યાદોનો ખજાનો-૬ -- એ રાત ( પત્રમ્ સ્પર્ધા-ડિસેમ્બર ૨૦૨૧)

11 ડીસેમ્બર 2021By Vandana Patel
યાદોનો ખજાનો-૬ -- એ રાત ( પત્રમ્ સ્પર્ધા-ડિસેમ્બર ૨૦૨૧) આજે અવની મુંબઈથી જામનગર જવા નીકળે છે. ખુબ ખુબ  વિચારોમાં  ખોવાયેલ છે. એના હાથમાં એક પત્ર છે. અવની વિચારે છે કે આ પત્ર માનસીદીદીને વંચાવીને જામનગરથી પોસ્ટ કરી દઈશ. અવનીએ કોને પત્ર લખ્યો છે? રાતનો સમય છે. આ રાત અવનીના જીવનને બદલી નાખશે? અવની રાતે  ટ્રેનમાં પત્ર વાંચે છે.કાયમી સરનામું: - મુંબઈ રસ્તો:- પોસ્ટ ઓફિસ.તારીખ:- તું વાંચે ત્યારની જ.       વિષય:- તારા નિર્ણયને માન આપવા બાબત.મારા વ્હાલા અવિનાશ,                              કેમ છો? નહીં પુછુ ....કેમ કે બે દિવસપહેલાં જ આપણે મળ્યા. તું જરા પણ ઠીક નથી ,એ હું જાણું છું. હું અત્યારે દીદીના ઘરે જાઉં છું. હું આ પત્ર તને જામનગરથી જ પોસ્ટ કરીશ. દીદી આ પત્ર વાંચી લે એટલે આ નિર્ણય કર્યો છે. હું આવડી મોટી વાત દીદીને બોલીને નહીં કહી શકું.                   આપણે ધારીએ શું ને થઈ જાય શું? કોઈ વાંક વગર આપણે છુટા પડવાનું ! અત્યારે રાતનો સમય છે. બહાર અંધકાર વ્યાપ્યો છે તો મારા મનમાં પણ એવો જ અંધકાર છે.લાગે છે કે 'એ રાત' જેવી જ આ રાત છે.               અવિનાશ, આપણે આપણો રસ્તો જુદો કરી રહ્યા છીએ. મક્કમ બની શકીશું? હું ઈશ્વરને સતત પ્રાર્થના કરીશ કે આપણને સમજ અને ધીરજ એટલી આપે કે આપણને આપણાં નિર્ણય પર ક્યારેય અફસોસ ન થાય. આપણો લીધેલ નિર્ણય ભૂમિના આવનાર બાળક માટે સર્વથા યોગ્યછે. તું હિંમત રાખજે. મને તારા નિર્ણય પર ગર્વ છે.                 ભૂમિ આપણી સાથે જ કોલેજમાં છે. બધાને એમ જ હતું કે ભૂમિ રાકેશ જોડે જ લગ્ન કરશે. રાકેશ કાયરનીકળ્યો. રાકેશ પોતાના ઘરે કહી ન શક્યો કે હું ભૂમિ સાથે લગ્ન કરીશ. હું ભૂમિના બાળકનો પિતા બનવાનો છું. આ ભૂમિ બાળકનો જીવ લેવા માગે છે. એ તો તું તારા મમ્મીને જે દિવસે હોસ્પિટલ લઈને ગયો એ જ દિવસે ભૂમિ પણ ત્યાં હતી, એટલે તને ખબર પડી. મમ્મીની હાજરીમાં તો તે કંઈ ન પુછયુ. કોલેજ આવીને આપણે ત્રણેયે વાત કરી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આખી રાત વિચારવાનું નક્કી કરી સાંજે આપણે ત્રણેય છુટા પડ્યા.           એ રાત આપણાં ત્રણેય માટે ખુબ ખુબ કસોટીમય બની રહી. ભૂમિ તો રડતી જ હતી કે મારે કારણે તમે બંને ત્યાગ શા માટે કરો છો ?  મેં ભૂમિને સમજાવ્યું કે તું મુંબઈનીબહાર જઈ બાળકને જન્મ આપી અનાથાશ્રમમાં મૂકી દઈશતો એ બાળકનું ભવિષ્ય શું? એ બાળકને શિક્ષા કે સંસ્કાર ઘર જેવા મળશે? તારું ભવિષ્ય શું? તારી જોડે કોણ લગ્ન કરશે? તારી એક નાનકડી ભૂલે  આપણાં ત્રણની જીંદગી જોખમમાં મૂકી દીધી. આ બાળક એ ચોથી જીંદગી. એનું ભાવિ નિર્માણ થતા પહેલાં ધ્વંસ ન કરી શકીએ. અવિનાશ, તે ભૂમિને કહ્યુ કે હું તારી જોડે લગ્ન કરવા તૈયાર છું. ત્યારે મારું હ્રદય એક ધબકારો ચુકી ગયું,  પણ મેં ભૂમિને કહ્યુ કે હું અવિનાશના આ નિર્ણયને તારા આવનાર બાળક માટે માન્ય રાખું છું. તારે પણ મક્કમ બનવું પડશે.                        