સ્નેહ
આપણે ગતાંકમાં જોયું કે મયુર, માહી અને નમ્ર કુલુથી મનાલી જવા નીકળ્યા હતાં. હવે આગળ........ મયુર, માહી અને નમ્રને મનાલી પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ. આમ તો ઘડિયાળમાં છ જ વાગ્યા હતા, પરંતુ પહાડી વિસ્તારમાં સુર્યાસ્ત વહેલો થતો હોવાથી સૌએ હોટલ પર આરામ કરવાનું વિચાર્યું. રાત્રે નજીકમાં લટાર મારી આવ્યા બાદ ત્રણેય હોટેલમાં જમવા માટે ગોઠવાયાં. નમ્ર તો મેગી....મેગી...ગાવા લાગ્યો. વેઈટર પણ નમ્રનું ગાયન સાંભળીને હાજર થઈ ગયો. મયુરને પણ આરામ કરવાની ઉતાવળ હોવાથી મેગીનો ઑર્ડર આપી દીધો. માહીએ પનીર ટિક્કા મસાલા, એક તવા પરોઠાં, એક બટર નાન અને મસાલા પાપડનો ઑર્ડર આપવાનું મયુરને કહ્યું, ત્યાં જ મયુરના ફોનમાં રીંગ વાગી. મયુરે ઈશારાથી માહીને વેઈટરને ઑર્ડર આપવાનું કહી દીધું ને પોતે ફોનમાં વાત કરવા લાગ્યો. માહીએ ઑર્ડર આપ્યો. માહીએ જોયું કે ટેબલ પર મેગી આવી ગઈ છે, તરત જ નમ્રને ખવડાવવાનું શરુ કરી દીધું. બે પ્લેટમાં થોડી થોડી ઠારી દીધી હોવાથી નમ્રને જમવામાં બ્રેક ન પડ્યો. મયુરને ફોનમાં વાત પૂરી થઈ ને બાકીનો ઑર્ડર પણ આવી ગયો. પતિપત્નીએ કંઈપણ બોલ્યા વગર જમવાનું પુરુ કર્યુ. મયુરે બિલની ચુકવણી કરી, ત્યારે માહી 'કોનો ફોન હશે?' એ વિચારોમાં ખોવાયેલી હતી. મયુરે માહીને બોલાવી ત્યારે તેણીની તંદ્રા તૂટી. ત્રણેય હોટેલ પહોંચ્યા. રુમમાં આવતાવેંત ત્રણેયે નાઈટ ડ્રેસ પહેરી લીધા. માહી નમ્રને સુવડાવી રહી હતી, મયુરે આરામખુરશીમાં લંબાવ્યું, પાછળની તરફ પોતાનું માથું ટેકવીને આંખો બંધ કરીને પડ્યો પડ્યો ફોનમાં વાત થઈ, એના વિશે વિચારવા લાગ્યો. માહી હાલરડું ગાઈ રહી હતી. નમ્ર સુઈ ગયો, એટલે માહીએ મયુરને સુવા માટે બોલાવ્યો. માહી વાદલડી બનીને વરસવા તૈયાર હતી, આકર્ષક નાઈટ ગાઉને મયુરને પણ વિહવળ કર્યો. બંને એકબીજામાં ખોવાઈ ગયા. બંનેને લગ્નની શરૂઆતનાં દિવસો યાદ આવી ગયા. મયુરના સ્નેહભર્યા આલિંગનમાં જકડાયેલી માહીએ પૂછ્યું "કોનો ફોન આવ્યો હતો?" મયુરે કહ્યુ " સ્નેહનો." માહી આગળ કંઈ ન બોલી.******** સ્નેહે રીનાને ધમકાવતા કહ્યુ "આ તારા ભાઈ પાસે કુલુ-મનાલી જવાના પૈસા છે પણ મને આપવા પડે તો જોર પડે છે નહીં? " રીનાએ કહ્યું "હું તમને મારો પગાર તો આપી દઉ છું, પછી તમારે વધારે રુપિયા શા માટે જોઈએ છે?"સ્નેહ પોતાના નામ કરતાં વિપરીત ગુણો ધરાવતો હતો. એ વળી પાછો તાડુકયો "તું તારો પગાર આપીને મારી પર ઉપકાર કરે છે?" રીના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી."તારી પર દુ:ખનો ડુંગર તૂટી પડયો નથી, સમજી. રોવાનું બંધ કર ને તારા મમ્મી-પપ્પા પાસે જઈને પૈસાનો પ્રબંધ કર." આટલું કહીને તે રુમની બહાર નીકળી ગયો.રીનાએ ધીમેથી કહ્યું "તમે ઉતાવળા ન થાઓ તો સારું. મમ્મી-પપ્પા હરિદ્વાર ગયા છે."રીનાનું આ વાકય સાંભળીને ઘરના ઉંબરામાં જ સ્નેહ રોકાઈ ગયો.ક્રમશઃ
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)