પવિત્ર બંધન -૪ ---- અજાણ્યા નગરમાં
ક્ષમાનું રામપુર ગામથી અપહરણ થયું હતું. તેણીને હરિદ્વારમાં ગુરુજીએ શારીરિક શોષણ અને માનસિક યાતનાઓ આપી હતી, એટલું જ નહીં, ગુરુજીએ તેણીને ગર્ભવતી બનાવ્યાં બાદ ગંગા કાંઠે છોડી દીધી હતી. તેણી પોતાની યાદશક્તિ ગુમાવી બેઠી હતી. એક સાધ્વીજીનાં આશ્રમમાં પુત્રીને જન્મ આપ્યાં બાદ યાદશક્તિ પાછી આવતાં પોતાની પુત્રીને લઈને દિલ્હી આવવા માટે નીકળી ગઈ હતી.હવે આગળ....... ક્ષમા હરિદ્વારથી દિલ્હી આવી પહોંચી. તેણી પોતાના ઘરે આવી. તેણી પોતાનાં માતા-પિતાને મળે છે. ક્ષમાની માતા વિમળાદેવી પોતાની પુત્રીને જોઈને ધ્રુસકે-ધ્રુસકે રડી પડે છે. વિમળાદેવીદીકરીને ગળે લગાડી વ્હાલ કરે છે, એટલામાં બહાર વરંડામાં હિંચકા પર સુવડાવેલી નાની પરીનો રડવાનો અવાજ આવે છે. નાની પરીને જોઈને ક્ષમાનાં માતા-પિતા આશ્ચર્ય અનુભવે છે. તેણી પોતાનાં માતા-પિતાને વિગતવાર સઘળી હકીકત રજુ કરે છે. માતા-પિતા ખૂબ પ્રેમથી દીકરીને આવકારે છે અને દોહિત્રીનો સ્વીકાર પણ કરે છે. નાના-નાની નાનકડી પરી પર વ્હાલ વરસાવે છે, આ દ્રશ્ય જોતા ક્ષમાની આંખો ભીની થઈ જાય છે. તેણી મનોમન પોતાને આવા માતા-પિતા મળવા બદલ ઈશ્વરનો આભાર માને છે. આજના યુગમાં માબાપે સમજવું જોઈએ કે આમાં દીકરીનો દોષ નથી અને નાનકડાં સંતાનનો પણ શું વાંક? બસ, આવા ગુનેગારને પાઠ ભણાવવા માટે હિંમતથી સામનો કરવાની જરૂર છે.વિમળાદેવીએ પ્રેમથી દીકરીના માથે હાથ ફેરવતાં પુછ્યું " બેટા, એ નરાધમને જોઈશ તો ઓળખી જઈશ?"ક્ષમાએ જવાબ આપ્યો " હા મમ્મી, ઓળખી જઈશ."ક્ષમાના પિતાજી રાયચંદે કહ્યું "આપણે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જવું જોઈએ."ત્રણેય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જાય છે. ક્ષમાના મામાએ ક્ષમાનાં ગૂમ થવાની એક ફરિયાદ રામપુર ગામથી નજીકનાં પોલીસ સ્ટેશને લખાવેલી જ હતી. ******પરી પંદર મહિનાની થઈ ગઈ, પણ પગ માંડતાં અચકાતી હતી. વિમળાદેવી અને ક્ષમા પરીને દવાખાને લઈ જાય છે. ડોકટરે કહ્યું "પરીને આંશિક અપંગતા આવી હોય એવું લાગે છે. દરરોજ હળવી કસરત અને યોગ્ય દિશામાં માલીશ કરવાથી તેણીને સારું થઈ જશે.વિમળાદેવીએ પૂછ્યું "પોલિયોની અસર તો નથી ને?"ડોક્ટરે ના પાડતા કહ્યુ "ના, ના, ચિંતા કરવાની જરૂર નથી. પરી થોડી મોટી થશે, પછી ઓપરેશન પણ થઈ શકે એમ છે. ઘણીવાર માતાને મન-મગજ પર કંઈક ભાર કે ચિંતા હોય તો આવું બની શકે."રાયચંદજીના ઘરે રીમા નામની એક સ્ત્રી પરીને તેલ માલીશ અને કસરત કરાવવા માટે આવે છે. રીમા પહેલા દિવસે પરીને માલીશ કરતાં કરતાં પોતાની દીકરી સાથેની સામ્યતા જોઈને 'હે ભગવાન! ' બોલી ઉઠે છે. ક્ષમા આ શબ્દો સાંભળીને ચોંકી જાય છે. તેણી રીમાને આ વાતની સચ્ચાઈ કહેવા પર ભાર મૂકે છે. "તું 'હે ભગવાન' શા માટે બોલી? સાચુ જ કહેજે." ક્ષમાએ ચિંતિત સ્વરે પૂછ્યું.રીમાએ ડરતાં-ડરતાં પોતાને હરિદ્વાર કેવા સંજોગોમાં લઈ ગયા અને અહીં પાછી કેવી રીતે મૂકી ગયાં, એ બધી વાત વિસ્તારપૂર્વક કહી સંભળાવી. "એ બાપજીથી હું ગર્ભવતી બની, અને મેં એક બાળકીને જન્મ આપ્યો. મારી દીકરીને પણ આ જગ્યાએ આવું જ (પરીની છાતી અને પેટની વચ્ચે આંગળી મૂકીને ) લાખું છે. બાપજીને પણ આવું લાખું છે." આટલું કહીને રીમા અટકી.