વિચલિત મન (માઈક્રો-ફિક્શન ધારાવાહિક ભાગ-૧)
મેં મારી પત્નીને કહ્યુ કે આ બાજુમાં કાકીને જરા સાવચેત કર. મોનાને રાત્રે અગાશીમાં વાતો કરતી જોઉ, ત્યારે મને મારી નાની બહેન રીના યાદ આવી જાય છે. મારી પત્ની એકવાર કાકી પાસે ગઈ હતી, પણ કાકીએ કહ્યુ કે તમે ચિંતા ન કરો. અમે જોઈ લઈશું. હું મોના સાથે વાત કરું તો એ ઊંધુ સમજતી હતી. ******** અમે એક વર્ષથી અમારા નવા મકાનમાં રહેતા હતાં. આજે ઑફિસથી ઘરે જતાં મારું મન ખુબ વિચલિત હતું. ખબર નહીં, કેમ? હું જુના ઘરે પહોંચી ગયો! હું પાછો મારા નવા ઘરને રસ્તે જતો હતો કે કોઈ શિશુંનું રુદન કાને પડ્યું. હું એ તરફ ગયો. રાત્રિના અગિયાર વાગ્યે કચરાપેટી પાસે નવજાત શિશું મળ્યું. મેં ઘરે જઈ મારી પત્નીના હાથમાં શાલમાં વીંટેલું નવજાત શિશું મુક્યું. આજે દસ વરસે મારી પત્નીનો ખોળો ભરાયો. મારી પત્નીને શાલમાંથી ચીઠ્ઠી મળી. રીનાનો હત્યારો આ બાળકનો બાપ છે.લી. મોના.
(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)