દિવાળી- ઉત્સવ

19 સપ્ટેમ્બર 2023By Vandana Patel
દિવાળી- ઉત્સવ [ગઈકાલે એક...અધૂરી વાત વાર્તામાં આપણે જોયું કે...માહીને પલંગ પર બેસાડી દીધા પછી મયુર દરવાજો બંધ કરી દે છે...]હવે આગળ વાંચો.....માહી: આ શું? તમે દરવાજો કેમ બંધ કર્યો?મયુર:  (હસતા હસતા) કેમ! તને મારાથી ડર લાગે છે?માહી: શું તમે પણ...        મયુર માહીની નજીક આવે છે ને માહી દોડીને દરવાજો ખોલવા જાય છે. મયુર બહાર જવાની  ના પાડે છે. મયુર : આજે રવિવાર છે, તું શાંતિથી બેસી જા. હા, પેલી એક વાત જે ત્રણ દિવસથી અધૂરી રહી જાય છે, એ અત્યારે કહી દે.માહી: હું એમ કહેતી હતી કે આ દીવાળી વેકેશનમાં મમ્મી-પપ્પા હરિદ્વાર જવાનું કહે છે, તો આપણે બધાં સાથે જઈએ?મયુર ઠેકડો મારીને પલંગ પરથી નીચે ઉતરે છે. માહી જુએ છે કે મયુર કબાટમાંથી કંઈક કાગળ લઈને પોતાની તરફ આવે છે.મયુર કુલુ મનાલીની ટીકિટ બતાવતા કહે છે  "આપણે નવા વર્ષના દિવસે મમ્મી-પપ્પાને પગે લાગીનેસાંજે નીકળી જઈશું. તું કોઈ ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માંગતી હોય તો આજે જ જઈ આવીએ."માહી વિચારમાં પડી જાય છે. મયુર માહીને ઢંઢોળતા કહે છે "હું પપ્પા જોડે વાત કરું છું. તું સામાન  પેક કરવાની તૈયારી કર."***********મયુર બપોરે જમતા-જમતા મમ્મી-પપ્પા જોડે વાત કરે છે. પોતે કુલુ મનાલીની ટીકિટ કરાવી, એ કહ્યું અને પુછ્યું   "આપ બંને હરિદ્વાર જવાનું વિચારો છો?પપ્પા તરત બોલ્યા "માહીની પણ ઈચ્છા હરિદ્વાર આવવાની હતી.""હા, માહીએ આ એક વાત પુછવામાં ત્રણ દિવસ કાઢી નાખ્યાં, ને મેં ગઈકાલે જ ટીકિટ કરાવી લીધી. હવે એક કામ કરીએ, તમે હરિદ્વાર જઈ આવો. આપણે પછી કોઈવાર સાથે જઈશું." જવાબ આપતા  મયુરે  કહ્યું."સારુ ત્યારે,આપણે સૌ દિવાળીનો ઉત્સવ સાથે ઉજવીએ, પછી છૂટા પડીશું." મમ્મી બોલ્યા."એવું ન બોલો મમ્મી" માહીએ કહ્યું."સારુ સારુ નહીં બોલું, બીજું કંઈ કહેવું હોય તો બોલ." હસતાં -હસતાં વળી પાછા મમ્મી બોલ્યા.ક્રમશ:આવતીકાલે પ્રતિલીપિ વિષય આપશે, એ પરથી વાર્તા આગળ વધશેે.😄😀👍 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!