સરનામા વગરના પત્રો

04 ઓકટોબર 2021By Vandana Patel
સરનામા વગરના પત્રો સરનામા વગરના પત્રો --૨પત્ર પહેલો (૧)અધુરુ સરનામું.રસ્તો :  સખીના  મન સુધી...તા.૫  ઑક્ટોબર,૨૦૨૧વ્હાલી સખી માધવી પરમાર,                  કેટલાં વરસોથી તને યાદ કરું છું. કયાં છો તુ?? જ્યારથી છુટાં પડ્યા ત્યારથી બેહિસાબ યાદ કરુ છું. આપણે એક થી સાત ધોરણ  સાથે  ભણ્યા. મારા પપ્પાની બદલીને લીધે આપણે બંને  છુટા પડી ગયા હતા. એ પછીના વરસે હું તારા શહેરમાં આવી હતી. અફસોસ, આપણે મળી ન શક્યા. એ પછી સંજોગોવશાત મારે લગ્ન પછી તારા જ શહેરથી થોડે દુર રહેવા આવવાનું થયું.  પણ ત્યારે દસ વરસમાં તો ઘણુંબધુ બદલી ગયું. તુ ન મળી તો ન જ મળી.    નાનપણમાં આપણે કોક કોક વાર રવિવારે શાક લેવામાં અચાનક મળી જતા. ત્યારે કેટલા ખુશ  થતા. અત્યારની જેમ ત્યારે ફોન ન હતા...એટલે જ એ ખુશી અવર્ણનીય અને અકબંધ આજે પણ છે.      મને આજે પણ રોજ તારું છેલ્લુ વાક્ય ખુબ જ યાદ આવે છે.જ્યારે છુટા પડ્યા' તા ત્યારે તે કહ્યુ હતુ મને..... તારી પણ આંખોના ખૂણા ભીના જ હતા. મેં પણ રડતા હ્રદયે સાંભળી લીધું હતું. જીવનમાં ઉતારવાની પ્રમાણિક કોશિશ પણ કરી હતી. ત્યારે આપણી ઉમર બાર  વર્ષની.     તે મને કહ્યુ હતુ કે ત્યાં જઈ ને ખૂબ  ભણજે.... આજે પણ આ વાક્ય મને રડાવી દે છે.   શું આપણે ક્યારેય નહી મળી શકીએ.? આ સવાલ શૂળ બનીને ખૂંચે છે. આજે મારી બેબી કોલેજમાં આવી ગઈ, પણ આપણે જ્યારે છુટા પડ્યા ત્યારની ઉમર જે ઉત્સાહ આશાથી ભરપુર હોય છે તેવી જ આશા રોજ મુઠ્ઠી માં લઈ ને ફરું છું .ક્યાંક તો મળી જઈશ ને !!!રોજ રોજ મળવાની ઝંખનાએ કેટલાય પત્ર લખ્યા તને, પણ એકેય કાગળ પર કયારેય ન ઉતાર્યા... કારણ ....કારણ કે સરનામા વગર ક્યાં મોકલું????          આ સરનામા વગરના પત્ર દ્વારા  પ્રતિલિપિ પર તું મળી  જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છુ.  હું તને મળવાની એ જ આશા બળવત્તર રાખુ છું.  તું સાદ પાડજે, કદીક મારા નામનોઆજે પણ હું કાન સરવા કરીને રાખું છું.લી. તારી નાનપણની સહેલી,વંદના......***********************************પત્ર બીજો( ૨)અધુરું  સરનામું  રસ્તો : મારા હ્રદય થી તારા હ્રદય સુધીનો..તા.૫  ઓકટો,૨૦૨૧મારી પ્યારી સહેલી હેતલ મહેતા,       કેમ છો ? ક્યાં છો? શું કરે છે? ઘણું બધુ પુછવુ છે પણ વર્ષો જુનો  એ જ ખારો પ્રશ્ન ...ક્યારે મળીશું. ?????     હું તને ભૂલી નથી .....બે વરસ જ સાથે રહ્યા .પણ મનથી જોડાયેલ સંબંધ ક્યારેય ન ભૂલી શકી. કદાચ તું પણ મને યાદ કરે જ છે. એટલે જ મને તારી યાદ વધારે આવે છે. ધોરણ છ અને સાત સાથે ભણ્યા. મને હજી પણ યાદ છે કે તારા પપ્પાની બદલી થવાથી તું મારા શહેરમાં આવી.હતી. શાળા પણ મારી અને અમારા જ પાડોશમાં રહેવા આવી હતી. ખુબ મજા  આવતી .શાળાએ સાથે જ જવાનું અને પાછા પણ સાથે જ આવતા.  