નવી શરુઆત-મમ્મી-પપ્પા (પત્રમ્ સ્પર્ધા-નવેમ્બર-૨૦૨૧)

24 નવેમ્બર 2021By Vandana Patel
નવી શરુઆત-મમ્મી-પપ્પા (પત્રમ્ સ્પર્ધા-નવેમ્બર-૨૦૨૧) રિસાયેલ મમ્મી પપ્પાનો પુત્રીને લખેલ પત્ર.કાયમી સરનામું : તારું હ્રદય.રસ્તો : અમારા હ્રદયથી થઈને.તારીખ : તું વાંચે ત્યારની જ.                              વિષય : નવી શરૂઆતની વાત કરવા બાબત.મારી વ્હાલી દીકરી,                        કેમ છો? મજામાં ને? શું કરતી હશે? કેવી લાગતી હશે? અમને યાદ તો કરે છે ને? હું તને હરસમય, હરઘડી, હરપળ યાદ કરું છું.                       બે વરસથી આપણે મળ્યા નથી. કેવું લાગે!મેં મારા હ્રદયના ટુકડાને ખાલી સમાજની બીકે દૂર કરી દીધો. તને થશે કે આજે મમ્મીએ  'સમાજ' શબ્દને ખાલી કહી દીધો! હા દીકરી, તું અમારું પહેલું સંતાન એટલે થોડી જીદ વધારે જ હોય એ સ્વાભાવિક છે. તારી જીદ સામે અમે નમતું ન જોખી શક્યા. તો શું પરિણામ આવ્યું? ન અમને પ્રેમથી કન્યાદાનનું સુખ મળ્યુ કે ન તારી વિદાયનું. હા,વિદાય તો થાત પણ અવરજવર બંને ઘરમાં રહેત. જે સમાજનો ડર રાખ્યો એ તો એક દિવસ પણ દિલાસો દેવા કે હિંમત બંધાવવા ન આવ્યો.       મારી લાડકી, માતાપિતા ઈચ્છતા હોય કે દીકરી -જમાઈસુખથી, પ્રેમથી રહે. એના માટે અમે બાંધછોડ, સમાધાનની સલાહ  આપીશું, પરંતુ જ્યારે દીકરી પ્રેમથી પાત્ર પસંદ કરે,ત્યારે પ્રેમ તો હોય જ છે, તો એને સહર્ષ કેમ વધાવી શકતા નથી? તમે બંને એકબીજાથી  પરિચિત હતા તો અમારે નવો છોકરો શોધીને પરાણે પ્રેમ કરાવાની શું જરુર ?                       અમારી જીદ તારા જીવનને ખબર નહીં કઈ દિશામાં લઈ  જાત. અમે શોધેલ છોકરો સારો જ નીકળે એવી પણ થોડી બાંહેધરી હતી! અમને સમજમાં આવી ગયુ છે કે સમાજ તો ખાલી વાતો કરે કે સંસ્કાર ન આપ્યા ને ભાગી ગઈ વગેરે....ત્યારે અમારી પીડા પર મલમ લગાડવાની બદલે સંભળાવે એ ક્યાંનો ન્યાય? તું તારા જીવનમાં ખુશ છો, એ રીના પાસેથી જાણી અમે ખુબ ખુબ ખુશ થયા. હું તો બધીનારાજગી છોડીને પત્ર લખવા બેસી ગઈ. તારા પપ્પા આવતા જ હશે, એ પણ તને  થોડું લખવા ઈચ્છે છે.                   સમાજનો ડર એટલી હદે ડરાવી ગયો કે અમે તારાથી રિસાઈ ગયા. એ અમારી ભૂલ હતી. અમારા પ્રેમને યાદ કરી અમને મળવા આવી જા. આપણે સૌ સંબંધની એક નવી શરુઆત કરીશું. તારા સાસુ- સસરા નણંદ અને પતિ જોડે જ આવજે. બધાને સાથે લઈને આવજે. વેવાઈ- વેવાણના સંબંધોની પણ નવી શરુઆત થશે. અમે બધા માટે ભેટ સોગાદ લાવ્યા છીએ. તું ઝડપથી આવજે. તને મળવા મારું મન ખુબ ખુબ અધીરું છે.   