ધૂળેટી -- સિનેમા સ્પર્ધા ( ટોપ-૫૦માં સ્થાન પામેલ)

25 ડીસેમ્બર 2021By Vandana Patel
ધૂળેટી -- સિનેમા સ્પર્ધા ( ટોપ-૫૦માં સ્થાન પામેલ) (૧) સ્થળ:- રોહનનો બંગલો                        આજે રોહન ખુબ ખુબ ખુશ છે. કામ કરીને થાક્યો હોવાથી ઘરે આવતાવેંત બેડરુમમાં આરામ ખુરશીમાં લાંબો થાય છે. રોહન એક બોકસ સાથે લાવ્યો હોય છે. આટલા થાકમાં પણ એ બોકસ નીચે મુકતો નથી. છાતીએ લગાડીને આંખો બંધ કરીને આરામ કરે છે. ભૂતકાળમાં સરી જાય છે.  એમાં જ નીંદર પણ આવી જાય છે. મોડેથી ઉઠે છે. એકલો હોવાથી  બહાર જમવા જવાનું વિચારે છે. આમ, તો રામુકાકા બનાવી દે પણ આજે એ રજા પર છે. વોર્ડરોબમાંથી પોતાના કપડાં લેતાં લેતાં પત્નીની સાડીઓ હેંગરમાં જુએ છે. રોહન સાડીઓને બંને હાથથી ભેટે છે. રોહન ખુબ ખુબ રડે છે. પોતાની પત્નીને યાદ કરે છે. તે થોડીવાર પછી હળવાશ અનુભવે છે. બહાર જાય છે. તે જમીને કલાકમાં પાછો આવી જાય છે.નોંધ:- આ બધી સાડીઓ રોહને જ ખરીદીને એકઠી કરી છે.**********(તે જમવા હોટલમાં જાય છે એ ખાલી પત્નીના ફોટાને કહેતો બતાવાય અને ઘડિયાળમાં સમય બતાવી સીન બદલી શકાય.)           ફરી પાછો પોતાના બંગલે એ જ પોતાનો બેડરુમ. જ્યાં રોહન ત્રણ-ચાર કલાક પહેલાં ઓફિસથી આવ્યો હતો, ત્યાં પાછો આવી જાય છે. બેડની સામે મોટો વોર્ડરોબ સાડીઓથી ભરેલો છે. વોર્ડરોબના અરીસામાં પોતાને જુએ છે. બેડની જમણી બાજુએ આરામખુરશી અને ટિપોઈ છે. ટિપોઈ પર પીવાના પાણીનો જગ પડ્યો છે. ટિપોઈની બાજુમાં મોટા કાચના દરવાજા છે,  જે બહાર બગીચામાં પડે છે. બેડરૂમમાં આવવા માટે ડાબી બાજુએ દરવાજો છે. જે અત્યારે બંધ છે. બેડ પર સુતા સુતા રોહન બગીચામાં નજર કરે છે. અને પેલું બોકસ જે ઓફિસથી આવ્યો ત્યારે એના હાથમાં હતું, તે પાછું હાથમાં લઈ લે છે. એને છાતીએ રાખી સુવાનો પ્રયત્ન કરે છે.               આજે રોહન ખુબ ખુબ ખુશ શા માટે હતો? ખબર છે? તમને ક્યાંથી ખબર હોય ! ચાલો, હું કહું. આવતીકાલે રોહન એની પત્નીને તેડવા જવાનો છે. રોહનની ઈચ્છા આ બોક્સ પત્નીને તેડવા જતી વખતે સાથે રાખવાની છે. ગીફ્ટ લઈને જતા રોહનનું છવ્વીસ વરસ પછી પત્ની સાથેનું મિલન કેવું હશે? બોક્સમાં શું હશે?રોહનને યાદ આવી જાય છે, છવ્વીસ વરસ પહેલાંની ધૂળેટી. (૨) સ્થળ:- રીમાના પપ્પાનો બંગલો...                રોહનની નજર સામે  પોતાના સસરાનો બંગલો તરી આવે છે. પોતાના સસરાના બંગલામાં જ પાછળની સાઇડે લોનમા ધૂળેટીનું આયોજન કર્યું હતું. પાણીમાં મીકસ કરેલા રંગોના કુંડ, પિચકારી, રંગોથી ભરેલી મોટી પ્લેટો,  બધુ સજાવેલ છે. બીજી બાજુએ ભાંગના ગ્લાસ ગોઠવેલ ટેબલ તૈયાર છે.                     