અવિ, શું કહું તને ? ભૂમિના ગયા પછી તે મને જે વાત કરી એ સાંભળી મારા રુંવાડા ઊભા થઈ ગયા.તું મને એટલી હદે ચાહે છે કે તે ભૂમિ સાથે પતિપત્નીના સંબંધની જ ના પાડી દીધી. ભૂમિને આપણા બંનેના પ્રેમની જાણ છે. આપણે આપણી મર્યાદામાં રહીને પ્રેમ કર્યો છે. આપણે નક્કી કર્યુ હતુ કે માસ્ટર પુરુ થાય પછી આપણી સગાઈ, આપણાં લગ્ન અને પછી હનીમૂન. પણ ઓચિંતું આ શું થઈ ગયું. !!!!!!!                       ભૂમિ તારા આજીવન બ્રહ્મચર્યના નિર્ણયને માન આપશે? એની પાસે અત્યારે પસંદગીનો અવકાશ નથી.જીંદગી લાંબી છે, અત્યારે ભૂમિ સ્વીકારી લે પણ પછી એ તને આ કારણથી છોડી દેશે તો? હું તને ડરાવતી નથી.આ સવાલ ખબર નહીં કેમ મગજમાં આવી ગયો. ખેર, થોડું સમય પર છોડી દઈએ. ભ્રુણહત્યાનો તારો વિરોધ મને પણ ગમ્યો. ભૂમિને તું સન્માન આપીશ એ હું જાણું છું.                                   તે મને પુછ્યું હતું કે ભૂમિનો ગર્ભપાત રોકીને એક આવનાર બાળક જે પોતાનું નથી, એના ઉછેર અને શિક્ષણનો નિર્ણય બરાબર જ લીધો છે ને? એ બાળકને ઘરની છત અને સુરક્ષા આપવામાં આપણાં સપનાનો ભાંગીને ભૂક્કો થઈ ગયો. મારાથી કહેવાય ગયું કે આમેય પાયામાં કંઈક નક્કર હોય તો જ ઈમારત મજબૂત બને ને ! રાત વધારે આગળ વધી ગઈ હતી. ઘરે આવ્યા પછી ફોન પર વાત કરી.                     એ બાકીની રાત આપણે ત્રણેયે કોન્ફરન્સમાં ફોન પર  વાત કરીને પસાર કરી. બધું નક્કી થઈ ગયું. મારાથી તમારા બંનેના લગ્ન નહીં જોવાય. મારી શુભેચ્છાઓ હંમેશા તમારા બંનેની સાથે છે અને રહેશે.                       એ રાત આપણાં ચારેયની જીંદગીને વિચિત્ર વળાંક આપનારી બની રહી. આપણાં બંને માટે તો વજ્રઘાત જ કહેવાય. જીરવી લઈશું, જીવી લઈશું, પરંતુ જીવન પ્રત્યેનો એ પ્રેમ, ઉષ્મા, ઉત્સાહ, જોશ ક્યાંથી લાવીશું.?                       આપણે બંને ઈશ્વર પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખીશું. 'એ રાત' ને ભૂલી તો નહી શકીએ પણ જીવનને એક નવી દિશા આપી દઈએ. એક અઘરો નિર્ણય કર્યો છે, તો આપણને એમાંથી ઈશ્વર જ બહાર લાવશે. તારો પ્રેમ મારી હિંમત અને પ્રેરણા બનશે.   લી.  તને ક્યારેય ભૂલવા ન માગનારી,         તારી જ પ્રિયતમા અવની.*************                        અવની પત્ર વાંચીને ઘડી વાળીને પર્સમાં મૂકે છે. સવાર પડવાની થોડી વાર છે. વિચારો સાથેનું યુધ્ધ ટ્રેનની સાથે છુક- છુક કરતું આગળ વધે છે. એ રાત કેવી નિર્ણાયક બની ગઈ !આપણે શું ઈશ્વરના હાથની કઠપૂતળી છીએ. મુવી જેવી જીંદગી લાગતા અવની આંખો બંધ કરી દે છે, ને બે ટીપાંઆંસુના ખરી જાય છે. **************            

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!