પવિત્ર બંધન -૫ ---- હ્રદયમાં
આપણે અત્યાર સુધીમાં જોયું કે...... ક્ષમાનું રામપુર ગામથી અપહરણ તથા તેણીનું હરિદ્વાર પહોંચી જવું કેટલું અકલ્પનીય હતું, છતાં બની ગયું. ક્ષમાએ બાર માસ માટે યાદશક્તિ પણ ગુમાવી હતી. ક્ષમાએ બાળકીને જન્મ આપ્યો હતો. એ બાળકીના શરીર પરનું નિશાન (લાખું) ગુરુજીના શરીર પરના નિશાન જેવું જ હતું, એ યાદ આવતાં જ ક્ષમાને સમગ્ર ભૂતકાળ યાદ આવી ગયો હતો. તેણીના માતા-પિતા દીકરી ક્ષમાને દોહિત્રી પરી સાથે આવકારે છે. પરીને માલીશ કરવા આવતી રીમાની દીકરીનાં શરીર પરનું નિશાન અને પરીના શરીર પરનું લાખું એકદમ સરખાં જ છે. ક્ષમા રીમાના શબ્દો 'હે ભગવાન' સાંભળીને તેણીને વિશ્વાસમાં લે છે. ક્ષમા રીમાને હિંમત આપે છે છે કે આપણે ન્યાય જરુર મેળવીશું. ક્ષમાએ વકીલાતમાં અનુસ્કનાતકની પદવી મેળવી લીધા પછી એવા ચક્રો ગતિમાન કર્યા કે ઈન્સપેક્ટર કે. એમ. મૂર્તિએ ગુરુજી, ડોક્ટર અને અન્ય ચાર શિષ્યોને પકડીને પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. હવે આગળ......... ગુરુજીએ લાગવગ લગાડવાની કોશિશ કરી પણ ફાવ્યા નહીં. તેઓએ પોતાના વકીલને બોલાવવાની વાત કરી, પરંતુ તેઓ પર સંગીન આરોપો લગાડવામાં આવ્યા હોવાથી જામીન મળી શક્યા નહીં. તેઓએ પોતાના સાગરીતો સાથે સીધું કોર્ટમાં હાજર થવાનું હતું.પાંચ દિવસ પછી........ ન્યાયાલયમાં એક મોટી ભવ્ય ખુરશી પર ન્યાયાધીશ સાહેબ બેઠા હતા. એ એકઊંચા મંચ પર બેઠા હોય એવું લાગતું હતું. બંને બાજુ એક-એક વ્યક્તિ ઊભી રહી શકે એવીલાકડાની કેબિન હતી, જે નીચેથી અડધે સુધી લાકડાની પટૃીઓથી મઢેલી હતી. આમ તો આએક વ્યકિત ઊભી રહી શકે એવો ખુલ્લો ઝરુખો લાગતો હતો. આ કઠેડામાં આરોપીને ઊભારાખવામાં આવે છે. ફરિયાદ કરનાર વ્યક્તિ ક્ષમા બોલી "મારો કેસ હું જ લડીશ." કાયદામાં આમ તો એવી અનુમતિ આપવામાં આવી છે કે જ્યારે કોઈ વકીલ ન મળે કે કોઈ વ્યક્તિ વકીલની ફી ન ચુકવી શકે ત્યારે પોતાનો કેસ પોતે લડવા માટે સ્વતંત્ર હોય છે. આ કેસમાં અહીં ફરિયાદી ક્ષમા પોતે જ વકીલ હોવાથી પોતાનો કેસ પોતે જ લડવા તૈયાર થઈ છે. ક્ષમા અને રીમાએ કરેલી ફરિયાદ ન્યાયાધીશ સાહેબે વાંચી અને મુખ્ય આરોપી ગુરુજી સામે જોયું. ક્ષમાએ ગુરુજીને પૂછ્યું "તમારા કોઈ વકીલ છે?" ગુરુજીએ હા પાડી. તેઓનો વકીલ કોર્ટમાં દાખલ થયો. તે ગુરુજી માટે જામીન તો ન મેળવી શક્યો પરંતુ કેસ લડવા માટે પહોંચી ગયો હતો. આ વકીલનુ નામ જય દેશપાંડે હતું. જય દેશપાંડે પોતાના અસીલ રામનારાયણને નમસ્કાર કરે છે અને કુટિલ સ્મિત ફરકાવે છે. મિ.