હસતું શિશુ

03 નવેમ્બર 2021By Vandana Patel
હસતું શિશુ વીસેક વરસની એક છોકરી કાળી ડીબાંગ રાત માથે ઓઢીને ઠંડીમા પણ પરસેવે રેબઝેબ રસ્તા પર ચાલી રહી છે. હાથમાં નવજાત શિશુ, પાલવમાં પ્રિત છે. તેણી પોતાની મમતા સમેટીને એક જ રાતમાં શિશુ પર ન્યોછાવર કરતી ચાલી રહી છે. છોકરી વિચારશૂન્ય મગજે પોતાના પગને ગતિમાન રાખે છે. કયા અટકશે? શું શોધે છે?,ક્યાં જવું છે?  અચાનક એક મોટી કચરાપેટી પર ધ્યાન પડે છે. એમાં બદનસીબ છોકરી શિશુના સદનસીબે ખાલી ટોપલો પડેલો જુએ છે. એ ટોપલામાં શિશુને પોઢાડી દે છે, ત્યાં જ તેણીની નજર સામેના ઘર પર પડતા જ કંઈક વિચારે છે. તેણી ટોપલો ઉઠાવીને કચરાપેટીમાં મૂકવાની બદલે આ ઘરની સામે મુકી દે છે. આ છોકરીને આ રાત ભયાનક એટલે લાગતી હતી કે તેણીને માથે આભ જેવડું દુઃખ તુટી પડ્યુ છે. પોતાની માથે આખું ને આખું  આભ પાડનાર તો કદાચ.........    આ કાતિલ ઠંડી વરસાવતી રાત મને ભયાનક લાગે છે ને કદાચ એને મધમીઠી પ્રેમ વરસાવનાર પણ લાગી શકે! આ બધા વિચારોમાં છોકરી ટોપલો મુકીને પાછી વળી ગઈ. એ છોકરી રસ્તા પર આવી કે એ ઘરમાંથી બારી બંધ કરતા દાદા તેણીને જોઈ જાય છે. દાદા બૂમ પાડે છે પણ અંધારી રાતમાં છોકરી જાણે ઓગળી જ ગઈ.          દાદા ઘરનો દરવાજો ખોલે છે તો પોતાના પગમાં ટોપલો જુએ છે. રસ્તાને સામે કાંઠેથી જોતી છોકરીની નજર આ જ ઘરની અગાસીમાં સ્થિર..............બંધ આંખે પણ જેને ઓળખી જાય એ કોઈ અન્ય કે પોતાની પત્ની જોડે નૃત્ય કરતો નજરે પડે છે.છોકરીની નજર ઊંચે..... શિશુના પિતા.....   દાદાની નજર નીચી....... હસતું શિશુ....... વિધિની વિચિત્રતા કહો કે  શિશુનુ ભાગ્ય.  એ પોતાના જ ઘરે પહોંચી ગયું. *********************** છોકરી અત્યાર સુધી તદ્દન અજાણ હતી કે પોતાને ભોળવનાર અહીં રહે છે. અત્યારે જ ખબર પડે છે ને નજર સામે..........      છોકરી ઘોર અંધારી ભયાનક રાતને ચીરતી આગળ વધી જાય છે. એના પગ એને અનાથાશ્રમ તરફ લઈ જાય છે. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!