હું વધારે ખુશ હતી કેમ કે તું ન હતી ત્યાં સુધી  તો હું એકલી જ શાળાએ   જતી આવતી  હતી. તારા મમ્મી પપ્પા વધારે ખુશ  હતા કે તને  નવા શહેરમાં  બહેનપણી મળી ગઈ  હતી.અને આપણા બંનેના પપ્પા જોબ કરતા હતા. એટલે વિચારસરણીમાં પણ સામ્ય હતું.તારી નાની બહેનને પણ  આપણે સાથે જ રાખતા.  એકવાર તારા ઘરે આવી ત્યારે સાંજના સમય હતો .તને યાદ છે પહેલા દૂરદર્શનમાં પિક્ચર આવતુ તો સાત ને પચીસે ઈન્ટરવેલ પડતો ને પાછુ પિક્ચર વીસ કે પચીસ મીનીટમાં ચાલુ થઈ જતું . મેં આખુ પિક્ચર તો નથી જોયુ પણ તારી ઘરે દસ મિનિટ  માટે આવી હતી, ત્યારે કામ પતાવીને નીકળી ગઈ હતી. પણ આજ સુધી ભૂલી શકી નથી કે ત્યારે પ્રેમ  ચોપરા સાહેબનું  પિક્ચર ચાલું હતું. ને તેમની આંખ નકલી હતી.      મારી આંખો આજે પણ તને શોધે છે. રોજ રોજ તને યાદ કરુ છુ . તારા પપ્પાની બદલીથી આપણે બે વરસ સાથે રહ્યા. ને વિધિની વિચિત્રતા કે મારા પપ્પાની બદલીથી આપણે વિખૂટા પડી ગયા. એક સમયનું મારુ શહેર હવે તારુ થઈ  ગયુ હતું.તને હરખથી બધુ બતાવતી ત્યારે ક્યાં ખબર હતી કે આ શહેર, આ સાંકડી ગલી, આ ગરબીનો ચોક  બધું જ એક ઝાટકે  તારા નામે કરી ચાલ્યા જવાનું છે.  માધવી આપણાં જ ક્લાસમાં ભણતી, તને યાદ છે? મેં આજે તમને બંનેને પત્ર લખ્યા છે. તેનુ સરનામું મારી પાસે ન હતું. પણ તુ તો મને મળી હતી,  તારુ સરનામું પણ આપતી હતી .દસમું ધોરણ છે ક્યાં પત્ર લખી શકવાના એમ કહીને ન લીધું. એની સજા રુપે રોજ તને યાદ કરુ છુ. એકવાર બસ એકવાર મળી જા...કયાંકથી આવી જા. આપણે બંને સાતમું પુરુ થયુ ને છુટા પડયા .પછી નવમાનાં વેકેશનમાં હું મારા ફોઈ ના ઘરે આવી ત્યારે મળ્યા હતા. અડધો કલાક ખુબ વાતો કરી હતી. ખબર નહી હવે તો તારા પપ્પાની બદલી, તારા લગ્ન  ..કેટલું  બધું બદલી ગયુ હશે.!!!!!! આપણે કેટલાય શહેર  બદલી નાખ્યા હશે...પણ તારી યાદ એવી ને એવી જ મારા દિલના ખૂણામાં ધરબાયેલી છે. તારુ સરનામુ ન લીધાનું  દુઃખ આજે પણ છે. તારો ચહેરો નજર સામે ઉપસી આવે છે. એ દુઃખ ડંખ બનીને મને મારે એ પહેલા મને શોધી લે ...હું તને શોધવામાં ને શોધવાના ખોવાઈ ગઈ  છું. એકવાર બસ એકવાર આવી જા....... હે ઈશ્વર!મારા હ્રદય નો અવાજ એના સુધી પહોંચાડી દે....કાં તો રસ્તે આવતા જતા એનો ચહેરો બતાવી દે..સમાચાર લેવા કે આપવા હોય જો મુશ્કેલ તોઅમારી મુલાકાત કરાવી કે સર્જાવી દે........   લી. તારી બહુ જૂની  બહેનપણી,    વંદનાહે ઈશ્વર !! આ  બંનેને ઘણાં સમયથી પત્ર લખવા ઈચ્છતી હતી. પહેલા કોને લખુ ? ક્યાં લખુ?  સરનામા વગર પણ હું આજે હળવી થઈ.  સરનામા વગર લાગણી પહોંચતી હશે..!ડુબાડી છે મને તો એ પણ ક્યાં તરતી હશે..!હલેસા બે છે ને એ પ્રભુ તારે ગોતવાઅમારાથી  એમ ક્યાં હિંમત હરાતી હશે...!!( વિષય:  સરનામા વગરના પત્રો એમ બહુવચન ને મારી સરનામા વગરની  (ખોવાયેલ )સખી પણ બે..કેવો યોગાનુયોગ. ) 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!