એક... અધૂરી વાત

30 સપ્ટેમ્બર 2023By Vandana Patel
એક... અધૂરી વાત એક અનોખી વાર્તા - કે જે લખાશે પ્રતિલિપિ દ્વાર આપેલા શબ્દોથી....જી હા મિત્રો, રોજ પ્રતિલિપિ આપણને એક વિષય આપે છે. આપણે એ શબ્દ વડે વાર્તા, લેખ, પત્ર, ડાયરી, નિબંધ, કવિતા, હાઈકુ, વગેરે લખી શકીએ છીએ. હું એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છું. હું વિચાર્યા વગર, પ્લોટ વગર, કોઈપણ જાતની પૂર્વતૈયારી વગર...એક ધારાવાહિક લખવા જઈ રહી છું. હું પાત્રોના નામ અને સંખ્યા - આપવામાં આવેલ શબ્દ પરથી જરુર મુજબ ઉમેરતી જઈશ.  આ પહેલાં મેં એક ધારાવાહિક (ચાર ભાગ) પત્ર રુપે અને બીજી પંદર ભાગોમાં સંબંધોના સમીકરણલખી છે. સૌ મિત્રોને વાંચવા માટે ખાસ વિનંતી. આ ધારાવાહિક તથા મારું અન્ય લેખન વાંચીને સહકાર આપવા બદલ  સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. પાત્રો: મયુર અને માહી-    પતિ-પત્નીમાહી: "એક....વાત સાંભળશો મારી"મયુર: "હા, બોલ ને."માહી અચકાતા અચકાતા કંઈક કહેવા જાય છે ત્યાં તો બાબાની વોટરબેગ, મમ્મીની દવા, પપ્પાની ચા અને મયુરનું ટીફિન......માહીને રસોઈઘરમાં ખેંચી ગયું.બીજે દિવસે.....આ જ પુનરાવર્તન.....ત્રીજા દિવસે પણ પુનરાવર્તન યથાવત રહ્યું.ચોથા દિવસે મયુર બરાબર કંટાળ્યો. આજે મયુરે માહીને હાથ પકડીને પલંગ પર બેસાડી દીધી, ને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો...ક્રમશ:(આવતીકાલે નવા વિષય પર વાર્તાને વળાંક મળશે...😀) 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!