મિત્ર કે...?
મારો એક ખાસ ખાસ મિત્ર નામ એનું જયંત મેં જયંતને મારી ગુપ્ત વાત કહીને મારા મનનું ભાર હળવો કર્યો જયંતે મને વચન આપ્યું કે હું એ વાત કોઈને કહીશ નહીં મારા સુધી જ સીમિત રાખીશ. તું જરાય ચિંતા ન કરીશ. મારી દુવિધાનો અંત આવ્યો, એવું સમજીને હું મારા કામ માટે બહારગામ ગયો. અમે બંનેએ ભૂતકાળની સફર પણ કરી લીધી હોવાથી ખૂબ ખુશ થઈ ગયા હતા. હું બે દિવસ પછી પાછો ઘરે આવ્યો. મને અનિલનો ફોન આવ્યો "દોસ્ત, હું મુસીબતમાં છું, મને મારા બે લાખ રુપિયા તાત્કાલિક પાછા આપી દેજે."મેં "વ્યવસ્થા કરું છું." કહીને ફોન મૂક્યો. હું વિચારમાં પડી ગયો કેમકે મારે અનિલને છ મહીના પછી રૂપિયા આપવાના હતા. એવી રીતે સુનીલ ફોન પણ આવી ગયો. મને થયું કે જયંતને મારી પરિસ્થિતિની જાણ છે, તો અવશ્ય મદદ કરશે. મેં જયંતને ફોન કર્યો. જયંતે "બહેનના લગ્ન છે, તો શક્ય નથી." એવું કહીને ફોનકાપ્યો. હું નિરાશ થઈ ગયો. થોડી વારમાં રમેશનો ફોન આવ્યો "નિરવ, જયંતે જ અનિલ અને સુનીલને ઉઘરાણી કરી લેવાનું કહ્યુ હતું." મારા હાથમાંથી ફોન પડી ગયો. મારા મુખેથી શબ્દો સરી પડ્યા, "જયંત તું મારો સાચો મિત્ર કે...?" તું કપટની રમત પણ રમી ગયો!~ વંદના પટેલ. (છ વિષયને આવરતી વાર્તા)
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)