ઉતરાયણ- રીક્ષા ડ્રાઇવર (અગાશીની પાળીએથી સ્પર્ધા)
આજે રમા અગાશી વાળતાં વાળતાં વિચારે ચડી જાય છે કે લતા હોત તો..... બીજે દિવસે ઉતરાયણ હોવાથી કામ પતાવી ફટાફટ નીચે આવે છે. લતાનું ઘર પોતાના ઘરની જોડાજોડ જ હતું. આમ તો લતા ભાડે રહેતી હતી, અત્યારે ખાલી છે તોય એ ઘર લતાનું જ લાગતું હતું. સાંજની રસોઈ સાથે શિંગની ચીકી, તલનાં લાડું, મમરાના લાડું ને ઊંધિયાની ગોટી બનાવી લીધી. થોડીવારમાં રમેશભાઈ ઘરે આવ્યા. બધાએ જમી લીધું. બાળકોએ કિન્ના બાંધીને પતંગ તૈયાર કરી દીધી હતી. બધા શેરડી ફોલવા બેસી ગયા. રમાએ બોર જીંજરા વગેરે સાફ કરી તૈયાર કરી દીધા. આવતીકાલના ઉત્સાહમાં બધા મોડે સુધી જાગ્યા. બીજે દિવસે બાળકો ન્હાઈને તૈયાર થઈ ગયા. બધો સામાન લઈ ઉપર અગાશીએ જવા લાગ્યા. શેરડી બોર ચીકી લાડુ વગેરે લઈને રમેશભાઈ એક વખત અગાશીએ જઈ મૂકી આવ્યા. બાળકો અગાશીમાં ચશ્મા તથા ટોપી પહેરીને ફોટા પાડતા હતા. રમેશભાઈ રમાને કહેવા લાગ્યા કે તું ક્યારે આવીશ ? બહુ લપ ન કરતી. રમાને આ ન ગમ્યું. રમા મનમાં બોલી કે એક તો આ ઊંધિયું...વાર તો લાગે ને! શું હું રાસ લેતી હોઈશ રસોડામાં? તહેવારને દિવસે કોને રસોડામાં રહેવું ગમે? આ પુરુષો સમજે જ નહીં. ત્યાં તો રમેશભાઈએ રસોડામાં આવીને પુરીના લુઆ કરી આપ્યા. રમાએ ઊંધિયું બનાવી પુરી પણ બનાવી લીધી. રમેશભાઈ ઉપર અગાશીમાં હતાં. બાળકો સાથે પતંગનો આનંદ માણતા હતા. મ્યુઝિક સિસ્ટમ પર ગીતો વાગતા હતાં. રમા અગાશીએ આવી. લતાના ઘર બાજુ નજર જતાં જ ઉદાસ થઈ ગઈ. કેવી નાનકડી વાતમાં વતેસર થઈ ગયું. રમેશભાઈએ વાત કરવાની કોશિશ કરી પણ મોટે અવાજે ગીતો વાગતા હોવાથી કંઈ સંભળાતું ન હતું. થોડી વાર ધીમો કરું એમ વિચારી રમેશભાઈ મ્યુઝિક સિસ્ટમ પાસે ગયા. ધીમે કરવા જતાં બંધ થઈ જવાથી કોઈના રડવાનો અવાજ આવ્યો. એકબાજુ લતાનું ઘર અને બીજી બાજુએ ખુલ્લો પ્લોટ હતો. રમાએ અગાશીની પાળીએથી નમીને જોયું. એક દસ-બાર વર્ષનો છોકરો રડતો હતો. એની મમ્મી એને સમજાવતા હતા કે તારા પપ્પાનો અકસ્માત ન થયો હોત તો તારા માટે પતંગ અને ફિરકીની ખરીદી પાકી જ હતી. દવાખાનામાં બચત વપરાઈ ગઈ. તારા પપ્પાને રીક્ષામાં પહેલા જેવો વકરો પણ નથી થતો. કોરોનાને લીધે લોકો બહાર જવાનું ટાળે છે. બધું ઓનલાઈન મંગાવી લે એટલે આપણે મંદીનો સામનો કરવો પડે. તારી નાની બહેન ઢીંગલીની જીદ કરે છે. બંનેને સાથે રડતાં જોઈ રમા નીચેજવા લાગી. રમેશભાઈએ કહ્યું કે જો ને રમા, આ ગીત- આપણું મનપસંદ ગીત બંધ થઈ ગયું. રમાએ કહ્યું કે સારું થયું. ઈશ્વરનો કોઈ સંકેત હશે હું હમણાં આવું છું એમ કહીને નીચે આવી. રમા ઘરની બહાર ગઈ. બાજુના ખુલ્લા પ્લોટમાં જઈ બંનેને