પૈસાની વાત (માઈક્રો-ફિક્શન ધારાવાહિક ભાગ-૨)
મારા એક સંબંધી બહેન, નામ રંજનબહેન. તેઓ બાર ધોરણ સુધી ભણેલાં છે. રંજનબહેન ખુબ હોંશિયાર. એકવાર અમે બંને મળ્યા. ખુબ ખુબ વાતો કરી. રંજનબહેન પાસેથી કોઈએ પૈસા ઉછીના માગ્યા હતા. રંજનબહેને પોતાનાં પિયરનાં સગાં હોવાથી પતિને પુછ્યા વગર જ ના પાડી દીધી હતી કે અત્યારે હાથ ઉપર પૈસા નથી. ધંધામાં રોકાણ વધારે થઈ ગયું છે. બાકી હું ના જ ન પાડું. મેં પુછ્યુ કે તમારી પાસે પૈસા છે, એ માગનારને ખબર જ છે. ખરાબ ન લાગે? રંજનબહેને મને કહ્યુ કે...... પૈસા આપીને ખરાબ થવું એનાં કરતાં પૈસા ન આપીને ખરાબ થવું સારું. મને રંજનબહેન ઢંઢોળતા રહી ગયા, અને હું વિચારમાં.........કે પૈસા આપ્યા પછી પણ હું ખરાબ કેમ???
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)