કેવી લાગણીનો અહેસાસ?

25 સપ્ટેમ્બર 2023By Vandana Patel
કેવી લાગણીનો અહેસાસ? મયુર અને માહી કુલુમાં રીવરરાફટિંગની મજા માણી રહ્યાં હતાં. બંનેનો વ્હાલસોયો દીકરો નમ્ર પાણી ઓછું ઊંડુ હતું, ત્યાં રમી રહ્યો હતો. સાંજના સમયે ત્રણેય મનાલી જવા નીકળી પડ્યાં હતાં.           થોડીવારમાં મયુરના ફોનમાં રીંગ વાગી. મયુરે માહીના ખભેથી હાથ સેરવીને ફોન ઉપાડ્યો. મયુરે પપ્પા જોડે વાત કરી. પપ્પાએ પૂછયુ " ત્યાંનું વાતાવરણ કેવું લાગે છે?" મયુરે આનંદમાં આવી જઈને કહ્યુ "બહુ જ આહલાદક વાતાવરણ છે, પપ્પા." તેણે થોડીઘણી વાતો કરીને ફોન મૂક્યો. મયુરે માહીને કહ્યુ "મમ્મી-પપ્પા શાંતિથી હરિદ્વાર પહોંચી ગયા છે."માહીએ કહ્યું  "મમ્મી-પપ્પાની લાગણીને ઠેસ પહોંચી હશે. હું તેઓની સાથે હરિદ્વાર જવાનું કહેતી હતી. આપણે સાથે ગયા હોત તો  તેઓનો ખ્યાલ રાખી શકાત અને સાથે-સાથે ફરવાનું પણ થઈ જાત."મયુર ખડખડાટ હસી પડ્યો. માહી અચરજથી જોઈ રહી. મયુરે કહ્યુ" આ આપણે અહીં અને તેઓ ત્યાં ફરીએ જ છીએ ને! થોડી વાતચીતના અભાવે જુદાં-જુદાં ફરીએ છીએ, પણ આવતી દિવાળીએ પાકું, આપણે સૌ સાથે જઈશું."માહી ખુશ થઈ ગઈ, અને વિચારવા લાગી કે આ કેવી લાગણીનો અહેસાસ? મારા સાસુ સસરા છે, પણ હું તેઓની સાથે માતાપિતાની લાગણીથી જોડાયેલી છું.મયુરે ઈશારાથી પૂછ્યુ "શું વિચારે છે?" માહીએ પોતાના મનની વાત કરી તો મયુરે પ્રેમથી માહીનો હાથ દબાવ્યો અને પૂછ્યું "અત્યારે કેવી લાગણીનો અહેસાસ થાય છે?" માહીએ મયુરને કહ્યું "આ વાદળી ગમે ત્યારે વરસી પડે એવી સંભાવના છે."મયુરે હસતા-હસતા કહ્યું "ઓહો... શું વાત છે!"               નમ્ર અચાનક ઊંઘમાંથી ઊઠીને આંખો ચોળતા બારીની બહાર જુએ છે. તે ધીરેથી પૂછે છે" ક્યાં છે વાદળી?"પતિ-પત્ની એકબીજા સામે સુચક સ્મિત ફરકાવે છે.મયુર આકાશમાં આંગળી ચીંધીને સફેદ વાદળ બતાવતા કહે છે  "જો પેલું નાનકડું વાદળ વાદળી પણ કહેવાય."ક્રમશ: 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!