સમજાવીને ઘરે લઈ આવી. મા-દિકરો રમાને જોઈ ઝંખવાઈ ગયા હતા. બંને જવાની કોશિશ કરતા હતાં. બંનેને ઘરમાં શાંતિથી બેસાડી પાણી આપ્યું. બોર, જીંજરા શેરડી તલ અને મમરાના લાડુ ચીકી વગેરે ભરી આપ્યું. બાર-પંદર પતંગ અને ફીરકી પણ આપી. રમાએ બંનેને જમવાનું પુછ્યું. મા-દિકરો ના પાડવા લાગ્યા. ઘરે બાપ-દિકરી એકલા હશે એટલે ના પાડતા હશે, રમાએ એવું અનુમાન લગાવીને ચાર વ્યક્તિનું ટિફીન ભરી આપ્યું. સામે હિંચકામાં ઢીંગલી પર નજર જતા રમા દોડીને રુમમાં ગઈ. રમા પોતાની ભત્રીજી માટે લીધેલી ઢીંગલી અને થોડા રુપિયા લઈને બહાર આવી. બધું સારી રીતે બંનેને આપી દરવાજા સુધી ગઈ. બંનેને વળાવીને ઉપર જતી હતી ત્યાં જ રમેશભાઈ સીડીએ અથડાઈ ગયા. બંનેના ચહેરા પર હાસ્ય આવી ગયું. રમેશભાઈએ મજાક કરી જ લીધી શું દાન પુણ્ય કર્યું કે આટલો સંતોષ તારા સુંદર મુખકમળ પર છવાઈ ગયો! રમાએ બધી વાત કરી. રમેશભાઈને પણ સંતોષ થયો. પોતાની પત્નીને કહેવા લાગ્યા કે કોરોનામાં જેમ મધ્યમવર્ગ માટે અઘરું છે એવી રીતે કહેવાતો આઉચ્ચ ગરીબ વર્ગ પણ ખુબ મુશ્કેલીઓનો સામનો કરે છે. એક અણધાર્યો હોસ્પિટલનો ખર્ચ એમને બેવડા કરી નાખે છે. એ લોકોભીખ નથી માગતા અને ઉછીના પણ કોણ આપે? એના જેવી જપરિસ્થિતિ એમનાં સગા સંબંધીઓની હોય. રીક્ષા ચલાવનારનેબધાએ ઉચ્ચ દ્રષ્ટિએ જોવા જોઈએ. જાણે છે શા માટે? આપણે રીક્ષામાં બેસીએ છીએ ત્યારે આપણે આપણી કિંમતી જીંદગી રિક્ષાચાલક પર વિશ્વાસ કરીને દાવમાં મુકીએ છીએ. તે આપણાં વિશ્વાસને ડગવા નથી દેતા. પચાસ કે સો રૂપિયા જેવી નજીવી કિંમતમાં આપણને સુરક્ષિત ઘરે પહોંચાડે છે. કોઈ પણ ધંધો ગુજરાન ચલાવવા માટે નાનો નથી. આપણી જીંદગીની રક્ષા કરનાર નાના કેવી રીતે હોય શકે! વાત પૂરી કરતા'તા જ કે અગાશીમાંથી અવાજ આવ્યો.....ઉપર આવો મમ્મી પપ્પા... બંને અગાશીમાં જાય છે. બંનેને સંતોષ થયો કે કોઈ મોટું દાન નથી કર્યું પણ કોઈ બાળકોની ઈચ્છાઓ પુરી કરવા ઈશ્વરે પોતાને પસંદ કર્યા. આપણે કંઈ પણ કરીએ એમાં ઈશ્વરની ઈચ્છા હોય તો જ થાય. પછી ભલે ને એ નાનકડું દાન કેમ ન હોય! સૌ પ્રથમ રમા અને રમેશભાઈએ ફીરકી પકડી અને બાળકોએ પતંગ ચગાવી. હવે રમાબેને ફીરકી પકડીને રમેશભાઈએ પતંગ ચગાવી. મ્યુઝિક સિસ્ટમમાંથી સંગીતના સુર રેલાઈ રહ્યા હતા. બાળકોને નાસ્તો કરવા બેસી ગયેલા જોઈ રમેશભાઈ અને રમાએ પણ પતંગ ચગાવવાનું બંધ કરી બાળકો જોડે બેસી ગયા. બપોર પછી મામા અને ફઈ બંને કુટુંબ સાથે આવવાના હોવાથી બધા આનંદમાં હતાં. રમેશભાઈને પણ સંતોષ થયો કે રમા હવે લતાને યાદ કરીને તહેવારના દિવસે ઉદાસ નહીં રહે.ક્મશ:
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)