વેવિશાળ
(કલરવ ગ્રુપમાં આ વાર્તા દ્વિતીય સ્થાન પામેલ છે.)વિષય- વિવાહ કે વેવિશાળ.શીર્ષક- અસંમજસ. મનમીતની ખુશીનો કોઈ પાર નથી. કેમ ન હોય! મનમીતનું વેવિશાળ પરમિતિ જોડે જ્યારથી થયું છે, બસ ત્યારથી મનમીત રાત-દિવસ નવી શરુ થનાર જીંદગીના રંગીન સપનાઓ જોયા રાખે છે. *******પરમિતિ નદીના વહેણમાં પગ ઝબોળીને બેઠી છે. પરમિતિ સખીઓ જોડે બેઠી છે. પરમિતિ વારંવાર એક પછી એક પગ વારાફરતી પાણીમાં ઊંચાનીચા કર્યે રાખે છે. એક સખી ટોકે છે " તારું મન આટલું ચંચળ કેમ છે?" પરમિતિ કહે છે "આ આપણી જિંદગી પણ ઘડિયાળના લોલક જેવી છે, સ્થિર પણ નહીં ને પ્રવાહિત પણ નહીં." બીજી સખી કહે છે " જિંદગી પ્રવાહિત તો છે, વહી જાય છે, જેમ મુઠ્ઠીમાંથી રેતી સરકે એમ સરકતી જાય છે, આપણે પકડીને રાખી શકતા નથી."પરમિતિ કહે છે "જિંદગી પ્રવાહિત છે, પણ મારી નહીં.""કેમ આવું કહે છે અલી" એક સખીએ પુછ્યું.પરમિતિની આંખો છલકી ઉઠી, આ જોઈને ઉષ્માએ કહ્યુ "તારું વેવિશાળ મનમીત જોડે થયું, એ તને પસંદ નથી?""ના, એવું નથી." માંડમાંડ પરમિતિ બોલી શકી.********પરમિતિને મનમીત પસંદ હતો, પણ એની પોસ્ટ દૂર થઈ હોવાથી લગ્ન પછી વિયોગના દિવસો વધારે જ રહેવાનાં, દિવસો કદાચ મહિનાઓમાં ફેરવાઈ શકે. પોતે વિયોગ તો હજી સહન કરી લે, પણ મનમીત પોતાના બાપુની જેમ શહીદ થયા તો.... ભવિષ્યમાં પોતાને વિધવા તરીકેની જિંદગી પણ જીવવાની તૈયારી રાખવી પડે. પરમિતિ વિચારોમાં ખોવાઈ ગઈ કે પોતાની ‘મા‘ કોરું કપાળ, સુનું ગળું ને ખરબચડી હથેળીઓમાં પોતાનું સુખ શોધતી, એ શોધ મારા હાસ્ય સાથે સમેટાઈ જતી. ‘મા‘ નો અવાજ સાંભળી પરમિતિ બધી નિરાશા ખંખેરીને બેઠી થઈ ગઈ. પરમિતિ ભવિષ્યની અનિશ્ચિતતાના વિચારો છોડી નવા જીવનને આવકારવાં અને વધાવવાં માટે ઉત્સુકતાથી ‘મા‘ તરફ ભાગી. ‘મા‘ પોતાની પુત્રીને ગળે લગાડતાં બોલી " દીકરી, મને ખબર છે, તું આજકાલ કેવી માનસિક દ્વિધા અનુભવે છે, અમુક નિર્ણયો ભાગ્ય પર થોડી દે. તું તારા મન પરથી અસંમજસનો આંચળો ઉતારીને ફેંકી દે." પરમિતિ માતાનો દિલાસો સાંભળીને થોડી શાંતિ અનુભવે છે, ત્યાં જ સામેથી મનમીતને આવતો જુએ છે. પરમિતિ શરમાઈને અંદર ઓરડામાં જતી રહે છે.સમાપ્ત. ~ વંદના પટેલ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)