અજાણ્યો ટાપુ- ગુલાબકુમાર
અજાણ્યો ટાપુ - ગુલાબકુમાર સુપ્રભાત...... ગોકુળધામ...............શિયાળાની ગુલાબી ઠંડીમાં સવારનો કુણો તડકો ગોકુળધામમાં પા પા પગલી પાડે છે. ભીડેસાહેબ સુવિચાર લખી જેઠાલાલ જોડે તુતુ -મેમે કરવા લાગે છે. ત્યાં જ બબીતાજીના દર્શન, પોપટલાલની એક જ સમસ્યા.........ચાલો તમને એક નવો જ કિસ્સો કહું. કદાચ મારી કલ્પના -વાર્તા વાંચીને આશિતજીને નવો ભાગ બનાવવાની પ્રેરણા મળી જાય. આ એકદમ નવું છે હો. ટપુસેના પ્રવાસે જાય છે.બધા ખુબ જ ઉત્સાહિત.બધાના મમ્મીએ ખુબ ખુબ નાસ્તો આપ્યો છે. શાળાએ ઉત્સાહ સાથે જહાજમાં ટાપુ પર જવાના પ્રવાસનું આયોજન કર્યુ છે. રોશનભાભીની લસ્સી, માધવીભાભીની કોથંમીર વડી, કોમલભાભીના સમોસા અને દયાભાભીના થેપલા-છુંદો,અંજલિભાભીનું પોષ્ટિક સલાડ(ફણગાવેલ મગ ચણા સાથે) તથા જરુરી સામાન સાથે ટપુસેના શાળાએ પહોંચે છે.ત્યાંથી જહાજ સુધી બસમાં જાય છે. બધા જહાજમાં ગોઠવાઈ જાય છે.જહાજમાં બધા અંતાક્ષરી રમવાનું ચાલુ કરે છે.ખાવાના નામથી આપણા ગુલાબકુમારને મોંમા બહુ પાણી આવે. ન ઓળખ્યા? અરે! આપણો ગોયા. ગોલી બહુ ખીજવે પણ ગોયા તો ગોયા જ. ગોયાએ ખાવાની બેગ એવી પકડી રાખી કે જાણે એકલાએ જ બધું ન ચાઉ કરી જવું હોય! ટપુ કહે,ગોયા બેગ નીચે મુકી દે, પણ ગોયાએ બેગ પહેરી જ લીધી. હવે સમજાવવાનો કોઈ અર્થ નથી એવું સમજી બધા રમવામાં ધ્યાન આપે છે. પછી ચેસની હરિફાઈ પણ થઈ. વિજેતા સોનુને ઈનામ મળે છે. વળતા રુબી કયુબની હરિફાઈનું નક્કી થયુ હતુ. આમ કરતા બધા ટાપુ ઉપર પહોંચી જાય છે. પાંચ -છ કલાક રોકાવાનું હોવાથી બધા બાળકો આરામથી નીચે ઉતરે છે. ક્રિકેટ રમે છે.થોડી વાર પછી ત્યાં શિક્ષક આવીને બધા બાળકોને ગોળ વર્તુળમાં ઊભા રાખે છે. પોતે પાણીમાં જઈ એક કરચલો લાવે છે. બધા બાળકો આશ્ચર્યચકિત! પછી કરચલાને ઊલટો કરીને ત્યાં પાછળના ભાગમાં વચ્ચે વી જેવું અને એસ જેવું હોય તો નર અને માદાનો પરિચય આપે છે. કરચલાને સવળો કરી પેન મોંમા આપે છે ત્યાં તો ઢાંકણનું વાંકીચૂંકી ડિઝાઈન સાથે કચુંબર જ જોઈ લો. પછી આગળ જતા કાચબો દેખાયો. મરેલો જ લાગે. મહામુસીબતે પાણીમાં ઉતાર્યો. હવે બધાને કકડીને ભૂખ પણ લાગી હતી. બધાએ જમીને થોડીવાર બેઠાં -બેઠાં રમવાનુ નક્કી કર્યુ. થોડીવારમાં પ્રોજેકટર પર જળ સૃષ્ટિની ફિલ્મ બતાવી. ટપુસેનાને ખુબ ખુબ મજા આવી. બધા થોડી વાર ફર્યા.ટાપુ થોડો મોટો એટલે ગોયા ક્યારે સુઈ ગયો એ ખબર જ ન પડી, કદાચ ફિલ્મ સમયે ......બધા જહાજમાં ગોઠવાઈ ગયા. ને શાળાએ પરત આવવા નીકળી ગયા. પાછુ રાબેતા મુજબ રમવાનું,ધીંગામસ્તી વગેરે ચાલુ હતું. પણ....ગોયા તો ટાપુ પર એકલો.... સોનુને ખબર પડી પણ આગળ નીકળી ગયા હતા,તરત જ સરને જાણ કરી.************************** ગોયા તો ઝબકીને જાગ્યો. પહેલા તો ચિંતા ન કરી કેમ કે બીજી બાજુએ બધા ફરતા હશે એમ માની નાસ્તાની બેગમાંથી સમોસા કાઢી ખાઈ લીધાં. પાણી પી ને આરામથી ફરવા નીકળ્યો. પણ ક્યાંય કોઈ દેખાતું નથી. હવે બીક લાગી.ઘાંઘોવાંઘો થઈને બુમો પાડે છે. રડતો -રડતો ગોયા બુમ પાડે છે ....કોઈ છે............કોઈ તો બોલો.......કોઈ તો લેવા આવો......ક્યાં છો બધા...... ખુબ ખુબ શિયાંવિયાં થઈ ને ટપુ.......ગોલી......હવે તો અંધારુ થઈ ગયું. ગોયા બેગમાંથી બત્તી કાઢીને આજુબાજુ પ્રકાશ ફેંકે છે. ખુબ ડર સાથે ટપુ..... ગોલી..........બુમો પાડે છે.*************************ત્યાં તો કોમલભાભી ગોયાના પલંગ પાસે આવીને પાણી મોં પર છાંટતા પુછે છે કે શું રાડો પાડે છે? ગોયા પરાણે કંઈક જોવાની કોશિશ કરે છે. કોમલભાભી કહે છે કે ટપુસેના બહાર તારી રાહ જુએ છે. પ્રવાસમાં નથી જવું.? ગોયા ફટાફટ તૈયાર થઈને બહાર આવે છે ને કોમલભાભી ગોયાને સમોસાનો ડબો આપે છે ને.....ગોયા બેગ ટપુને પકડાવે છે..... બધાને આશ્ચર્ય થાય છે કે નાસ્તાની બેગ ટપુ ને! હવે કોઈને શું ખબર કે આપણાં ગુલાબકુમાર,ભવિષ્યના ડૉકટર ટાપુ ઉપર એકલા ...........પ્લોટ નં ૮ (આઠ)~ વંદના પટેલ.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)