ધાણી ખજૂર દાળિયા મમરા ની પ્રસાદની થાળીલઈને પોતાની પત્ની રીમાને આવતી જોઈ રંગોની મુઠ્ઠીભરીને તેની સામે દોડી જાય છે. પત્ની મોંમા પ્રસાદ આપે છે.ત્યાં તો રોહન આનંદના અતિરેકમાં રંગોથી રીમાને રંગી દે છે . રંગોથી સાડી ખરાબ થતા રીમા ગુસ્સે થઈ જાય છે. એ બોલી જાય છે કે તમારો એક મહીનાનો પગાર નથી એનાથી વધારે મોંઘી આ સાડી છે. મારા પપ્પાએ અપાવી છે. રોહનની બીજીવાર ભરેલ મુઠ્ઠી  હવામાં જ સ્થિર થઈ જાય છે.               રીમાથી  અચાનક જ બોલાયેલ શબ્દો રોહનને હતપ્રત કરી દે છે. આઘાતમાં સરેલ રોહનને જોઈ રીમા માફીમાગતી રહે છે. પગમાં બેસી પડે છે. પણ રોહનને કંઈ સંભળાતું જ નથી.                        કાનપુરમાં પડેલી હડતાલ, દિશાશૂન્ય મગજ અને  અસ્થિર પગ અજાણી કેડીએ  દોરી જાય છે. ***************પાછો પોતાને બંગલે :-ભૂતકાળમાંથી પાછો ફરતો રોહન રીમાના ફોટા સામે ઊભો રહીને વાત કરે છે કે આવતીકાલે આપણે મળીશું. આટલી બધી સાડીઓની વિગત જેવી કે કાંજીવરમ્, સિલ્ક, પ્લેન, સેલું, બાંધણી વગેરે ની વાત કરે છે.  પોતાની કમાણીની વાત કરે છે.  રોહન કહે છે કે હું પણ તારા પપ્પાની જેમ લાખો કરોડોમાં રમતો થઈ ગયો છું. હવે તું મારી સાથે ચાલ. એ જ ધૂળેટી કે જેને આપણને અલગ કર્યા, એ જ ધૂળેટી આવતીકાલે છવ્વીસ વરસ પછી આપણાં મિલનની સાક્ષી બનશે. રોહન ફોટા સાથે વાત કરી બેડ પર લંબાવે છે.પત્નીને યાદ કરતાં કરતાં મધુર મિલનની કલ્પના સાથે આંખો બંધ કરે છે.           અચાનક જ રાત્રે આગ લાગવાથી રોહનનો બંગલો સળગી ઉઠે છે. દુશ્મન જાણે છે કે રોહન એકલો છે. વીજળીના તારથી લગાડાયેલી આગ (શોર્ટ સર્કીટ) છે. રોહનને રુમમાં વાસ આવે છે. એ બેડરુમનો દરવાજો ખોલી આગળ ડ્રોઇંગ રુમમાં જવાની કોશિશ કરે ત્યાં તો આગની જ્વાળા બેડરુમમાં પ્રવેશી જાય છે. બેડરૂમમાં સાડીઓના વોર્ડરોબને આ જવાળા પોતાનામાં સમાવવાની કોશિષ કરે છે. રોહન બેબાકળો, ઘાંઘોવાંઘો, ગાંડા જેવો થઈ જાય છે. એના મગજમાં એક જ સપનું  સવાર હતું કે પત્ની માટે સાડીઓ એકઠી કરવી. પણ હવે એ સપનું રાખ બનવા તરફ પ્રયાણ કરે છે, સાડીઓ બચાવવાનો કોઈ ઉપાય સુઝતો નથી. રોહન પીવાના પાણીનો જગ જુએ છે, તરત જ વોર્ડરોબ પર છાંટે છે. એટલા પાણીથી કંઈ ન થાય ઉલ્ટાનું વીજ કરંટ હોવાથી શોટ લાગે છે. માંડમાંડ છાતીએ લગાડેલું બોક્સ લઈને બગીચા બાજુના દરવાજેથી ભાગે છે. રોહન એ બોક્સને જીવની જેમ સાચવતો સાચવતો રીમાને મળવા જાય છે. **************રોહન શું વિચારતો હતો ને શું થઈ ગયું? એક કરોડપતિ બનીને જવા ઈચ્છતો રોડપતિ બનીને જ્યાંથી શરુ કર્યું ત્યાં પાછો પહોંચી જાય છે. એ જ ધૂળેટી......