આપણા મીલનની ઝંખનાને મારી પાંપણે રાખી બેઠી છું,ઘડીક અંદર ને ઘડીક ફળિયમાં, અનિમેષ નયન રાખી બેઠી છું.લી. તને ક્યારેય ન ભૂલનારી,       તારા મીઠા ટહુકાથી જાગનારી,      તારી હેતાળ મમ્મી.*******************************મારી લાડલી દીકરી,                        એક જ કાગળમાં લખતો હોવાથી સીધું સંબોધન જ કર્યું. સંબોધન વાંચીને તારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા હશે ખરું ને ? એક દિવસ પણ એવો નથી ગયો કેતને યાદ ન કરી હોય. તારા મમ્મીએ તો તારો મીઠો સ્વર જમોબાઈલમાં એલાર્મ તરીકે રાખ્યો છે. આટલો બધો પ્રેમ કરીએ પણ બતાવવાનો નહી આ કેવી સંસ્કૃતિ! આપણે આપણી રીતે જીવી ન શકીએ. સમાજે મને એટલી હદે કાયરકરી નાખ્યો કે દીકરી પાણી માગે તો દૂધ આપતો ને મનપસંદ સાથી સાથે જીંદગી જીવવા માગી તો ગુસ્સો આપી બેઠો. હું તારાથી રિસાઈ ગયો ! પણ કેમ!              સમાજના ડર સાથે મને મારો અહંકાર પણ થોડોનડ્યો. બધું સારું હું જ આપુ એ જીદે આપણને જુદા કરી નાખ્યા. હજી પણ કંઈ બગડ્યુ નથી. તું નાની હતી ત્યારે રિસાઈ જતી ત્યારે અમે તને મનાવી લેતા. દીકરી, આજે તું અમને મનાવી લે. આવી જા, દોડીને આવી જા. હું ને તારા મમ્મી તારી રાહ જોઈએ છીએ.             મારે મારા જમાઈને ભલામણ કરવી છે કે મારા કાળજાના કટકાને હંમેશા હસતો રાખજો. મારી દીકરી એનું પિયર પારકુ કરીને તમારી ઘરે આવી છે, એને સતત હુંફ ને પ્રેમ આપજો. તમને સફળ દામ્પત્યજીવનના આશીર્વાદ આપવા છે.              મારા હ્રદયનો ધબકાર, તારા કથ્થક કલાસીસે ખુબ સરસ નામના મેળવી છે. તે અમારી શિક્ષા સાર્થક કરી. તારા થકી ઉતમ નૃત્યાગંના ની ભેટ સમાજને મળે છે.                          અમારે એક નવી શરુઆત કરવી છે. મારે તારા સસરાના મિત્ર બનવું છે. તું બધાને સાથે લઈ સપરિવાર આવજે. ત્રણ દિવસ પછી અમારી લગ્નતિથિ આવે છે, તને યાદ જ હશે. દીકરી, અમને મનાવવા તું આવી જા. તારા પ્રેમમાં ભીંજાવું છે. મારા નિવૃતિકાળને તમારા બધાની ખુશીઓથી છલકાવવો છે, અમારે પણ અમારો પ્રેમ, વાત્સલ્ય તમારા બધા પર ઢોળવો છે. ખાલી થઈ જવું છે. સાચા અર્થમાં નિર્મળ ને શુધ્ધ બની વૈકુંઠધામ સીધાવવું છે. મારા વ્હાલનું અમૃત પામવા ચોક્કસ આવજે. અમે તારી કાગડોળે રાહ જોઈશું.     જલ્દી આવજે, દોડી આવજે, મારી પ્યારી પરી રે,   તારી વાટ જોતા, હરખે બેઠા, હિંચકે મમ્મી-પપ્પા રે.લી.  તારા અસ્તિત્વને રુબરુ કરનાર,       તારા પ્રેમમાં તને મળવા આતુર,      તારા વ્હાલા પપ્પા.                                                    

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!