ફરિયાદ (માઈક્રો-ફિક્શન ધારાવાહિક ભાગ-૫)
નારાયણનગરમાં એક બેઠા ઘાટનો બંગલો. આ બંગલામાં રમેશભાઈ અને રીનાબહેન પુત્ર રોનક, પુત્રી રીમા અને ભત્રીજી મોના સાથે રહે છે. એક દિવસ મોનાએ વરંડામાં કપડાં સુકવતી વખતે રસ્તા પર નજર કરી. કેટલીક છોકરીઓને સાઈકલ લઈને શાળાએ જતી જોઈ. મોનાનાં મનમાં મુંગી વેદના અડ્ડો જમાવી જાય છે. મોના સવારે સાડા સાતે કપડાં સૂકવીને નીચે આવે છે, ત્યારે રોનક અને રીમાને શાળાનાં ગણવેશમાં જોયા. મોનાનું હ્રદય ફરી એકવાર આક્રંદ અનુભવે છે.બપોરે એક વાગ્યે..... મોના કપડાંના રંગ ન બળી જાય એટલે વરંડામાં તાર પરથી કપડાં લેતી હોય છે, ત્યારે સાઈકલની ટકોરીનો મીઠો અવાજ કાનમાં મિસરી ઘોળે છે. ત્યાં જ કાકીનો સાદ એ મોનાડી, 'ક્યાં મરી ગઈ? કપડાં લેતાં કેટલી વાર...' જાણે ઘોળેલી મિસરીમાં કાંકરી નાખી હ્રદય સોંસરવો ઉતરી જાય છે. મોના કોને કરે ફરિયાદ? મોનાનાં માતા-પિતા પુત્રીનું શિક્ષણ અને ભવિષ્ય સાથે લઈને ઈશ્વરનાં ધામમાં........
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)