વાહ રે નિયતિ!!!!(આ ડાયલોગ રોહનના અવાજમાં પહેલા ડબ કરી  ફિલ્માંકન કરી શકાય. જ્યારે એ રસ્તા પર ચાલીને પત્નીને મળવા જતો હોય ત્યારે )*****************   રીમાના પપ્પાનો બંગલે :-     લઘરવઘર રોહન રીમા સામે જોઈ રહે છે. રીમા ઓળખીજાય છે. પતિને ભેટી પડે છે. રોહન બોક્સ રીમાના હાથમાં આપે છે. રોહન ખોલીને એમાંથી એક મોંઘી સાડી ઉંચકે છેઅને રીમાને પાછળથી આગળ શાલ ઓઢાડીએ એમ ઓઢાડેછે. પછી ઉપર રંગોથી નવડાવે છે. પિચકારીથી રંગે છે.                  રોહન રડતાં રડતાં બધી વાત કરે છે. મેં નવો બિઝનેસ શરુ કર્યો. ખુબ  સરસ જમાવ્યો, તારા માટે ખુબ ખુબ સાડીઓ એકઠી કરી, આપણાં બંગલામાં અચાનક આગ લાગી, પોતાનો જીવ અને આ સાડી બચાવી તને આજના દિવસે ભેટ આપુ છું. ...... આ સાડી વોર્ડરોબમાં ન મૂકી નહીં તો ખાલી સપનાની રાખ લઈને જ આવત.રીમા બોલે છે કે રોહન, તમે શું કર્યું? હું તમને આજે પણ એટલો જ પ્રેમ કરું છું. મારાથી ભૂલથી બોલાયેલ શબ્દોમાં છવ્વીસ વરસ ઓગળી ગયા. મારા એ શબ્દોમાં પપ્પાના પૈસાના અભિમાનની છાંટ હતી. નિયતિએ તમને પાછા હતા ત્યાં જ લાવીને ઊભા રાખી દીધા. તમે ત્યારે ન ગયા હોત તો ....આ આપણો દિકરો શિવ.( શિવને બતાવતા)  એનું બાળપણતમે જોઈ શક્યા હોત. હું કાયમ થોડી આ બંગલામાં રહેવાની હતી. એ દિવસે ધૂળેટી હતી, એટલે જ પપ્પાને મળવા આવ્યા હતાં ને! આપણે સાંજ સુધી જ અહીં રહેવાનું હતું. પછી આપણે સાથે જ આપણાં ઘરે જવાનું હતું. તમે મને છોડી ગયા પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું. એક તમારો નિર્ણય ને આપણો છવ્વીસ વરસનો વિયોગ........રીમાના ખોળામાં માથું રાખીને સુતા રોહનને પત્નીના વાળનીઆછી સફેદી નજરે પડે છે. રોહન રીમાને ભેટી પડે છે. પારાવાર દુઃખ સહન ન થતા રોહન પસ્તાવાની આગમાં સળગે છે. આ આગમાં સળગતા હ્રદયને ઠારી ન શકતા  હ્રદયરોગના હુમલાને નોતરી બેસે છે. રોહન મૃત્યુ પામે છે.રીમાથી અનરાધાર આંસુનો અભિષેક થાય છે.શિવની આંખો છલકી ઉઠે છે.**********************      નસીબથી વધારે અને સમયની પહેલાં માનવી કશું મેળવી શકતો નથી. એક નાનકડો અહંમ સંસારને છિન્નભિન્ન કરી શકે છે. બંનેનો અહં ખુબ નાનો હતો પણ...........................સમાપ્ત...................................... 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!