નવલિકા-૧. પવિત્ર બંધન ભાગ-૧---- લીલી વાડી

27 નવેમ્બર 2023By Vandana Patel
નવલિકા-૧. પવિત્ર બંધન ભાગ-૧---- લીલી વાડી પ્રસ્તાવના શુભ સંધ્યા મિત્રો,         હું આજથી એક વાર્તા રજુ કરવા જઈ રહી છું. જે આજના વિષયને અસર તો કરે જ છે, પરંતુ લોકોના પ્રેમ અને વિશ્વાસ જેવા પવિત્ર બંધનની કહેવાતા ગુરુ અને સાધુઓ કેવી રીતે મજાક ઉડાડે છે તથા દંભ કરીને સમાજને, ભોળી છોકરીઓને કેવી રીતે છેતરે છે. આવો વાંચીએ એક નવી વાર્તા......હા, આ વાર્તા માત્ર ને માત્ર મારી કલ્પના જ છે. આ વાર્તાને ભૂતકાળમાં બનેલ કોઈ બનાવ કે ઘટના સાથે ન જોડવી, એવી મારી નમ્ર વિનંતી છે અને ભવિષ્યમાં પણ કોઈ ઘટના ઘટે તો આ વાર્તાને એની સાથે કોઈ લેવાદેવા નથી. વર્તમાનમાં બનતી ઘટનાઓને પણ આ વાર્તાથી જોજન દૂર રાખશો, એવી વિનંતી સાથે આપ સૌ સમક્ષ ચાર કે પાંચ ભાગમાં પૂરી કરી શકું, એવી એક ટૂંકી વાર્તા રજુ કરું છું.      ક્ષમા ત્રેવીસ વર્ષની યુવતી હતી. તેણી દિલ્હીથી વેકેશનમાં મામાના ઘરે રામપુર આવી હતી. મામાનું ઘર ફળિયાવાળું અને હવા-ઉજાસવાળું હતું. તેણી બહુ જ ખુશ હતી. તેણીનાં મામાનું નામ અતુલભાઈ હતું. તેઓ ગામમાં સરપંચ હોવાથી ગામલોકો ક્ષમાનું માન પાન બહુ જાળવતાં હતાં. અહીં તો એકની ભાણી એટલે આખા ગામની ભાણી.     અતુલભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. અતુલભાઈની દીકરીનું નામ શ્યામા છે. બંને બહેનો ગામમાં સાથે જ જતી અને ઘરે પણ બંને બહેનો સાથે જ આવતી હતી.      એક દિવસ બંને બહેનો અતુલભાઈ સાથે વાડીએ ગઈ હતી. ક્ષમા તો વાડીએ આવીને હરખમાં ને હરખમાં ગીત લલકારવા લાગી હતી. દિલ્હીમાં પ્રદુષણ વધારે, એટલે અહીંની નીરવ શાંતિએ ક્ષમાનું મન મોહી લીધું હતું. શ્યામા લીલીછમ વાડીમાં વચોવચ ચાલતી હતી. ચારેબાજુ લીલોતરી અને હરિયાળી જ હરિયાળી દેખાતી હતી. ખેતર-વાડી પાકથી શોભી રહ્યાં હતાં. શ્યામાએ બૂમ પાડીને ક્ષમાને બોલાવી. ક્ષમા બે છોડ વચ્ચેથી સાવધાનીપૂર્વક ચાલીને શ્યામા પાસે પહોંચી ગઈ. બંને બહેનો તાજા શાકભાજી ચૂંટીને થેલીમાં ભરતી ગઈ. અતુલભાઈ પોતાનું કામકાજ પતાવીને બંને બહેનોને બોલાવી. બંને બહેનો હસતી કુદતી અતુલભાઈ પાસે આવી ગઈ. અતુલભાઈને અચાનક બીજુ કામ યાદ આવી જતા, બંને બહેનોને ઘરે મોકલી દીધી. અતુલભાઈ પોતાના કામ માટે બીજી દિશામાં ગયા.        