જય પહેલાં ડોક્ટરને બોલાવે છે, એ પણ એક આરોપી જ છે. મિ.જય ડોક્ટરને સવાલ જ એવા કરે છે કે કોર્ટ સમક્ષ રામનારાયણની સાથે ડોક્ટર પણ નિર્દોષ પૂરવાર થાય. ક્ષમાને પૂછવામાં આવ્યું "તમારે કંઈ પૂછવું છે.?" જવાબમાં ક્ષમા હા પાડે છે અને પોતાની જગ્યાએથી ઊભી થાય છે. ક્ષમા : મને ઓળખો છો?ડોક્ટર: ના. તમે દિલ્હીમાં અને હું હરિદ્વારમાં, હું તમને કેમ ઓળખું?ક્ષમા રીમાને બોલાવે છે.રીમા: મને ઓળખો છો?ડોક્ટર: એકવાર તો મેં કહ્યુ, હું દિલ્હીની છોકરીને શા માટે ઓળખું?ક્ષમા: ન્યાયાધીશ સાહેબ, આ મુદો ધ્યાનમાં લેવામાં આવે કે દિલ્હીની છોકરી.....તો ડોક્ટર સાહેબને કેવી રીતે ખબર પડી કે આ રીમા દિલ્હીમાં રહે છે?ડોક્ટરને લાગ્યું કે જવાબ આપવામાં ઉતાવળ થઈ ગઈ.ક્ષમા ડોક્ટર સાહેબને જવાનું કહે છે અને રામપુરથી અપહરણ કરનાર બંને શિષ્યોને બોલાવે છે.બંને એકબીજા સામે જુએ છે. બંને ક્ષમા તથા રીમાને ઓળખી જાય છે, પરંતુ ઈશારાથી મૌન રહેવાનું સુચન કરે છે.ક્ષમા: તમે બંને મને કે આ રીમાને ઓળખો છો?બંને 'ના' માં મુંડી હલાવે છે. બંને ત્યાંથી જતાં રહેવાની ચેષ્ટા પણ કરે છે.ક્ષમા જુસ્સાભેર બંનેને અટકાવતા બોલી " તમે ભલે કોઈને ન ઓળખી શકો, પણ કોઈ વ્યક્તિ છે, જે તમને બંનેને સારી રીતે ઓળખે છે." આટલું બોલીને તેણી શ્યામાને કઠેડામાં આવવાનું કહે છે.શ્યામા બંનેને ધારી-ધારીને જુએ છે. તેણી કોર્ટ સમક્ષ આ બંને શિષ્યોનો રામગઢમાં આચરેલો ઈતિહાસ કહી સંભળાવે છે. શ્યામાનાં હ્રદયમાં ભૂતકાળ એક ભયાનક ભૂતાવળ રચે છે.ક્ષમાનાં મામાએ રામપુરથી નજીકના પોલીસ સ્ટેશને કરેલી ફરિયાદ નંબર (F I R no.) તથા કાગળની નકલ કોર્ટ સમક્ષ રજુ કરે છે. ન્યાયાધીશ સાહેબ બધું ચકાસે છે.ક્ષમાએ લેપટોપ ઓન કરી આવી કુંવારી અને પરિણીત વીસેક યુવતીઓના મી ટુ ના મેસેજ કોર્ટ સમક્ષ રજુ કર્યા. ન્યાયાધીશ સાહેબને ગુસ્સો આવ્યો. પણ ગુસ્સાને ચહેરા પર કળાવા ન દીધો.આ બધી યુવતીઓના હ્રદયમાં ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું હતું. ક્રમશઃઆગળ શું થયું? ન્યાયાધીશ સાહેબે શું ચુકાદો આપ્યો એ જાણવા સતત જોડાયેલા રહેજો.આવતીકાલે છેલ્લો ભાગ રજુ કરીશ. મિત્રો, આવો સરસ પ્રતિસાદ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.👍🏻👏👍🏻🙏
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)