પરિવાર
આજે હું ખૂબ ખૂબ ખુશ થયો, એક સમાચાર જેણે મારી જીંદગી બદલી નાખી. આ સમાચાર પણ કેવા! મને કોઈ ઢંઢોળી રહ્યું હતું, હું જાગી ગયો. મારું સપનું તૂટી ગયું , હું ઉદાસ થઈ ગયો. હું ખુશીના સમાચાર સમજીને ખુશ થયો, પણ એ તો સપનું હતું. હું તૈયાર થઈ ઓફિસ જવા નીકળ્યો. રસ્તામાં સપનું યાદ આવી ગયું. મને આશ્ચર્ય થયું કે મને એ સપનું અત્યાર સુધી યાદ કેમ છે! ઓફિસમાં બોસે પુછ્યું "તારા મમ્મી-પપ્પા કેનેડાથી કયારે આવે છે?" મેં કહ્યું " મને પણ આજે એ જ સપનું આવ્યું હતું." બોસે કહ્યું "તું ફોન કરીને વાત કરી લે." મેં જમવા સમયે મમ્મીને ફોન લગાડ્યો, પણ ફોન ન ઉપડ્યો. મેં આ ફોન રિસિવ ન થયો, એ સામાન્ય પરિસ્થિતિ ગણી લીધી. હું સાંજે ઘરે આવ્યો. અચાનક જ મારો ફોન રણક્યો. મેં ફોન રિસિવ કર્યો, સામે છેડે કોઈ ડોકટર હતા. મારા મમ્મી-પપ્પા અકસ્માતમાં માર્યા ગયા. આ આઘાતજનક સમાચાર મળતાં જ મેં ટિકીટ કરાવી. હું ફટાફટ કેનેડા પહોંચ્યો. હું કેનેડામાં બધું આટોપી લેવાની ઉતાવળમાં હતો, કેમ કે મારા ઘરે ઘોડિયું બંધાવાનું હતું. મારા મમ્મી-પપ્પાના અવસાનથી જે ખોટ પડી, એની ભરપાઈ ક્યારેય થવાની ન હતી. કેનેડામાં હું ત્રીજા દિવસે હોસ્પિટલના બિલ ચુકવતો હતો, ત્યાં જ મારા સસરાનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડયો, મારા સસરાનીવાત સાંભળીને મારા હાથમાંથી ફોન પડી ગયો. હું શુન્યમનસ્ક બેસી રહ્યો. હું હવે કેનેડાથી ફટાફટ ભારત પાછો આવ્યો. મારી પત્ની અને મારું બાળક ડિલિવરીમાં મૃત પામ્યાં હતાં. મારો પરિવાર કે જે મારા બાળકના જન્મ સાથે પૂર્ણ બનવાનો હતો. મારા મમ્મી-પપ્પા મારા બાળકના જન્મની ખુશાલીમાં કેનેડાથી હંમેશ માટે આવી જવાના હતા. મારા મમ્મી-પપ્પા આવી જતાં મારો પરિવાર સંપૂર્ણ બનવાનો હતો, એ કલ્પનાનો પરિવાર હકીકત બનતાં પહેલાં જ વિંખાઈ ગયો.હું એકલો અટુલો રહી ગયો.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)