થોડા સમય પછી અતુલભાઈ ઘરે આવી ગયા. બધાં જમવા બેઠાં. શ્યામા અને ક્ષમા ન દેખાતાં અતુલભાઈએ પુછ્યું "બંને બહેનો કયાં?" શ્યામાની માતાએ કહ્યુ "એ બંને તો તમારી સાથે જ વાડીએ ગઈ હતી ને!" અતુલભાઈએ કહ્યું "હા, પણ.." અતુલભાઈને પરસેવો વળી જતાં ક્ષમાનાં મામી ચિંતામાં પડી ગયા. અતુલભાઈ માંડ માંડ બોલી શક્યા " બંને બહેનોને ઘરે મોકલી દીધી, એ વાતને દોઢ કલાક થઈ ગયો."   એક કલાક પછી શ્યામા પડતી આખડતી ઘરે પહોંચી. શ્યામાને જોઈને માતા-પિતા વારંવાર પૂછવા લાગ્યા "ક્ષમા કયાં છે?" શ્યામા તુટક તુટક શબ્દોમાં બોલી "પેલી શંકર ટેકરી પર આવેલાં મઢમાં બેભાન છે. તમે જલ્દી જાઓ.""તું અહીં કેવી રીતે આવી શકી?" ચિંતાતુર સ્વરે મા બોલી ઉઠી."મને એક બાઈકસવાર અહીં છોડી ગયો. મને મઢની બહાર બાંધી રાખી હતી, ક્ષમાને મઢની અંદર લઈ ગયા હતા. બે સાધુ કંઈક શ્લોક મંત્રો વગેરેનું ઉચ્ચારણ કરતા હતા. ક્ષમા હવે બેભાન છે, એવી ખાતરી થતાં મને અહીં છોડી ગયા." શ્યામા માંડ-માંડ બોલી શકી.અતુલભાઈએ પુછ્યું "તને કેવી રીતે ખબર પડી કે ક્ષમા બેભાન છે.""મને છોડતી વખતે તેઓ અંદરોઅંદર વાતો કરતા હતા, એટલે મને ખબર પડી." આટલું બોલતાં શ્યામાને હાંફ ચઢી. તેણીને માનસિક થાક લાગવાથી નબળાઈ વર્તાઈ.અતુલભાઈ બે-પાંચ માણસોને લઈને શંકર ટેકરીએ જવા નીકળ્યા. બધાંએ શંકર ટેકરીએ પહોંચીને જોયું તો મઢ જ ગાયબ! બે મઢ અને બે તંબુ તાબડતોબ સંકેલી લેવામાં આવ્યાં હતાં. બધાં દિગ્મૂઢ થઈ ગયા. બધાં અતુલભાઈને ઘરે મૂકવા આવ્યા. બધાં બહુ ઉદાસ અને દુ:ખી હતાં.શામજીભાઈએ શ્યામાને પુછ્યું "તને કેમ સાથે ન લઈ જવી, એવી કંઈ ચર્ચા કરી?"શ્યામાએ રાડ પાડી "એટલે? શું ક્ષમાનું અપહરણ થયું?""બે-બે છોકરીને બેભાનાવસ્થામાં સાચવવી, એટલે કદાચ..." અતુલભાઈ તુટક સ્વરે બોલ્યા."સારું. આજે આરામ કરો. આવતીકાલે આપણે પોલીસ થાણે ફરિયાદ નોંધાવવા જઈશું." શામજીભાઈએ અતુલભાઈને દિલાસો આપતાં કહ્યું.બધાં ખિન્ન હ્રદયે છૂટાં પડ્યાં. અતુલભાઈ બોલ્યા કે હું મામા થઈને મારી ભાણીનો બચાવી ન શક્યો. આ દુનિયામાં ભાઈ-બહેન અને મામા-ભાણેજથી વધારે પવિત્ર સંબંધ કોઈ નથી. આ પ્યારું બંધન એ જ પવિત્ર બંધન ગણાય છે.શ્યામાને મનમાં થયું કે લીલી વાડી જોવા ન ગયા હોત તો સારું હતું, ફઈની લીલી વાડી તો સુકાઈ ગઈ ને! ક્રમશઃ 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!