પવિત્ર બંધન-૩ ---- પ્રયત્ન કે પ્રારબ્ધ?
આપણે આગળ જોયું કે ક્ષમા રામપુરથી હરિદ્વાર પહોંચી જાય છે. તેણી યાદશક્તિ ખોઈ બેસે છે. તેણીની યાદશક્તિ પાછી આવતાં આશ્રમથી જીપમાં બેસીને નજીકના રેલ્વે સ્ટેશને પહોંચી જાય છે. હવે તેણી દિલ્હી જવા માટે ટ્રેનમાં બેઠી છે. હવે આગળ.....ટ્રેનમાં બેસતાં જ ક્ષમાને પોતાની નજર સામે ભૂતકાળ તરવરી ઉઠે છે. હરિદ્વાર મઠમાં ક્ષમા એક ખૂણામાં બેઠી હોય છે. એકદમ જ તેણીનું મગજ કંઈક વિચિત્ર સંવેદનાનો અનુભવ કરે છે. તેણીને અનુભવ થાય છે કે પોતાની સાથે કશુંક અજુગતું બન્યું છે, પણ શું બન્યું? એનો તાગ મેળવે એ પહેલાં જ તેણી પાછી બેભાન થઈ જાય છે.બે કલાક પછી ક્ષમા ભાનમાં આવે છે. તેણીને જમવાનું આપવામાં આપ્યું. તેણી ચૂપચાપ જમીને પાછી સુઈ જાય છે. પેલાં બે ઠગ સાધુઓ દિવસ રાત તેણીની દેખરેખ રાખે છે. પોતાની કામવાસનામાં અંધ એવા, મઢમાં બાપુથી ઓળખાતા, સર્વે શિષ્યોના માનીતા ગુરુદેવ ક્ષમા પર બળાત્કાર ગુજારી પાશવી આનંદ લે છે.આશરે બે મહીના જેવો સમય પસાર થયા બાદ....ક્ષમા છેલ્લા સાત દિવસથી જાગૃત અવસ્થામાં મઢમાં ફરતી હતી. ક્ષમા ભૂલથી ગુરુદેવના મઢમાં પ્રવેશે છે. ગુરુદેવ પોતડીભેર સાધનામાં લીન હોય છે. ક્ષમા ધારી ધારીને ગુરુદેવને જુએ છે. ક્ષમા ગુરુદેવની છાતી અને પેટની વચ્ચે મોટું કાળું લાખું જુએ છે. ક્ષમા અચરજથી જોતી હોય છે, ત્યાં જ પેલાં બે ઠગ સાધુઓ આવી જાય છે. બંને સાધુઓ ક્ષમાનો હાથ પકડીને બીજા તંબુમાં લઈ જાય છે. ક્ષમા આ બંને અપહરણકર્તાઓને ઓળખવાની કોશિશ કરે છે, પરંતુ મસ્તકમાં અતિશય વેદનાનું શૂળ ઉપડે છે.તેણી બેભાન થઈ જાય છે.બંને સાધુઓ એક ડોકટરને મઢમાં લાવે છે. ડોકટર ક્ષમાને તપાસે છે.ડોકટર કહે છે "ક્ષમા ગર્ભવતી છે." ડોકટર પણ ગુરુદેવ જોડે ભળેલા હોવાથી લિંગ પરીક્ષણ કરી આપે છે. ક્ષમાના પેટમાં દીકરી હોવાથી ગુરુદેવના આદેશ અનુસાર બંને સાધુઓ તેણીને પ્રારબ્ધના સહારે ગંગા કાંઠે છોડી દે છે. પોતે ગંગા કાંઠે એકલી બેઠી હોય છે, ત્યારે જ પેલા સાધ્વીજી મળી જાય છે. એ સાધ્વીજીનાં આશ્રમમાં પોતે આ દીકરીને જન્મ આપ્યો અને આટલો બધો સમય સલામત પણ રહી. મારી તબિયત સારી કરવા અને મારી યાદશક્તિ પાછી લાવવા તેઓએ ખૂબ મહેનત કરી....ક્ષમા ભૂતકાળની ગલીઓમાં ભટકતી હતી, ત્યાં જ ખોળામાં રહેલી દીકરી રડી. તેણી દીકરીને ચૂપ કરાવવાની કોશિશ કરી રહી હતી. વળી પાછી પોતાનાં મન સાથે વાતો કરવા લાગી કે પોતે રામપુરથી હરિદ્વાર પહોંચી, અપહરણ અને બળાત્કારનો ભોગ બની. મારા પ્રારબ્ધની કેવી વિચિત્ર કરુણતા! હું મારા પ્રારબ્ધને દોષ આપીને બેસી નહીં રહું અને ભવિષ્યમાં પ્રારબ્ધને ભરોસે પણ નહીં બેસી રહું.ક્ષમા જાત સાથે સંવાદ સાધતાં બોલી "હું પ્રયત્ન કરીશ કે એ પાપી ગુરુદેવને સજા મળે. મારો પ્રયત્ન મારી દીકરીને નવી ઊંચાઈ આપવાનો રહેશે. હું મારો દ્રઢ સંકલ્પ પૂરો કરવા સખત પરિશ્રમ કરીશ. હું મારો આગળનો અભ્યાસ પણ પૂરો કરીશ." પોતે શું બનવું જોઈએ- પોતાની કારકિર્દી બનાવવા માટે અને ગુનેગારને સજા અપાવવા પોલીસ કે વકીલ? હજી આગળ વિચારે ત્યાં તો અચાનક "આજની તાજા ખબર...."નો અવાજ આવતાં ક્ષમા અખબાર લેવા માટે પર્સમાંથી પૈસા કાઢે છે. સાધ્વીજીએ જરુરી વસ્તુઓ સાથે થોડાં રુપિયા પણ મૂક્યાં હતાં.ક્ષમાએ અખબાર ખરીદ્યું. તેણી અખબારમાં બીજી છોકરીઓનાં અપહરણ અને બળાત્કારનાં સમાચાર વાંચતાં ધ્રુજી ઉઠી. પત્રકારનો સવાલ અને જનતાનો આક્રોશ પોલીસને એક જ સવાલ પુછતાં હતાં પ્રયત્ન કે પ્રારબ્ધ? પોલીસનો જવાબ "અમે પ્રારબ્ધ પર આ પરિસ્થિતિ છોડી ન શકીએ, સખત પ્રયત્ન કરીને પાપીઓને પકડવામાં જરુર સફળ થઈશું. પાપીઓ બચવા માટે, થાય એટલા પ્રયત્નો ભલે કરી લે, પ્રારબ્ધ પણ પાપીઓને સાથ નહીં આપે. પાપીઓને પ્રારબ્ધ પણ નહીં બચાવી શકે." આટલું વાંચતાં જ ક્ષમાએ પોતાનું પ્રારબ્ધ બદલી નાખનાર પાપીઓને સજા આપવાનો પ્રયત્ન સફળ બનાવવા માટે વકીલ બનવા પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો. ક્રમશઃક્ષમા વકીલ બનીને કેવી રીતે બદલો લેશે એ જાણવા માટે વાંચતાં રહો.... માણતાં રહો.મારી આ વાર્તા પસંદ આવે તો સ્ટીકર પણ આપતાં રહેજો.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)