દોસ્તીથી વધુ?
ગતાંકમાં આપણે જોયું કે સ્નેહ મયુરની બહેન અને પોતાની પત્ની રીના પર ધાકધમકી કરે છે, પિયરથી પૈસા લાવી આપવા માટે દબાણ કરે છે. હવે આગળ......💐💐💐💐💐💐💐પાત્ર પરિચય:- મયુર અને રીનાના પિતા- મેઘજીભાઈ (માહીના સસરા)મયુર અને રીનાના માતા- સરલાબેન ( માહીના સાસુ)💐💐💐💐💐💐💐 સ્નેહના ઉંબરામાં જડાયેલા પગ ફરીથી રુમ તરફ વળ્યા. તે બંને પગ રીનાની પાસે ઘુંટણિયાભેર વળી ગયા. સ્નેહે રીનાના વાળ પકડી લીધા, રીનાને એમ વાળથી જ ઊભી કરવા જતો હતો કે બંનેની દીકરી ઈશા રુમમાં આવી ગઈ. સ્નેહે વાળ છોડી દીધા અને કંઈ જ બન્યું નથી, એમ વર્તવા લાગ્યો.ઈશા પોતાની મમ્મીનો હાથ પકડીને ત્યાંથી પોતાના રુમમાં દોરી ગઈ. સ્નેહ ગુસ્સામાં આંટા મારતો-મારતો એકલો બબડતો હતો કે ક્યાં સુધી ઈશા તને બચાવશે?*********હરિદ્વારમાં....મયુરના માતાપિતા પોતાની દીકરી રીનાની ચિંતા કરતાં નદીકિનારે બેઠાં હતાં. બંને મૌન હતાં. થોડીવાર પછી મેઘજીભાઈના ફોનની રીંગ વાગી. મેઘજીભાઈએ ફોન ઉપાડ્યો, સામે છેડેથી મયુરનો અવાજ સંભળાતા થોડું સારું લાગ્યું. મયુરે કહ્યુ " પપ્પા, સ્નેહનો ફોન આવ્યો હતો."મેઘજીભાઈએ કહ્યુ "બેટા, તારાથી મોટા છે, જીજાજી કે જીજુ કહેતો હોય તો સારું લાગે."મયુરે માંડ-માંડ ગુસ્સાને કાબુમાં રાખ્યો. માહી મયુરની હથેળી પ્રેમથી પંપાળી રહી હતી.મયુરે કહ્યુ " પપ્પા, આદર-સન્માન તો અંતરના ખૂણેથી આપોઆપ દોડતા આવે, એ ઝરણું હું કાયમ વહાવતો હતો, પણ હવે નહીં. એ માણસની હિંમત દિવસે ને દિવસે વધતી જાય છે." મેઘજીભાઈએ કહ્યુ "ફોનમાં આવી વાતો ન થાય. તમે ઘરે આવો પછી ચર્ચા કરીશુ." મયુરે મમ્મીને "ચિંતા ન કરશો" એવું કહીને ફોન મૂક્યો.********* નમ્રને રોપ-વે જેવા આડા બંધાયેલ દોરડાં પર લટકીને પાણીમાં પગ ઝબોળવાની મજા પડી હતી. આજે પાછો ત્યાં જ જવાની જીદ કરતો હતો. મયુર અને માહી બંને નમ્રને લઈને એ જ સ્થળે ફરીથી ગયાં. હિડિંબા મંદિર અને બગીચે આવતીકાલે જશું, એવું નક્કી કર્યું હતું. તેઓ સાંજે-સાંજે બજારમાં આંટો મારતાં હતાં.************રાત્રે નમ્ર સુઈ ગયો, પછી બંને વાતોએ વળગ્યાં. મયુર: આ સ્નેહને વધુ પડતું માન આપ્યું, એનું પરિણામ તો નથી ને?માહી: હું જાણું છું ત્યાં સુધી જીજુના પપ્પા અને આપણા પપ્પા મિત્રો હતા ને!મયુર: હા, એ તો બધાને ખબર છે, પણ સ્નેહના અંદરના ગુણો કાકાના મર્યા પછી ધીમે-ધીમે બહાર આવી રહ્યા હોય તેવું લાગે છે.માહી: બે મિત્રોની દોસ્તીને નજર લાગી ગઈ.મયુર: બંને વચ્ચે સગા ભાઈઓ જેવો પ્રેમ હતો.માહી: દોસ્તીથી વધુ?મયુર: હા, એટલે જ તો બંને અરસપરસ દીકરા-દીકરી આપીને મિત્રોમાંથી વેવાઈ બન્યા.માહી: જીજુ શેરબજારમાં વધારે ને વધારે રુપિયા રોકતા જાય છે, ખબર નહીં, પૈસા છૂટા થશે કે નહીં પણ દીદીને એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર લાવીશું?મયુર: પપ્પાએ કહ્યુ છે કે જ્યારે આપણે ઘરે જઈશું, ત્યારે આપણે સાથે બેસીને ચર્ચા કરીશું.માહી: સારું, તો ચાલો સુઈ જઈએ.મયુરે માહીને ખેંચીને પોતાના ખોળામાં બેસાડી દીધી. માહીને અચાનક તો સમજમાં ન આવ્યું, પણ પછી મયુરની આંખોમાં જોતા સમજી ગઈ. માહીએ હસતાં-હસતાં કહ્યું "આવી ગંભીર વાતોમાં પણ તને મસ્તી સુઝે છે."મયુરે લાઈટ બંધ કરતાં કહ્યુ " એ વાતો ક્યારની પૂરી થઈ ગઈ ને ચાલુ વાત એ છે કે...."માહીએ પણ ચાલુ વાતનો દોર હાથમાં લઈ લીધો.ક્રમશઃ:
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)