટલે કાવ્ય ઘરમાં જતો રહ્યો.વિનયે ધીરેથી મને કાનમાં કહ્યું "તારા જેવી ઢીંગલી આપજે." હું શરમાઈ ગઈ.વિનયના મમ્મીનો વિચાર આવતાં હું ઉદાસ થઈ ગઈ.વિનય સમજી ગયો. વિનયે કહ્યું "કાવ્ય વખતે પણ અમારે દીકરી જ જોઈતી હતી.” આ સાંભળીને હું ખુશીથી ઝૂમી ઉઠી. મારા અંતરનો કે અંદરનો ધબકાર જાણે કહી રહ્યો હતો કે યોગ્ય સમયે વિનય સાથે મુલાકાત થઈ.********બીજે દિવસે રક્ષાબંધન હતી. મારું અંદર અંદર રડતું દિલ શાંત થઈ ગયું હતું. હું રક્ષાબંધનના તહેવાર પર પિયર ગઈ. પપ્પાના અવસાન પછી પહેલીવાર ગઈ હતી. સાંજે ઘરની બેઠક મળી. મેં બધાને બધી વાત કરી. વિનય તેઓનાં મમ્મી અને કાવ્ય સાથે મારા ભાઈના ઘરે આવ્યાં. બધાએ સર્વાનુમતિથી મારા પહેલા પતિથી છૂટાછેડા થયા પછી વિનય સાથે ફરીથી લગ્ન કરાવવાનું નક્કી કર્યું. વિનયે મને ગુલાબના ફૂલોનો ગુલદસ્તો આપ્યો. ફૂલોનો સ્પર્શ મારા હ્રદયના તાર ઝણઝણાવી ગયો. વિનયે કહ્યું "મારી જિંદગીને સ્પર્શ પુષ્પનો થયો છે, એ પુષ્પ તું છે." મેં કહ્યું "સારું થયું કે તમે મળ્યા. મારી જિંદગીની મઝધારે નાવ બનીને આવ્યાં. હું હિંમત હારી બેઠી હતી અને તમે મળ્યા."સમાપ્ત.(પ્રતિલિપિએ આપેલ વીસ શબ્દોનું સંયોજન)~ વંદના પટેલ
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)