ક્ષમા ઘણું બધું સમજી ગઈ. તેણીએ રીમાને પૂછ્યું "તું મને સાથ આપે, તો એ નરાધમને આપણે ખુલ્લો પાડી શકીએ.રીમાએ કહ્યું ”એ રાક્ષસ બહુ શક્તિશાળી છે. આપણાં જેવી અનેક યુવતીઓ કુંવારી મા બની હશે."ક્ષમાએ કહ્યું "તું ડર નહીં. આપણે પોલીસ સ્ટેશને કાયદેસર ફરિયાદ નોંધાવીને પછી આગળની કાર્યવાહી કરીશું. મારી પાસે એક આયોજન છે, એ આયોજન મુજબ આપણે આ ગુરુએ ઘણી યુવતીઓને કુંવારી માતા બનાવી હશે, એવી યુવતીઓનું સંગઠન બનાવીશું."રીમાએ ન્યાય મેળવવાની આશાએ હા પાડી. ક્ષમા એકદમ શાંતિથી પોતાના અભ્યાસ સાથે પેલા નરાધમ ગુરુને પાઠ ભણાવવા માટેની તૈયારીઓ કરવા લાગી. તેણીએ આ તૈયારીઓની સાથે-સાથે વકીલાતમાં અનુસ્કનાતકની પદવી પણ મેળવી લીધી. તેણીએ એવા ચક્રો ગતિમાન કર્યા કે..... એક દિવસ.....************ અત્યાર સુધી કંઈ હિલચાલ નથી, એવું સમજીને હરિદ્વારમાં ગુરુજી નિશ્ચિંત બની ગયા હતા. તેઓએ પાપલીલા આચરવામાં પાછું વળીને જોયું ન હતું . આ દુષ્કર્મોના પરિણામ સ્વરૂપે પોલીસ ઈન્સપેક્ટર કે.એમ. મૂર્તિએ અચાનક જ એ આશ્રમ પર દરોડો પાડ્યો. ઈન્સપેક્ટરે આશ્રમને ચારે બાજુથી ઘેરી લીધો હતો. ગુરુજી સહિત શિષ્યો નાસભાગ કરવા લાગ્યા. સદનસીબે પેલો ડોક્ટરપણ ત્યાં હાજર હતો. તે બીજા રસ્તેથી ભાગવા ગયો, પણ આ ઈન્સપેક્ટરની નજરે પકડી પાડ્યો. ઈન્સપેક્ટરના પ્રભાવશાળી વ્યક્તિત્વથી ડોક્ટર ડરી ગયો. આમ પણ સત્યના માર્ગે ચાલતાં ન હોયએ બહુ ભીરુ હોય છે. જેવી રીતે સિંહ સસલાને પંજો મારીને ગળેથી પકડે એવી રીતે ઈન્સપેક્ટરે ડોક્ટરને ગળેથી પકડયો ને જીપમાં બેસાડી દીધો. પોલીસની જીપ ગુરુ અને ડોક્ટર સહિત ચાર શિષ્યોને લઈને સીધી દિલ્હી પોલીસ સ્ટેશનેજ ઊભી રહી. ઈન્સપેક્ટર કે.એમ. મૂર્તિએ એકદમ ગુસ્સામાં આવી જઈને છ એ છ વ્યકિતઓને રીતસર ધક્કો મારીને સળિયા પાછળ ધકેલી દીધા. સાહેબનો આટલો બધો રોષ ભભૂકી ઉઠેલો જોતા હવાલદાર ચા લેવા માટે સીધો બહારની તરફ ભાગ્યો. ઈન્સપેક્ટર માટે આ નગર નવું હતું, પરંતુ તેઓ પોતાની ફરજ પ્રત્યે સભાન હતા. આ કર્તવ્યનિષ્ઠ ઈન્સપેક્ટર દિલ્હી જેવા અજાણ્યા નગરમાં બદલીનો પરિપત્ર મેળવીને આવ્યા હતા. હવાલદાર ચા આપતા આશાભરી નજરે સાહેબ સામે જુએ છે. સાહેબ સમજી જાય છે અને મોટેથી બોલીને ફરજ પર હાજર રહેલ સૌ કોઈને સમજાવી દે છે "હવે પછી કોઈ લાગવગ, અરાજકતા કે કોઈની પણ મનમાની ચલાવી લેવામાં નહીં આવે." ઈન્સપેક્ટરે હવાલદારને ચાના રોકડા રુપિયા ચૂકતે કરવા માટે ચાની દુકાને પાછો મોકલે છે. હવાલદારે પૂછ્યું "ખાતું બંધ?"ઈન્સપેક્ટરે કહ્યું " હા, ચા પીવાના બહાને મીટિંગો બંધ." ક્રમશઃઆગળ વાંચતા રહો કે........ક્ષમા ગુનેગારને સજા અપાવી શકે છે કે કેમ? ક્ષમા સજા અપાવવામાં સફળ થશે? આપ સૌ શુભેચ્છાઓ આપજો હો...આપણી ક્ષમાને શુભેચ્છાઓની સખત જરૂર છે.... ખરું કહ્યું ને!🎊🌹શુભેચ્છાઓ રુપે સ્ટીકર પણ આપી શકો છો....મને પ્રતિલિપિ પર ફોલો કરી શકો છો....મને સબ્સ્ક્રાઇબ કરીને સુપર ફેન પણ બની શકો છો.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)