મનઃસ્થિતિ (સિનેમા સ્પર્ધા)
સ્થળ નં-૧ - બજાર બજાર જોવી કોને ન ગમે? નાની મોટી દુકાનો, હાટ,કે પાથરણાં પર પાથરેલી વસ્તુઓ..એમાંય આ તો રાજાનાજમાનાની બજાર. ઘણું ખરું નવું જ જોવા મળે. મોતીના સેટ, રેશમી કાપડ, ખાવાપીવામાં ખારેક ટોપરા પતાસા વગેરે જોવા મળે. આ એક જ બજારમાં લાકડું, લોઢું, કાપડ, ચપ્પલ વગેરેવેચાતું હોય. આજે સવારથી પ્રધાન લાકડાં માટે ફરતા હતા.આજે રાજમાતાનું અવસાન થયું હોવાથી ચંદનના લાકડાં જોઈતા હતા. ચંદનના લાકડાં એક કઠિયારા પાસેથી ખરીદીમહેલે પાછા ફરતા હતા. પ્રધાન એક દરજીની દુકાન પાસેથી નીકળ્યા.એ જ વખતે દરજીએ રાજા વિશે વિચાર્યુ કે અહીં અમારીપર આટલો કર નાખે અને પોતે ચંદનના લાકડાંનો પલંગ બનાવડાવશે. પ્રધાને કંઈ સાંભળ્યું ન હતું. પણ સારું ન લાગ્યું. આ દરજીનું નામ જયસુખ હતું. જયસુખ જાતજાતના કાપડ પણ વેચે. થોડીવાર પછી રાજમાતાની અંતિમ યાત્રા નીકળી.આ જયસુખની દુકાન પાસેથી નીકળતી વખતે રાજાના મનમાં પણ વિચાર આવ્યો કે આટલા ઓછા કરથી નહીં ચાલે, હવે કર વધારવો પડશે. સિલાઈના પૈસા વધે છે તો કર પણ વધવો જોઈએ. મનમાં બોલાયેલા શબ્દોની અસર જયસુખના મન પર થઈ.પેલા પ્રધાન (જે લાકડાં લઈને થોડી વાર પહેલાં અહીંથી ગયા હતા) સાથે હતા. તે સમજી ગયા કે અહીં પહોંચતાજ રાજા અને દરજીની મનઃસ્થિતિ કેમ બદલી જાય છે. ???? થોડા દિવસ પછી........ જયસુખને અફસોસ થયો કે મને ખબર ન હતી કે રાજમાતાની અંતિમ વિધિ માટે ચંદનનાં લાકડાં હતા. મેં અમારા દયાળું રાજા પર શંકા કરી.સ્થળ-૨ મહેલ ખુબ મોટા પટાંગણમાં મહેલ છે. અંદર પ્રવેશતા તાજુ જ ગુલાબજળ છાંટેલું હોય એવો અનુભવ થાય. ગુલાબ મોગરા પારિજાતથી શણગાર ખુબ આહ્લાદક લાગે.જાણે વસંત જ જોઈ લો. પણ આજે રાજમાતાના અવસાનથી મહેલ સુનો લાગે છે. આ બાજુ મહેલમાં પેલા પ્રધાન રાજાને વાત કરે છે કે આપણે જયસુખ પાસેથી રેશમી કાપડ લઈને દાન કરીએ.રાજાને જયસુખ પ્રત્યે સતત અણગમો જ થતો હતો. પણ કોણ જાણે આજે કેમ અણગમો ન આવ્યો. રાજાએ પ્રધાનને છુટ આપી દીધી. પ્રધાન ખુશ થયા. રાજાએ મનમાં કર વધારવો નથી એવું પણ નક્કી કર્યું. (કદાચ છેલ્લી વાર જયસુખનું મન બદલાયું જેની અસર રાજાએ મહેલમાં અનુભવી.) આપણે ગમે એટલા દૂર હોઈએ પણ જેના વિશે વિચારીએ એ વ્યક્તિને અસર જરુર થાય છે. સારું કે ખરાબ વિચારો એ સો જોજન દૂર બેઠેલી વ્યક્તિને અસર કર્યા વગર રહેતી નથી. મનથી અને દૂરથી પણ વેરભાવ બંધાયો એ વાતનો ખ્યાલ પ્રધાનને ખ્યાલ આવી ગયો. જયસુખને પણ પોતાની ભૂલનું ભાન થયું. એટલે જ રાજાનો અણગમો પણ દૂર થયો. સ્થળ-૩ જયસુખની દુકાન પ્રધાન જયસુખની દુકાને પહોંચ્યા. જયસુખને રેશમી તાકામાંથી એકસરખા ટુકડાં દાનમાં આપવાના છે એવું કહી સરસ મોટા તાકા કાઢવાનું કહ્યું. જયસુખ દરજીકામની સાથે કાપડ વેચવાનું પણ કામ કરતો હતો. એ ખુબ આનંદિત થઈ કામમાં લાગી ગયો. રાજા પ્રત્યે બંધાયેલ પૂર્વગ્રહ છૂટી ગયો. રાજા મનોમન કર વધારવાના નથી એવું વિચારતા જ જયસુખ કર બાબત ચિંતા કરતો નથી. એને પોતાને પણ આશ્ચર્ય થાય છે કે હું તો પ્રધાન જોડે ઘણીવાર કરની ચિંતા કર્યા કરતો, આજે કેમ રાજા પ્રત્યે પ્રેમ ઉદભવે છે. પ્રધાન કાપડ લઈને મહેલમાં આવી રાજાને મળવા જાય છે. રેશમી કાપડ ધાર્યા કરતાં સસ્તામાં મળી ગયું એ જાણી રાજા ખુશ થયા. રાજાની ધારણાં ખોટી ઠરી કે જયસુખ મોંઘો વેપારી છે. રાજાને પૈસાની ખામી ન હોય પણમનઃસ્થિતિ સમજવા ઉદાહરણની રીતે જોઈ શકાય. આમ, મનઃસ્થિતિને કાબુમાં રાખવી ખુબ અઘરી છે. આમાંથી જ વેરભાવ કે ઋણાનુબંધ બંધાય છે. સારું વિચારો.સકારાત્મક વિચારો કોઈપણ ચિત્ર બદલવા સક્ષમ છે. સમાપ્ત...... પાત્ર:- રાજા, પ્રધાન, જયસુખ વેપારી-સ્થળ:- બજાર, મહેલ, જયસુખની દુકાન.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)